Home Question & Answer GK - 6
GK - 6
દસમી સદીમાં પોરબંદર ક્યા નામે જાણીતું હતું?
પૌરવેલાકુલ
ગુજરાતનો સૌથી મોટો હાઇડ્રોપાવર જનરેશન પ્લાન્ટ ક્યાં આવેલો છે?
સુરત
કચ્છના ક્યા ગામમાંથી અંદાજે ૬.૫ કરોડ વર્ષ અગાઉના સરિસૃપ પ્રાણીઓના અસ્થિ અવશેષો મળી આવ્યાં છે?
વીરીગામ
અમદાવાદનો ઈતિહાસ લખનાર સૌપ્રથમ ઇતિહાસકાર કોણ હતા?
શેઠ મગનલાલ વખતચંદ
ગુજરાતમાં ગુપ્તવંશના શાસન બાદ જે વંશનો ઉદય થયો તે મૈત્રકવંશની રાજધાની કઈ હતી?<
વલભીપુર <
ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ક્યા નિગમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે?
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)
સોલંકીવંશના મહારાણી મીનળદેવીનું મૂળ નામ શું હતું?
મયણલ્લાદેવી
ગુજરાતના સૌથી જૂના સામાયિક બુદ્ધિપ્રકાશના સૌપ્રથમ સંપાદક કોણ હતા?
શેઠ મગનલાલ વખતચંદ
અમદાવાદને જયારે ૫૦૦ વર્ષ પુરા થયા ત્યારે ક્યા મેયરે કાંકરિયા તળાવનું સમારકામ કરાવી તેનો કાયાકલ્પ કર્યો?
ચીનુભાઈ શેઠ
અમદાવાદના ક્યા નગરશેઠને મુઘલ બાદશાહ જહાંગીર મામા કહીને સંબોધતો?
શેઠ શાંતિદાસ ઝવેરી
મુઘલકાળના અંત ભાગમાં ખુબ જ પ્રશિદ્ધ થયેલા ઉર્દુ શાયર વલી ગુજરાતી ક્યા શહેરના હતા?
અમદાવાદ
ગુજરાતમાં પાંચમી સદીમાં બંધાયેલું કયું મંદિર હજુ સુધી હયાત છે?
ગોપનું મંદિર
શ્રી કૃષ્ણ એ દ્વારિકા નગરી વસાવ્યા પહેલા તે ક્યા નામથી ઓળખાતી હતી?
કુશ:સ્થલી
મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે પાટણમાં સોલંકીવંશના કયા રાજવીનું શાસન હતું?
ભીમદેવ પહેલો
અકબરના નવ રત્નોમાંના એક તાનસેનને માત આપનાર બૈજુ બાવરા ગુજરાતના ક્યા શહેરનાવતની હતા?
ચાંપાનેર
વડોદરા પાસે આવેલું કાયાવરોહણ તીર્થ કોનું જન્મસ્થાન છે?
ભગવાન લકુલીશ
ગુજરાતી સાહિત્યમાં ગરબા લખનાર પ્રથમ કવિ કોણ હતા?
વલ્લભ મેવાડા
ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક ગણાતા શ્રીમદ્ રાજચંદ્ર એ સ્થાપેલા આશ્રમ ગુજરાતમાં ક્યા આવેલા છે?
અગાસ
ગુજરાતી ભાષાના આદ્ય વ્યાકરણની રચના કોને કરી હતી?
હેમચંદ્રાચાર્ય
ગુજરાતના પ્રતાપી, દાનવીર તેમજ ભાવિક વસ્તુપાળ-તેજપાળ ક્યા રાજવીઓના દરબારમાં મંત્રીપદ ભોગવતા હતા?
વાઘેલાવંશના રાજવીઓ
ગાંધીજીની હાકલને અનુસરી રાજગાદી ત્યાગીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવનારા રાજવી કોણ હતા?
દરબાર ગોપાલદાસ
વડોદરા પાસે આવેલું કાયાવરોહણ તીર્થ ક્યા સંપ્રદાયનું મુખ્ય મથક છે?
પાશુપાત
સૌરાષ્ટ્ર અને કચ્ચમાંથી મળી આવતો કયો ખડક બાંધકામમાં કપચી તરીકે વપરાય છે?
બેસાલ્ટ
ચંદ્રગુપ્ત મોર્યે જૂનાગઢના આસપાસના વિસ્તારોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સુવર્ણસિકતા નદી પર જે બંધ બંધાવ્યો તેના દ્વારા રચાયેલા સરોવરનું નામ જણાવો.
સુદર્શન સરોવર
ભારતભરના બાર જ્યોર્તિલિંગોમાંનું એક જ્યાં અસ્તિત ધરાવે છે તેવા સોમનાથ તીર્થનું પ્રાચીન નામ કયું?
પ્રભાસ પાટણ
જૂનાગઢ સ્થિત અશોકના શિલાલેખમાં ક્ષત્રpવંશના ક્યા રાજવીએ પોતાના શિલાલેખ કોતરાવ્યો છે?
રુદ્રદામન
કળાના ક્ષેત્રે કચ્છી ઘરાનાની શરૂઆત કરનારનું નામ જણાવો.
રામસિંહ માલમ <
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ શામળાજીમાં ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા ક્યા પથ્થરમાંથી બનાવવામાં આવી છે?
કાળા આરસમાંથી
કચ્છમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે?
કોટયર્ક
ગુજરાતમાં સલ્તનતકાલીન સત્તા ક્યાં સુધી સ્વતંત્ર રહી શકી?
ઈ.સ. 1576
_______________________***********_______________________
0 Comments