→ બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા દરમ્યાન, યુનાઈટેડ સ્ટેટ્સે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બે અણુબૉમ્બ ઝીંકયા હતા.
→ જાપાન સહીત વિશ્વના અનેક દેશોમાં ૬ ઓગષ્ટના રોજ હિરોશીમા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ રાષ્ટ્રપ્રમુખ હૅરી એસ. ટ્રુમૅનના વહીવટી આદેશથી, ઑગસ્ટ 6, 1945ના, સોમવારના યુનાઈટેડ સ્ટેટ્સે હિરોશિમા શહેર પર "લિટલ બૉય" નામનું અણુશસ્ત્ર ઝીંકયું અને તેના પછી ઑગસ્ટ 9ના નાગાસાકી પર "ફૅટ મૅન" નામના અણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો.
→ જેમાં હુમલાની માત્ર ૧ મિનિટમાં હિરોશીમાનો ૮૦% હિસ્સો બળીને ખાખ થઇ ગયો. આથી , આ ઘટનાની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ નાગાસાકી પર થયેલા વિસ્ફોટના છ દિવસ પછી, ઑગસ્ટ 15ના, જાપાને મિત્ર રાષ્ટ્રો સામે નમતું જોખીને પોતાની શરણાગત થવાની જાહેરાત કરી, અને સપ્ટેમ્બર 2ના શરણાગતિના સ્વીકૃતિપત્ર પર હસ્તાક્ષર કરીને, પૅસિફિક યુદ્ધ અને તેથી કરીને બીજા વિશ્વયુદ્ધ પર અધિકૃત રીતે પૂર્ણવિરામ મૂકયું.
→ મે 7ના જર્મનીએ તેના શરણાગતિના સ્વીકૃતિપત્ર પર હસ્તાક્ષર કર્યા અને એ રીતે યુરોપમાં યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાયું.
0 Comments