→ ઉપયોગ : નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે.
→ મુખ્ય ક્રિયાપદ:
→ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે.
→ આ કાળ માં ભૂતકાળનો સમય દર્શાવતા શબ્દોનો ઉપયોગ થાય છે. જેવા કે, Yesterday, Last day, last week, last year, last month, last year, Before, After,when વગેરે....
→ આ કાળમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય છે.
→ નિયમિત ક્રિયાપદને સામાન્ય રીતે “ed” પ્રત્યય લગાવવાથી ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ બને છે.
→ ક્રિયાપદને અંતે “e” આવે અને તેનો ઉચ્ચાર થતો ન હોય તો ફક્ત “d” લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે.
→ ક્રિયાપદને અંતે “Y” આવે અને તે પહેલાં વ્યંજન હોય તો “Y” નો “I” કરીને “ed” પ્રત્યય લગાવવામાં આવે છે. પરંતુ “Y” પહેલાં સ્વર હોય તો સીધું “ed” લગાવવામાં આવે છે.
→ i.e. Try – Tried, Cry – Cried, Play – Played
→ કેટલાંક ક્રિયાપદો અનિયમિત હોય છે. તેને “ed” પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બનતું નથી.
→ જયારે વાક્યને પ્રશ્નાર્થ કે નકારમાં ફેરવવું હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે “did” નો ઉપયોગ થાય છે અને ત્યારે વાક્યમાં ક્રિયાપાદનું મૂળરૂપ આવે છે.