→ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગ જેના ઉપરનો માથાવાળો ભાગ મેજ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિસ્વરૂપને ઉચ્ચપ્રદેશ કહે છે.
→ ઉચ્ચપ્રદેશની ઊંચાઈ સામાન્ય રીતે 300 મીટર કરતાં વધુ હોય છે પણ ઘણા ઉચ્ચપ્રદેશ મેદાન કરતા પણ નીચાં હોય છે.
→ ઊંચાઈનો આંક પર્વતની જેમ ભ્રામક છે. જેમકે Us નું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચપ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે.
→ જ્યારે ઘણા ઉચ્ચપ્રદેશ સામાન્ય પર્વત કરતા પણ ઊંચા હોય છે જે તિબ્બટનો ઉચ્ચપ્રદેશ 5000 મીટર કરતાં એન ઊંચો છે.
→ સમગ્ર વિશ્વમાં ઉચ્ચપ્રદેશો ભૂમિખંડોના 33 % વિસ્તાર રોકે છે.
→ ઉચ્ચપ્રદેશને ટેબલલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉચ્ચપ્રદેશના પ્રકાર
→ ઉચ્ચપ્રદેશોને તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયાના આધારે નીચે પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યા છે.
આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશ (Intermountain Plateau)
પર્વત – પ્રાંતી ઉચ્ચપ્રદેશ (Piedmont Plateau)
ખંડિય ઉચ્ચપ્રદેશ (Continental Plateau)
કિનારાના ઉચ્ચપ્રદેશ (Coastal Plateau)
ગુંબદાકાર ઉચ્ચપ્રદેશ (Dom Shaped Plateau)
આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશ (Intermountain Plateau)
→ જે ઉચ્ચપ્રદેશ ચારે બાજુથી ઘેરાયેલો હોય તેને "આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશ" કહે છે.
→ ભૂસન્નતિવાળાંક પર ક્ષૈતિક દિશાનું દબાણબળ લાગતાં ગેડ પર્વતો ઊંચકાઈ આવે ત્યારે મધ્ય ભાગ ગેડ પડ્યા વગર જ મૂળ સ્થિતિમાં ઊંચકાઈ આવે છે.
→ આ મધ્ય ભાગના આંતર- પર્વતીય ઉચ્ચપ્રદેશના ઢોળાવો પર્વતની સાથે ભળી જાય છે. ઉચ્ચપ્રદેશો કરતાં તેમની ઊંચાઈ વધુ છે.
→ ભારતની હિમાલય શ્રેણીની ઉત્તરે આવેલ તીબેટનો ઉચ્ચપ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ છે.
→ ઉદાહરણ :
કોલંબિયાનો ઉચ્ચપ્રદેશ (ઉત્તર અમેરિકા)
બોલિવિયાનો ઉચ્ચપ્રદેશ (દક્ષિણ અમેરિકા)
પર્વત- પ્રાંતી ઉચ્ચપ્રદેશ (Piedmont Plateau)
→ જે ઉચ્ચપ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફના ઢોળાવ નીચાં મેદાનો કે સમુદ્રકિનારામાં મળી જતાં હોય તેવા ઉચ્ચપ્રદેશોને "પર્વત- પ્રાંતી ઉચ્ચપ્રદેશ" કહે છે.
→ ઉદાહરણ :
પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ
પેન્ટાગોનીયાનો ઉચ્ચપ્રદેશ (દક્ષિણ અમેરિકા)
શિલોંગનો ઉચ્ચપ્રદેશ
ખંડિય ઉચ્ચપ્રદેશ (Continental Plateau)
→ પૃથ્વીના પેટાળમાંથી થતી મંદ ભૂ-સંચલન ક્રિયાના કારણે સમગ્ર ભૂમિખંડ કે તેનો ઘણો મોટો ભૂ- ભાગ સમતલ સપાટી સાથે ઊંચકાયો હોય તેવા ભૂમિસ્વરૂપને "ખંડિય ઉચ્ચપ્રદેશ" કહે છે.
→ ખંડિય ઉચ્ચપ્રદેશને “શીલ્ડ” પણ કહેવાય છે.
→ ફાટપ્રસ્ફોટનથી લાવા પથરાઈને ઠરવાથી આ પ્રકારનો ઉચ્ચપ્રદેશ રચાય છે.
→ દક્ષિણ ભારતમાં આવેલ ઉચ્ચપ્રદેશ આવેલ ઉચ્ચપ્રદેશ એ ખંડિય ઉચ્ચપ્રદેશનું ઉત્તમ ઉદાહરણ છે.
→ ઉદાહરણ :
ગ્રીનલેન્ડનો ઉચ્ચપ્રદેશ
અરબસ્તાનનો એન્ટાર્કટિકાનો ઉચ્ચપ્રદેશ
દક્ષિણ આફ્રિકાનો ઉચ્ચપ્રદેશ વગેરે..
કિનારાનો ઉચ્ચપ્રદેશ (Coastal Plateau)
→ ભૂ-સંચલનથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઊંચકાય અથવા ભૂમિખંડોના તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગને “કિનારાનો ઉચ્ચપ્રદેશ” કહે છે.
→ આવા ઉચ્ચપ્રદેશો મોટા ભાગે ખંડિય છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે.
→ દક્ષિણ ભારતના પૂર્વ કિનારાનો કોરોમાંડલનો ઉચ્ચપ્રદેશ એ કિનારાના ઉચ્ચપ્રદેશ તરીકે જાણીતો છે.
ગુમ્બદાકાર ઉચ્ચપ્રદેશ (Dom Shaped Plateau)
→ મેગ્માના દબાણથી ગુમ્બદાકાર ઉત્થાન થવાથી રચાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