→ તળગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી પૂર્વ સરહદે બનાસકાંઠાથી વલસાડ સુધી ડુંગરાળ પ્રદેશ આવેલો છે.
→ આ ડુંગરાળ પ્રદેશ એ અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી ના અવશેષરૂપે આવેલો છે.
→ ભારતની સૌથી મોટી પર્વતમાળામાંથી ચાર મુખ્ય પર્વતમાળા ગુજરાતનાં પ્રદેશ સાથે જોડાયેલી છે. જેના આધારે તળગુજરતના ડુંગરાળ પ્રદેશને ચાર ભાગમાં વહેચવામાં આવ્યું છે.
અરવલ્લીની પર્વતમાળા
વિંધ્યાચલ પર્વતમાળા
સાતપુડા પર્વતમાળા
સહ્યાદ્રી પર્વતમાળા
અરવલ્લીની પર્વતમાળા
→ વિશ્વની પ્રાચીન પર્વતમાળાની એક પર્વતમાળા એટલે અરવલ્લી પર્વતમાળા જે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનથી લઈ ગુજરાતના મહેસાણા સુધી વિસ્તરેલી છે.
→ આ પર્વતમાળા આજથી કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલી ગેડ પર્વતમાળા છે.
અરવલ્લી એ ધારવાડ સમયનો વિકૃત ખડક છે.
→ અરવલ્લી પર્વતમાળા નું સૌથી ઊંચું શિખર ગુરુશીખર રાજસ્થાનના આબુમાં છે.
→ ગુજરાતમાં આ પર્વતમાળાનું ઊંચું શિખર દાંતા તાલુકાના જેસોરના ડુંગર પર આવેલું આરાસુરનું શિખર છે.
બનાસકાંઠા જિલ્લો
→ બનાસકાંઠા જીલ્લામાં જેસોરની ટેકરીઓ આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર દાંતા તાલુકામાં આવેલ આરાસુરનું શિખર છે.
→ આરાસુરના દાંતામાંથી તાંબું, જસત, સીસું, આરસ પથ્થર મળી આવે છે.
→ આ જિલ્લામાં ઈડરિયો ગઢ, ખેડબ્રહ્માની ટેકરીઓ, વિજયનગરની ટેકરીઓ, હિંમતનગરની ટેકરીઓનો સમાવેશ થાય છે. તથા તેમાંથી બાંધકામ માટે પથ્થર મળી આવે છે.
→ ખેડબ્રહ્માના ડુંગર પર ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું છે.
અરવલ્લીની ટેકરીઓ
→ શામળાજી ની ટેકરીઓ, ભીલોડાની ટેકરીઓનો સમાવેશ થાય છે.
→ અરવલ્લીના આ ભાગમાં જૂના સ્ફટિકમય ખડકો અથવા ધારવાડ સમયના વિકૃત ખડકો જોવા મળે છે.
→ શામળાજીના ડુંગર જોડે શામળાજી મંદિર આવેલું છે . અહીં ગુજરાતનો સૌથી લાંબો મેળો ભરાય છે.
મહેસાણા જિલ્લો
→ મહેસાણા જીલ્લામાં અરવલ્લી પર્વતમાળા ભાગરૂપે “તારંગા ડુંગર” આવેલો છે.
→ તારંગા ડુંગર પર અજીતનાથનું જૈન દેરાસર આવેલું છે. જે સોલંકી રાજવી કુમારપાળે બંધાવ્યું હતું.
વિંધ્યાચલ પર્વતમાળા
→ વિંધ્યાચલ પર્વતમાળા બિહારથી લઈ ગુજરાત સુધી વિસ્તરેલી છે , જે ભારતને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજિત કરે છે.
→ આ શ્રેણી ખંડ પર્વતોનું વિશિષ્ટ ઉદાહરણ છે.
→ વિંધ્યાચલ પર્વતમાળા માં ગુજરાતના પંચમહાલ , દાહોદ અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે.
