Geography : Gujarat | Dungar in Saurashtra | સૌરાષ્ટ્રમાં આવેલા ડુંગર


સૌરાષ્ટ્રમાં આવેલા ડુંગર



→ સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ બેસાલ્ટ ખડકોનો બનેલો છે.


→ અહીંના 150 મીટરથી ઊંચા ડુંગરાળ પ્રદેશોમાં ટ્રેપ ખડકોના અવશેષો જોવા મળે છે.


→ ઉત્તરની અને દક્ષિણની ટેકરીઓ જળ વિભાજન કરે છે.


→ સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.


  1. ઉત્તરની ટેકરીઓ

  2. દક્ષિણની ટેકરીઓ


ઉત્તરની ટેકરીઓ



→ ઉત્તરની ટેકરીઓ “માંડવની ટેકરીઓ” તરીકે ઓળખાય છે.


→ માંડવની ટેકરીઓ રાજકોટ માં આવેલા આનંદપુરથી શરૂ થઈને સુરેન્દ્રનગર ના ભાડલા થી પૂર્વ-પશ્વિમ સુધી વિસ્તરેલી છે.


→ આ ટેકરીઓનો દક્ષિણ તરફનો સાંકળો ભાગ “ઠાંગા નો ડુંગર” તરીકે જાણીતો છે.


→ માંડવની ટેકરીઓ પશ્વિમમાં મોરબી સુધીના મેદાની વિસ્તારોમાં પ્રસરેલી છે.


→ આ ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર ચોટીલા ડુંગર (સુરેન્દ્રનગર) છે જેની ઊંચાઈ અંદાજે 340 મીટર છે. જે શંકુ આકારનો ડુંગર છે.


→ આ ડુંગર પર ચામુંડા માતાનું મંદિર આવેલુ છે.


→ આ ડુંગરનું નિર્માણ જવાળામુખીના પ્રસ્ફોટન ધ્વારા થયું છે.



બરડો ડુંગર



→ બરડો ડુંગર પોરબંદર જીલ્લામાં આવેલો છે.


→ આકાર : ગોળ માથા જેવો


  1. સૌથી ઊંચું શિખર : આભાપરા , ઊંચાઈ : 637 મીટર

  2. બીજું ઊંચું શિખર : વેણુ (જામનગર) , ઊંચાઈ : 625 મીટર


→ આ ઉપરાંત ઉત્તરની ટેકરીઓમાં પૂર્વમાં જામનગર ની આલેકની સપાટ માથાવાળી ટેકરીઓ અને ગોપની ટેકરીઓનો સમાવેશ થાય છે.



દક્ષિણની ટેકરીઓ



→ આ ટેકરીઓ "ગિરનારની ટેકરીઓ" તરીકે પણ ઓળખાય છે.


→ આ ટેકરીઓ અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ એમ જુદા જુદા જિલ્લાઓમાં વિસ્તરેલી જોવા મળે છે.


→ પૂર્વમાં આ ટેકરીઓ અમરેલી જિલ્લા સુધી વિસ્તરેલી છે.


→ ગિરનારી ટેકરીઓમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર ગોરખનાથ છે . જે એકમાત્ર ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 1117 મીટર છે.


→ આ ઉપરાંત ગિરનારમાં આવેલા અન્ય શિખરોમાં અંબાજી. કાલકા, ઓધડ, દાતારના ડુંગર (647 મીટર) નો સમાવેશ થાય છે.


→ આ ટેકરીઓ મુખ્યત્વે ડાયોનાઇટ અને મોનઝોનાઈટ જેવા અગ્નિકૃત ખડકોથી નિર્માણ પામેલો છે.



ગીરની ટેકરીઓ



→ ગિરનારની દક્ષિણે જતી ટેકરીઓની હારમાળા પૂર્વ તરફ અમરેલી જિલ્લાના મેદાન સુધીનો વિસ્તાર જોવા મળે છે તેને “ગીરની ટેકરીઓ” તરીકે ઓળખવામાં આવે છે.


→ ગીરની ટેકરીઓણો પ્રદેશ ગીચ જંગલોથી છવાયેલો છે જ્યાં ગીરનું અભયારણ્ય આવેલું છે.


→ ગીરની ટેકરીઓમાં જૂનાગઢ અને ગીર-સોમનાથમાં સાસણગીર, કનારા, નંદીવેલ, તુલસીશ્યામ, સરકલા વગેરે ડુંગર આવેલા છે.


→ ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર સરકલા છે, જેની ઊંચાઈ 643 મીટર છે.


→ મોરધારનું ઊંચું શિખર લાંચ અમરેલીમાં આવેલું છે.


