Ad Code

Gujarat Geography : Saurashtras Plateau| Highlands of Saurashtra | સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ


સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ



→ ક્રિટેશિયસ (Cretaceous) કાળમાં પશ્વિમ ભારતમાં ભયંકર ફાટ- પ્રસ્ફોટન પ્રક્રિયાઓ થઈ જેના ભાગરૂપે પણ આ પ્રક્રિયા થતાં ઘણાખરા પ્રદેશોમાં લાવા પથરાયો છે.


→ ક્રિટેશિયસ (Cretaceous) કાળ : ભૂગર્ભિક ઐતિહાસિક કાળમાં જૂરાસિક કાળ પછી અને તૃતીય મહાકલ્પ (ટર્શિયરી યુગ) થી પૂર્વે 13 કરોડ 50 લાખ વર્ષોથી શરૂ થઈ 7 કરોડ વર્ષ પૂર્વે સુધીના સમયગાળાને ક્રિટેશિયસ (Cretaceous) કાળ કહે છે.


→ સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે.


→ આ ઉચ્ચપ્રદેશમાં ડાઈકનો વિસ્તારો આવેલા છે. જે 60 મીટરથી 60 કિલોમીટર માં વિસ્તરેલો જોવા મળે છે.




→ ગુજરાતનો મહત્વનો ઉચ્ચપ્રદેશ રાજકોટ જિલ્લાના સરધાર મુકામે આવેલો 60 કિલોમીટર લાંબો ડાઈક આવેલો છે. જેને સરધારની ડાઈક કહેવામાં આવે છે.


→ ફુલઝરનો ઉચ્ચપ્રદેશ જે ભાવનગર અને રાજકોટમાં આવેલો છે. જ્યાંથી કાળુભાર નદી નીકળે છે.


→ સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશમાં ગિરનાર, ચોટીલા, બરડો, શેત્રુનજય વગેરે ડુંગરો આવેલા છે.


→ આ ઉપરાંત ઉત્તરની માંડવાની ટેકરીઓ અને દક્ષિણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા , ઊંચા વિસ્તારોમાં જોડાયેલી છે.




Also Read : ઉચ્ચપ્રદેશ અને તેના પ્રકારો Read & View







Post a Comment

0 Comments