Ad Code

Simple Future Tense || સાદો ભવિષ્યકાળ




Simple Future Tense (સાદો ભવિષ્યકાળ)



→ મુખ્ય ક્રિયાપદ :
→ ભવિષ્યની ક્રિયા સૂચવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે.

વાક્ય રચના :

કર્તા + shall/ will + ક્રિયાપદનું મૂળ રૂપ + કર્મ



→ કર્તાની સાથે "shall/ will" + ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાથી સાદો ભવિષ્યકાળ સૂચવાય છે.

વાક્યની અંદર "tomorrow, at this time, next month, day, year, evening, morning " અથવા તો સમયદર્શક શબ્દના ઉપયોગ દ્વારા જાણી શકાય કે તે વાક્ય સાદા ભવિષ્યકાળનું છે.

→ સામાન્ય રીતે "I" અને "We" સાથે "Shall" વપરાય છે.

→ You, He, She, It અને They સાથે "Will" વપરાય છે.

→ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો Shall/Will મુકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે.

→ વાક્યને નકાર બનાવવું હોય તો Shall/Will પછી not મુકવાથી નકાર વાક્ય બને છે.



i.e.: I shall buy a toy tomorrow.

Will you sing a song?

She will not go to school today.

"Going To"


વાક્ય રચના : કર્તા + am/is/are + going to + ક્રિયાપદનું મૂળ રૂપ + કર્મ


જે રીતે shall અને will ના ઉપયોગથી ભવિષ્યકાળ સૂચવાય છે તેમ to be going to ના ઉપયોગથી પણ અમુક ક્રિયા ભવિષ્યમાં થવાની તે સૂચવાય છે.

વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો am, is, are કર્તા આગળ મુકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે.

વાક્યને નકાર બનાવવું હોય તો am, is, are પછી not મુકવાથી નકાર વાક્ય બને છે.

i.e.: They are going to start a business.

Are you going to finish this work?

I am not going to finish this work.

To Be +મુખ્ય ક્રિયાપદ+ Ing

વાક્ય રચના : કર્તા + am/is/are + + ક્રિયાપદ + ing + કર્મ
ચાલુ વર્તમાનકાળની રચના દ્વારા પણ ભવિષ્યકાળ દર્શાવવાય છે.

ચાલુ વર્તમાનકાળના વાક્યમાં સમય દર્શક શબ્દ જેવા કે this evening, tomorrow, next વગેરે દર્શાવેલ હોય તો તે ભવિષ્યમાં થવાની ક્રિયાનો સંદર્ભ સૂચવે છે.

વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો am, is, are કર્તા આગળ મુકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે.

વાક્યને નકાર બનાવવું હોય તો am, is, are પછી not મુકવાથી નકાર વાક્ય બને છે.

i.e.
Mr. Shah is buying a new scooter next week.

Is he coming tomorrow?

We are not playing cricket match next sunday.



Also read

  • Simple Present Tense
  • Simple Past Tense
  • Simple Future Tense
  • Present Continuous Tense
  • Past Continuous Tense
  • Present Perfect Tense
  • Past Perfect Tense

  • Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો

    Post a Comment

    0 Comments