→ અહીં અમરેલીી અને ગીર-સોમનાથ, જિલ્લાની સરહદ પર આવેલું તુલસીશ્યામ ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે.



નાનાગીર / મોરધારની ડુંગર



→ ગીરની પૂર્વંમાં અમરેલી જીલ્લામાં નાનાગીર તરીકે પ્રદેશ આવેલો છે . ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશને મોરધારનો ડુંગર અથવા નાનાગીર તરીકે ઓળખાય છે.


→ મોરધારનું ઊંચું શિખર લાંચ અમરેલીમાં આવેલું છે.


→ જૂનાગઢમાં ગોરખનાથની બાજુમાં અંબાજી, કાલકા, દાતાર અને આધેડના ડુંગરો આવેલા છે. જ્યાં કાર્તિક પૂર્ણિમાની લીલી પરિક્રમા દર વર્ષે યોજાય છે.


→ મોરધારને ઓળંગી અમરેલી અને ભાવનગરમાં શેત્રુંજય ડુંગરમાળા જોવા મળે છે જેનું ઊંચું શિખર પાલિતાણા છે જે મંદિરોના શહેર તરીકે ઓળખાય છે. ત્યાં 863 જૈન દેરાસર આવેલા છે.



ખોખરના ડુંગર



ભાવનગર જિલ્લામાં ભાવનગરની ઉત્તરે ખોખરના ડુંગરો આવેલા છે.


→ આ ઉપરાંત દક્ષિણની ટેકરીઓમાં તળાજા ના ડુંગરો અને શાણા ના ડુંગરો આવેલા છે.


→ શિહોર શહેરની બાજુમાં શિહોરનો ડુંગર આવેલો છે.



શેત્રુંજય ડુંગર



→ આ ડુંગર ભાવનગર જિલ્લામાંના પાલિતાણામાં આવેલો છે .


→ શેત્રુંજય નદીના કિનારા પર આવેલો આ ડુંગર જૈનોના યાત્રાધામ તરીકે જાણીતો છે.



→ આ ડુંગર પર 863 જૈન દેરાસર આવેલા છે.


→ પ્રથમ મંદિર પાલિતાણામાં નાગાર્જુન દ્વારા બનાવવામાં આવેલું છે.


→ શેત્રુંજયની દક્ષિણે મોરધાર અને મત્યાળા ની ટેકરીઓં આવેલી છે.


→ ભાવનગરમાં આવેલા “સૌરાષ્ટ્રના કાશ્મીર” તરીકે જાણીતા મહુવાની ઉત્તરે લંગડી અને બીજા નાના ડુંગરો આવેલા છે.


→ ભાવનગરના પૂર્વ તરફના વિસ્તારમાં ખોખરા અને તળાજાના ડુંગર આવેલા છે.


→ તળાજાના ડુંગરો પાસે આવેલી બૌદ્ધ ગુફા વિશેષ જાણીતી છે.



ગિરનારનો ડુંગર



→ ગિરનારનો ડુંગર પર્વતોનો સમૂહ છે.


→ આ પર્વતમાં પાંચ શિખર આવેલા છે.


→ આ શિખરો ગિરનાર પર્વતની ટૂક તરીકે જાણીતા છે.


→ આ ટૂક તેની ઊંચાઈ પ્રમાણે ઉતરતા ક્રમમા નીચે પ્રમાણે છે.



  1. ગોરખ શિખર

  2. અંબાજી મંદિર

  3. ગૌમુખી શિખર

  4. જૈન મંદિર શિખર (નેમિનાથજી)

  5. માળીપરબ


→ જેમાં સૌથી ઊંચી શિખર ગોરખનાથનું છે.


→ આ પર્વત પર અંદાજે 9999 પગથિયાં આવેલા છે. જેનું બાંધકામ સોલંકી રાજવી કુમારપાળે કરાવ્યું હતું.


→ અહીં દર વર્ષે ગિરનાર પરિક્રમા યોજાય છે. જેમાં ગિરનાર ચડવાની હરીફાઈ યોજાય છે.


→ મોર્યકાળ દરમિયાન ચંદ્રગુપ્ત મોર્ય તેના સુબા તરીકે સૌરાષ્ટ્રમાં ગિરિનગર મુકામે પુષ્યમિત્રની નિમણૂક કરી હતી. જેણે અહીં સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. જે ગુજરાતનાં સૌપ્રથમ જળાશય તરીકે જાણીતું છે.


ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે.


→ ગિરનાર ડુંગરાની તળેટી પર જમિયલશા દાતારનું આસન આવેલું છે.


→ ગિરનારની ટોચ પર ગુરુ ગોરખ દાતારનું આસન આવેલું છે.


Post a Comment

0 Comments