સાદો વર્તમાનકાળ




સાદો વર્તમાનકાળ



→ મુખ્ય ક્રિયાપદ

→ સાદો વર્તમાનકાળ હંમેશાં કે રોજની થતી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે.

→ સાદો વર્તમાનકાળ સનાતન સત્ય , સિંધ્ધાંત, સ્થાયી કાર્ય દર્શાવવા માટે વપરાય છે.

→ Here અને There થી શરૂ થતાં આશ્વર્યજનક વાક્ય માટે

→If, Unless, When, Before, After, Till, Until, As soon as , As long as, in case થી શરૂ થતાં વાક્યમાં એક વાક્ય સાદા ભવિષ્યકાળનું તો બીજા વાક્યમાં સાદા વર્તમાનકાળ વપરાય છે.

→ લેખકના કથનને અવતરણ ચિહનમાં અભિવ્યકત કરવા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે.

→ લાગણીઓ, માન્યતા, માનસિક ક્રિયાકલ્પ અભિવ્યક્ત કરવા

→ ભવિષ્યના નિશ્વિત કાર્યક્રમ અને નિશ્વિત આયોજન માટે

→ સાદા વર્તમાનકાળમાં Daily, Everyday, Always, Often, Habitually, Sometimes, Every Day , every month, every year , every evening, generally, every week, every noon, usually, once a day, once a week , once a month, rarely hardly જેવા શબ્દો પરથી ખ્યાલ આવે છે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે.

→ પહેલો પુરૂષ અને બીજો પુરુષ એકવચન અને બહુવચન તથા ત્રીજા પુરુષ બહુવચનમાં સાદા વર્તમાનકાળમાં ક્રિયાપાદનું મૂળરૂપ રહે છે.

→ ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપાદને અંતે "s" કે "es" પ્રત્યય લાગે છે.

→ જે ક્રિયાપદના છેલ્લા અક્ષરો ss, sh, ch, x કે o હોય તો તે ક્રિયાપાદને "es" પ્રત્યય લાગે છે.

→ જે ક્રિયાપદના છેલ્લા અક્ષર "Y" હોય અને તે પહેલાં વ્યંજન હોય તો "Y" નો "I" કરીને "es" લાગે છે.

→ જો "Y" પહેલાં સ્વર હોય તો "es" લાગતો નથી.

→ વાક્યને પ્રશ્નાર્થ અને નકાર બનાવું હોય તો સહાયકારક ક્રિયાપદ Do અને Does નો ઉપયોગ થાય છે.

→ ત્રીજા પુરુષ એકવચનમાં વાક્યને પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે Does નો ઉપયોગ થાય છે. ક્રિયાપાદને લાગેલ "s" કે "es" પ્રત્યય નીકળી જાય છે.

→પરંતુ બાકી બીજા બધા પુરુષ અને વચનમાં વાક્યને પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે Do નો ઉપયોગ થાય છે.


વાક્ય રચના



→ હકાર વાક્ય રચના : કર્તા + ક્રિયાપદ + કર્મ + અન્ય શબ્દો

→ પ્રશ્નાર્થ વાક્ય રચના : do /does + કર્તા + ક્રિયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય શબ્દો +?

→ નકાર વાક્ય રચના : કર્તા + do /does + not + ક્રિયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય શબ્દો

    → i.e.
  1. Does she got to school daily?

  2. She does not go to school daily






"TO BE" ક્રિયાપદનું રૂપ: (am, is, are)



→ "TO BE" એટલે અસ્તિત્વમાં હોવું.

→ "TO BE" કોઈ ક્રિયા સૂચવતું નથી પણ થવા અથવા હોવાના સંદર્ભમાં વપરાય છે ત્યારે તેને કોઈ પ્રત્યય લાગતો નથી.

→ "TO BE" ના રૂપને કર્તા આગળ મુકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે.

→ "TO BE" ના રૂપને કર્તા પાછળ મુકવાથી વાક્ય નકાર બને છે.


"TO HAVE" (ની પાસે હોવું) ક્રિયાપદનું રૂપ : Has/ Have



→ "TO HAVE" માલિકીના સંદર્ભમાં કોઈ વાત કરવાની હોય ત્યારે "Have" ના રૂપો વપરાય છે.

→ "Have" ના બે રૂપો છે : Has અને Have

→ ત્રીજા પુરુષ એકવચન સાથે "Has" વપરાય છે.

→ "Have" બીજાં બધાં સર્વનામ અને નામ સાથે વપરાય છે.

→ વાક્યને પ્રશ્નાર્થ બનાવું હોય તો "Has" કે "Have" કર્તાની આગળ મુકાય છે.

→ વાક્યને નકાર બનાવું હોય તો "Has" કે "Have" પછી "Not" મુકાય છે.

→ જો "Has" કે "Have" સાથે એકલું એકવચનનું નામ હોય તો નકાર વાક્યમાં "No" નો ઉપયોગ થાય છે.

→ હકાર વાક્ય : i.e. I have a red pen.

→પ્રશ્નાર્થ વાક્ય : i.e. Have I red pen?

નકાર વાક્ય : i.e. I have not a red pen.

એકવચન'વાક્ય :i.e. I have no pen

વાક્ય રચના :કર્તા + ક્રિયાપદ + કર્મ




Also read

  • Simple Present Tense
  • Simple Past Tense
  • Simple Future Tense
  • Present Continuous Tense
  • Past Continuous Tense
  • Present Perfect Tense
  • Past Perfect Tense

  • Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો