→ જમીન એટલે પૃથ્વીની ઉપરની ભૂ-સપાટી ઉપરના તળખડકોના ખવાણથી ઉપલબ્ધ થતાં જૈવિક અને અજૈવિક પદાર્થોના સંમિશ્રણથી બનેલું ઉપરનું પાતળું પડ.
→ ભારતમાં Indian Council of Agricultural Research (ICAR) (ભારતીય કૃષિ સંશોધન પરિષદ) દ્વારા ભારતની જમીનોને 8 ભાગમાં વહેંચવામાં આવી છે.
→ જમીનનું લગભગ 2.5 સે.મી પડ તૈયાર થતાં લગભગ 1000 વર્ષ કરતાં પણ વધુ સમય લાગે છે.
→ ઉષ્ણ તાપમાન, વર્ષા, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખડકોની ખુલ્લી સપાટીવાળા ભાગોનું ખવાણ થતાં ખડકોનો ભૂકો તૈયાર થાય છે.
→ આ ખડકકણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન બને છે.
→ કોઈ પણ વિસ્તારની જમીનના સપાટીસ્તર (surface soil) અને ઉપસ્તર(sub soil) – એવા 2 વિભાગ પાડી શકાય.
→ સપાટીસ્તર સામાન્ય રીતે 15થી 25 સેમી. જાડાઈનું હોય છે. તેમાં રહેલાં વધુ પડતાં જીવજન્ય દ્રવ્યોને કારણે તે ઘેરા રંગવાળું બને છે અને વધુ ફળદ્રૂપ હોય છે. વનસ્પતિવિકાસ માટેના જરૂરી સૂક્ષ્મ જીવાણુ આ ઉપલા પડમાં રહેલા હોય છે. જમીનનું ઉપસ્તર અચોક્કસ જાડાઈનું હોય છે. આ સ્તર પ્રમાણમાં સખત, ઓછા જીવજન્ય દ્રવ્યવાળું, ઓછી ભેદ્યતાવાળું હોય છે; પરંતુ તે ભેજનો સંગ્રહ વધુ પ્રમાણમાં કરી શકે છે. આ બંને પડથી બનેલા જમીન વિભાગને ઇજનેરો રેગોલિથ પર્યાયથી ઓળખાવે છે.
→ વિશ્વમાં કુલ 17 પ્રકારની જમીન જોવા મળે છે.
→ ભારતમાં 8 પ્રકારની જમીન તથા ગુજરાતમાં 7 પ્રકારની જમીન જોવા મળે છે.
→ ગુજરાતમાં રાતી પ્રકારની જમીન જોવા મળતી નથી.
ગુજરાતમાં જમીનના પ્રકાર
→ જમીનને તેના બંધારણ, ફળદ્રુપતા અને રંગરૂપના આધારે જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવે છે જેને જમીનનું વર્ગીકરણ કહેવામાં આવે છે.
→ સૌપ્રથમ ઈ.સ. 1938માં યુ.એસ.એ. માં જમીનનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
0 Comments