→ ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં સોલંકીકાળ રાજકીય તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે “સુવર્ણકાળ” ગણાય છે.
→ વિ.સં. 998 (ઈ.સ. 942) માં વનરાજ ચાવડાના વંશજ એટલે કે સામંતસિંહની બહેન લીલાવતી અને રાજીનો પુત્ર મૂળરાજે મામા સામંતસિંહની હત્યા કરી અને પાટણની ગાદીએ ગુજરાતમાં સોલંકી યુગની સ્થાપના કરી.
→ પ્રતિહાર નરેશ મહિપાલના ઉત્તરાધિકારી મહેન્દ્રપાલ – 2ના કાર્યકાળમાં મૂળરાજે ગુર્જરભૂમિની દક્ષિણે નવું રાજ્ય સ્થપાયું હતું.
→ મૂળરાજના પિતા રાજી મૂળ દક્ષિણના ચૌલુકયકુળનો હતો.
→ તે કનોજના પ્રતિહાર સામ્રાજ્યના મહાસામંત તરીકે ગુર્જરભૂમિમાં રાજસત્તા કરતો હતો.
→ આ વંશના રાજાઓને સંસ્કૃતમાં “ચૌલુકયો” કહેતા. ગુજરાતીમાં તેઓ “સોલંકી” તરીકે ઓળખાય છે.
અન્ય માહિતી
→ મૂળમાં આ કુળનું નામ “ચુલિક” અને “શુલિક” નામે જાતિના નામ પરથી પડ્યું હોય તેવું લાગે છે.
→ આગળ જતાં એ દેશ્ય શબ્દનું સંસ્કૃતિકરણ કરવામાં આવ્યું ત્યારે એ નામ “ચલુક” અને “ચુલુક” પરથી વ્યુત્પન્ન થયેલું ગણાયું.
→ સંસ્કૃતમાં “ચલુક” અને “ચુલુક” બંને રૂપ છે જેનો અર્થ થાય છે. “ખોબો” કે “કમંડલુ”
→ પૌરાણિક માન્યતા અનુસાર, દાનવોના ઉપદ્રવ સામે રક્ષણ માટે દેવોને પ્રાર્થના કરતાં સાંધ્યવદન સમયે બ્રહ્મોએ પવિત્ર જળ ભરેલા ચુલુકમાંથી “ચુલુક્ય” નામે વીર ઉત્પન્ન કર્યો અને તેનામાંથી “ચૌલુકય” નામે વીર ઉત્પન્ન અને તેનામાંથી “ચૌલુકય” વંશ આવ્યો.
→ આ રાજવંશને પૌરાણિક “ચંદ્રવંશ” સાથે પણ સાંકળવામાં આવે છે.
→ ભાટ –ચારણોની અનુશ્રુતિ પ્રમાણે વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાં અર્બુદાગિરિ પર પ્રગટ થયેલા ચાર કુળો – પરમાર, પ્રતિહાર, ચૌલુક્ય, ચાહમાન
→ કેટલાક અર્વાચીન ઈતિહાસ –સંશોધકોએ પ્રતિહારોની જેમ ચૌલુકયો ગુર્જર જાતિના હતા એવું સૂચવ્યું.
→ “ભીલ્લમાલ”ની આસપાસનો વિસ્તાર અગાઉ “ગુર્જરદેશ” તરીકે ઓળખાતો હતો.
→ “ગુર્જરદેશ” માટે ગુર્જરત્રા અને ગુજજરત્તા જેવા શબ્દો વપરાતા.
→ પરંતુ બાદમાં આબુની ઉત્તરે આવેલા એ મૂળ પ્રદેશ માટે એ નામ લુપ્ત થઈ ગયું અને દક્ષિણ તરફના વિસ્તાર માટે વપરાતું થયું.
→ સૌપ્રથમ “ગુર્જર દેશ” એ નામ ચૌલુકય કાળમાં લાગુ પડ્યું.
→ ચૌલુકય રાજાઓએ અર્થમાં “ગુર્જર” કે “ગુર્જરરાજ” કહેવાયા.
0 Comments
Any suggestions, Please comment Below 👇