Ad Code

Desert of Kutch | Desert of Gujarat | કચ્છનો રણપ્રદેશ | ગુજરાતનો રણપ્રદેશ


→ કચ્છના રણપ્રદેશનું કુલ ક્ષેત્રફળ 27200 ચો. કિમી. છે.


→ કચ્છના રણપ્રદેશને મુખ્યત્વે બે ભાગમાં વહેચવામાં આવે છે.


  1. કચ્છનું મોટું રણ

  2. કચ્છનું નાનું રણ




કચ્છનું મોટું રણ



→ કચ્છની મુખ્ય ભૂમિની ઉત્તરમાં જે પૂર્વ –પશ્વિમ 256 કિલોમીટર લાંબુ છે તથા ઉત્તર – દક્ષિણ દિશામાં 128 કિલોમીટર પહોળું છે.


→ મધ્યકાળમાં અહીં સિંધુ નદી વહેતી હતી.


→ સિંધુ નદીનું મુખ કચ્છના અખાતમાં કોરીનાળ તરીકે જાણીતું છે.


→ આ નદી કાશ્મીરથી આવી કોરીનાળમાં જઈને કચ્છના અખાતને મળતી હતી.


→ 16 જૂન, 1819 ના રોજ કચ્છમાં આવેલા તીવ્ર ભૂંકપ (તીવ્રતા 8.9) ને કારણે જમીનનો ભાગ ઊંચકાઈ આવતા આ નદીના પ્રવાહની દિશા બદલાઈ ગઈ અને પાણીવાળો વિસ્તાર ધીમે ધીમે સુકાવો લાગ્યો અને કચ્છનું મોટું રણ અસ્તિત્વમાં આવ્યું.


→ આ સમગ્ર ઘટનાને અલ્લાહબંધ તરીકે ઓળખવામાં આવે છે.


→ એશિયાનું સૌથી મોટું પંપીંગ સ્ટેશન કચ્છના મોટા રણમાં લખપત પાસે છે.


→ કચ્છના મોટા રણમાં આવેલ છાડ બેટ એ ભારત – પાકિસ્તાન વચ્ચેની આંતરાષ્ટ્રીય સીમા આવેલી છે.


→ જેનું નિવારણ કરવા માટે એક ટ્રિબ્યુનલની રચના કરાઇ હતી.


→ આ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા.


→ છાડ બેટના વિવાદનો ચુકાદો મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આવ્યો હતો.


→ છાડ બેટ એ પાકિસ્તાનના ભાગ તરીકે ગણવામાં આવ્યો છે.


→ કચ્છના મોટા રણમાં પચ્છમ,ખદિર, બેલા અને ખાવડા જેવા ઊંચા ભૂમિ ભાગો આવેલા છે.


→ ખદિર બેટ નજીક ધોળાવીરા નામનું હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવ્યું છે. લુણી નદી એ કચ્છના મોટા રણની કુંવારીકા નદી છે.


→ આ રણની પશ્વિમે સિરક્રિક આવેલુ છે, જે બાણગંગા તરીકે ઓળખાય છે.



કચ્છનું નાનું રણ



→ ક્ષેત્રફળ : 4700 ચો. કિમી.


→ લંબાઈ : 128 કિમી. (પૂર્વ-પશ્વિમ)


→ પહોળાઈ : 16 થી 64 કિમી. (ઉત્તર – દક્ષિણ)


→ સમુદ્રના ઊંચકાવ અને નદીઓના નિક્ષેપણથી આ રણનું નિર્માણ થયું છે. આ રણ સફેદ રણ તરીકે પણ ઓળખાય છે.


→ ભારતમાં જોવા મળતું એક માત્ર ગધેડાનું અભયારણ્ય અહીં આવેલું છે.


→ આ અભયારણ્ય ઘુડખર અભયારણ્ય કહેવાય છે.


→ કચ્છના રણને આગળ વધતું અટકાવતી કુદરતી રચના એટલે સુરજબારી.



કચ્છના રણની મુખ્ય વિશેષતા



→કચ્છનું રણ એ રણ નહીં પરંતુ ખારાપટનો વેરાન પ્રદેશ, જેની રચના કિનારાના ક્ષારીય કાદવ –કિચડવાળા પ્રદેશોની જેમ થઈ છે.


→ કચ્છના રણ ખંડિય છાજલી ઊંચકાવવાથી બનેલું હોવાનું મનાય છે.


→ ચોમાસામાં બંને રણ નદીઓના જળબંબાકાર થતાં ઉપસેલા ટેકરા જેવા ભાગો મોટા રણમાં “બેટ” અથવા “ટાપુ” જ્યારે નાના રણમાં "ટીંબા" કહેવાય છે.


→ શિયાળામાં રણનું પાણી સુકાતાં સપાટી ઉપર અને નીચેના સ્તરમાં ક્ષારનો પોપડા જામે છે. આ ક્ષારથી છવાયેલો ભાગ “ખારો” કહેવાય છે.


→ રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને ઘણો કડવો ક્ષાર “ખારીસરી” કહેવાય છે., જ્યારે રણણો ઊંચો ભાગ “લાણાસરી” કહેવાય છે.


→ બન્ની પ્રદેશના ઘાસમાંથી બનેલા ઝૂંપડાં ને ભૂંગા કહે છે,. જે કચ્છના સ્થાનિક લોકોનું નિવાસ છે.


→ ભૂંગા એ ઘોરાડમાં યોજાતો રણોત્સવની ખાસિયાતોમાંણો એક ભાગ છે.


→ ઘોરાડ ગામ પાસે ડિસેમ્બરમાં રણોત્સવ યોજાય છે.


→ ભૂંગાઓના સમૂહને “વાઢ” કહેવામાં આવે છે.


→ કચ્છના અખાતનું પાણી નીચાણવાળી જગ્યામાંથી પસાર થઈ કચ્છના નાના રણમાં અને ત્યારબાદ નળ સરોવરમાંથી પસાર થઈ અંતે ખંભાતના અખાતને મળે છે.


Post a Comment

0 Comments