શ્રી સુરેશચંદ્ર મહેતાનો જન્મ 5 ઓગાષ્ટ, 1936 ના રોજ કચ્છ જીલ્લાના માંડવી ગામમાં તઃયો હતો.
તેમણે બીએ, એલએલબીનો અભ્યાસ કરી વકીલાત કરી હતી.
ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે માંડવી બેઠક પરથી ચુંટાઇને ઈ.સ 1985 થી 1990 સુધી વિધાનસભામાં પક્ષના નેતા રહ્યા.
ઈ.સ 1995 ની ચુંટણીમાં માંડવી પરથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચુંટાઇને કેશુભાઈ પટેલના મંત્રીમંડળના નાણામંત્રી બન્યા.
કેશુભાઈ પટેલે રાજીનામું આપતાં અસંતુષ્ટ સભ્યોએ મુખ્યમંત્રી પદ માટે સુરેશભાઈ મહેતાની પસંદગી કરતાં તેઓ 21 ઓક્ટોબર, 1995 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
તેમણે અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવાની "સરસ્વતી સાધના યોજના" શરુ કરી.
19 સપ્ટેબર, 1996 ના રોજ સુરેશભાઈ મહેતાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.