→ આ શ્રેણીમાં આવેલી છોટાઉદેપુરની ટેકરીઓમાં આંબાડુંગર , નૈતિની ટેકરી, ડુંગરધામ અને નૈતિમાંથી વિશ્વમાં બીજું તથા એશિયામાં એકમાત્ર જોવા મળતું ખનીજ ફ્લોરસ્પાર મળે છે.
→ છૂંછાપુરમાંથી ડોલોમાઈટ તથા શિવરાજપુરમાંથી મેંગેનીઝ મળે છે.
→ વિંધ્યાચલ પર્વમાળાનું સૌથી ઊંચું શિખર પાવાગઢ છે.
પંચમહાલ
→ પાવાગઢનો ડુંગર જે હાલોલ તાલુકામાં આવેલું છે. જેની ઊંચાઈ 829 મીટર છે.
→ પાવાગઢ જવાળામુખી દ્વારા નિર્મિત ડુંગર છે.
→ પાવાગઢ ઉપર જવાળામુખી નિર્મિત દૂધિયું, છાસિયું અને તેલિયું તળાવ આવેલા છે.
→ અહીં 51 શક્તિપીઠોમાનું એક શક્તિપીઠ મહાકાળી નું મંદિર આવેલું છે.
→ પાવાગઢ એ ચાંપાનેર શ્રેણીનો એક ભાગ છે.
દાહોદ
→ લીમખેડા તાલુકામા રતનમહાલનો ડુંગર આવેલો છે.
વડોદરા
→ છોટાઉદેપુરની ટેકરીઓ જે ઓરસંગ નદીની પાસે આવેલી છે.
સાતપુડા પર્વતમાળા
→ સાતપુડા પર્વતમાળા એ નર્મદા જીલ્લામાં રાજપીપળાની ટેકરી તરીકે જાણીતી છે.
→ રાજપીપળાની ટેકરીઓ નર્મદા, ભરૂચ એન તાપી સુધી વિસ્તરેલી છે.
→ રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર માથાસર (800 મીટર)છે.
→ રાજપીપળા ની ટેકરીઓ નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે જે અકીકની ખાણો માટે જાણીતી છે.
→ આ પર્વતમાળા એ ખંડ પર્વતનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે.
→ આ પ્રદેશમાં વિવૃત્ત ડુંગરધારનો વિસ્તાર આવેલો છે. જેની ટેકરીઓ 300 મીટર કરતાં ઊંચી છે.
→ ગુજરાતની જીવાદોરી નર્મદા નદી વિંધ્યાચલ અને સાતપૂડાની વચ્ચેથી પસાર થાય છે.
→ તાપી નદી સાતપૂડાની દક્ષિણે પસાર થાય છે.
સહ્યાદ્રી પર્વતમાળા
→ સહ્યાદ્રી પર્વતમાળા પશ્વિમઘાટ અને સાતમાળા તરીકે પણ ઓળખાય છે.
→ આ પર્વતમાળા ગુજરાત , મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના દરિયાકિનારા સુધી વિસ્તરેલી છે.
→ ગુજરાતમાં વરસાદ લાવવા માટે આ પર્વતમાળા મહતવાનો ભાગ ભજવે છે.
→ સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાતના તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓના ડુંગરાળ પ્રદેશોનો સમાવેશ થાય છે.
→ સહ્યાદ્રી પર્વતમાળા બેસાલ્ટના ખડકોની બનેલી છે.
વલસાડ
→ પારનેરા, મહેન્દ્ર, વિલ્સન ડુંગર આવેલા છે.
→ આ પર્વતમાળા માં આવેલી પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર વિલ્સન છે.
→ પારનેરાની ટેકરીઓ પર શિવજીના કુળદેવી માતા ભવાની માતાનું મંદિર આવેલું છે .
→ શિવાજીએ જ્યારે સુરત બે વાર લૂટયું ત્યારે શિવાજી અહીં રોકાયા હતા.
0 Comments