→ ઓખા બંદર એ સૌરાષ્ટ્રના છેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આવેલું છે.
→ આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા સુએજ જળમાર્ગ પર ઓખા બંદર આવેલું છે.
→ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઓખા બંદરને વિકસાવ્યું હતું એન ઇ.સ. 1926 માં તેમના હસ્તે આ બંદરનું ઉદગાટન કરવામાં આવ્યું હતું.
→ ઓખા બંદર એ "શંખોદ્વાર બેટ" અને "સમીઆવી બેટ"ના કારણે દરિયાઈ તોફાનો અને વાવાઝોડા સામે થોડા અંશે કુદરતી રક્ષણ પ્રાપ્ત થયું છે. તેના લીધે આ બંદર બારમાસી છે.
→ આ બંદર પર માલસામાનના સંગ્રહ માટે ગોદામોની વ્યવસ્થા કરવામાં આવી છે.
→ ઓખા નજીક મીઠાપુર ખાતે ટાટા કેમિક્લ્સ્નુ કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે.
→ આ બંદરે "કેર્ન એનર્જી પ્રા.લિ. " દ્વારા કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.
→ ઓખા બંદરે ખનીજ તેલ , અનાજ આયાત થાય છે.
→ ઓખા બંદરે સિમેન્ટ (ઇરાનના અખાતમાં ) અને બોકસાઈટ (જાપાન અને હોલેન્ડમાં)ની નિકાસ થાય છે.
0 Comments