Home History ચુડાસમા રાજય | Chudasama dynasty
ચુડાસમા રાજય | Chudasama dynasty
ચુડાસમા રાજય
→ રાજા ચંદ્રચુડે ચુડા અને પિતાનું નામ સમા જોડીને ચુડાસમા શાખા ચાલુ કરી હોય હોય તેવું અનુમાન છે. ચંદ્રચૂડ (૮૭૫-૯૦૭) નાં મૂળરાજ, મૂળરાજ (૯૦૭-૯૧૫) ના પુત્ર વિશ્વવરાહ હતા. ચુડાસમા રાજવંશ ઈતિહાસમાં મહારાજા વિશ્વવરાહ (૯૧૫-૯૪૦) એક મહાન રાજા હતા, તેમનાં નામ પાછળ આવતા શબ્દ વરાહ અને પછીના જુનાગઢ બધા રાજવીઓ એ રાહ શબ્દ લગાડવાની શરૂઆત કરી. આમ જૂનાગઢ ના રાજાઓ એ રા શીર્ષક ધારણ કર્યું. વિશ્વવરાહ પછી રા' ગ્રહરિપુ (૯૪૦-૯૮૨) ગાદીએ આવ્યો.
→ મૂળરાજ -1લા ના સમયમાં સોરઠમાં ચુડાસમા વંશનો રાજા ગ્રાહરિપુ રાજય કરતો હતો.
→ મૂળરાજે એના પર ચડાઈ કરીને તેને હરાવ્યો.
→ રાજા ગ્રાહરિપુ પછી એનો પુત્ર રા’કવાત -1લો (ઈ.સ. 982 - ઈ.સ. 1003) સત્તા પર આવ્યો.
→ રા’કવાત પછી એનો પુત્ર રા’દયાસ (ઈ.સ. 1003 - ઈ.સ. 1010) ગાદીએ આવ્યો.
→ સોલંકી રાજા દુર્લભરાજે સોરઠ પર ચડાઈ કરી તેનો વધ કર્યો.
→ તેનો પુત્ર નવઘણ (નોંઘણ) પુખ્ત વ્યનો થતાં બાપીકું રાજય હસ્તગત કર્યું.
→ તેણે રાજધાની વંશથળીથી જુનાગઢ ખસેડી.
→ રા’નવઘણ-1લાના પછી તેનો પુત્ર રા’ખેંગાર -1લ ો ગાદીએ આવ્યો.
→ તેની પુત્રી ઉદયમતી ભીમદેવ -1લા ની રાણી બની.
→ રા’ખેંગાર -1લા પછી રા’નવઘણ-2 પછી રા’ખેંગાર – 2જો ગાદી પર આવ્યો.
→ સિદ્ધરાજ જ્યસિંહે તેના પર ચડાઈ કરીને હરાવ્યો.
→ ઈ.સ. 1024 (વિ.સં. 1070)માં શરૂ થયેલો સિંહ સંવત આ વિજયની યાદગીરીમાં જયસિંહદેવે શરૂ કર્યો.
→ સિદ્ધરાજ જ્યસિંહે સજ્જનમંત્રીને સોરઠનો દંડાધિપતી નિમયો.
→ સિદ્ધરાજ જ્યસિંહ માળવા સામે યુદ્ધમાં રોકાયો હતો ત્યારે રા’ખેંગાર-2જાના પુત્ર નવગણ -3જાએ જેઠવા રાણા નાગજીની મદદથી સોરઠની સત્તા હસ્તગત કરી અને સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું (ઈ.સ. 1136).
→ તેના પુત્ર રા’કવાત -2જા એ (ઈ.સ. 1140 થી ઈ.સ. 1152) એ કુમારપાળને ખંડણી આપવાનું બંધ કર્યું, પરંતુ આખરે સોલંકીઓનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું.
→ ભીમદેવ – 2જા ના સમયમાં ગઝનીનો મયુઝઝુદ્દીન ગુજરાત પર ચડી આવ્યો ત્યારે રા’જયસિંહ -1લા (ઈ.સ. 1152-ઈ.સ. 1180)એ અન્ય સામંતોની જેમ ભીમદેવની મદદ કરી.
