→ માર્ચ, 1995 ની ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ વાર ભાજપને ૧૮૨ માંથી ૧૨૧ બેઠકો મળતાં ૧૪ માર્ચ, ૧૯૯૫ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભાજપ પ્રથમ વાર સત્તામાં આવ્યો.
→ તેઓ 14 માર્ચ, 1995 થી 21 ઓક્ટોબર, 1995 અને 4 માર્ચ, 1998 થી 06 ઓક્ટોબર, 2001 સુધી એમ બે વાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા હતાં.
→ તેઓ વર્ષ 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા.
→ તેમણે બાબુભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલ સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
→ ખેતી માટે ૧૪ કલાક વીજળીની સુવિધા આપી.
→ એસટી બસના ભાડામાં 20% ની રાહત આપી.
→ 21ઓક્ટોબર, 1995 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.