→ તેના પછી રા’ રાયસિંહ અને તેના પછી રા’મહિપાલ -2જ ો (ઈ.સ. 1184- 1201) ગાદીએ આવ્યા.
→ રા’મહિપાલ -2જાના સેનાપતિ ચૂડામણિએ માંગરોળ અને ચોરવાડનો પ્રદેશ ઝૂંટવી લીધો, જે એના મૃત્યુ પછી જેઠવાઓએ પાછો લઈ લીધો.
→ રા’મહિપાલ-2જા પછી અનુક્રમે રા’જ્યમલ (1201-1230), રા’મહિપાલ -3જો (ઈ.સ. 1230 – 1253), રા’ખેંગાર -3જો (ઈ.સ. 1213-1200) થયા.
→ રા’મંડલિક -1લા (1260- 1306)ના સમયમાં અલાઉદ્દીન ખીલજીની ફોજે અંહિલપુર પર પકડ જમાવી, સોમનાથ મંદિરનો અને બીજાં અનેક મંદિરોનો ધ્વંસ કર્યો.
→ રા’માંડલિકે પ્રભાસપાટણ પર હુમલો કરીને ત્યાં મુસ્લિમ અધિકારીઓને મારી કબજો જમાવ્યો અને વાજા વયજલદેવને પ્રભાસપાટણનો અધિકાર સોંપ્યો.
→ રા’મંડલિક -1લા પછીના રાજવીઓ અનુક્રમે રા’નવઘણ -4થો, રા’મહિપાલ -3જો, રા’ખેંગાર -4થો, રા’જયસિંહ -2જો, રા’મહિપાલ -4થો, રા’મોકળસિંહ, રા’માંડલિક -2જો, રા’મેલીંગદેવ, રા’જ્યસિંહ-3જો, રા’મહિપાલ -5મો, રા’માંડલિક -3જાનો સમયગાળો ગુજરાતનાં મધ્યકાલીન ઈતિહાસમાં આવે છે.
→ રા' માંડલિક તૃતીય (૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો.
→ રા' માંડલીક તૃતીયના પરાજય બાદ તેમના પુત્ર ભુપતસિંહજીને મહમદ બેગડા એ જુનાગઢના સામંત તરીકે ગાદીએ સ્થાપ્યા, ત્યારથી તેમના વંશજો "રાયજાદા" કહેવાયા.
Also Read →સોલંકી વંશ
ચુડાસમા વંશની વંશાવલી
ગ્રાહરિપુ (940 -982)
રા’કવાત -1લો (982-1003
રા’દયાસ (ઈ.સ. 1003 - ઈ.સ. 1010)
સોલંકી શાસન (૧૦૧૦-૧૦૨૫)
રા’નવઘણ-1લા (1025 -1044)
રા’ખેંગાર -1લો (1044-1067)
રા’નવઘણ-2 (1067 - 1098)
રા’ખેંગાર – 2જો (1098 -1114)
સોલંકી શાસન (ઈ.સ. ૧૧૧૪-૧૧૨૫)
રા’નવગણ -3જો (1125 -1140)
રા’કવાત -2જા (1140 -1152)
રા’જયસિંહ -1લો (1152 -1180)
રા’રાયસિંહ (1180- 1184)
રા’મહિપાલ 1લો (1184 - 1201)
રા’જયપાલ ( 1201 - 1230)
રા’મહિપાલ -2જો (1230 - 1253)
રા’ખેંગાર 3જો (1253- 1260)
રા’માંડલિક 1લો (1260- 1306)
રા’નવઘણ -4થો (1306- 1308)
રા’મહિપાલ -3જો (1308 -1325)
રા’ખેંગાર -4થો (1325- 1351)
રા’જયસિંહ -2જો (1351 -1373)
રા’મહિપાલ -4થો (1373)
રા’મોકળસિંહ (1373- 1397)
રા’માંડલિક -2જો (1397- 1400)
રા’મેલીંગદેવ (1400 -1415)
રા’જ્યસિંહ-3જો (1415-1440)
રા’મહિપાલ -5મો (1440 - 1451)
રા’માંડલિક -3જા (1451 - 1473)
0 Comments