→ આ શૈલી પશ્વિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને માળવામાં ઈ.સ. 12મી સદીના આરંભમાં અસ્તિત્વમાં આવી અને 16મી સદીના અંત સુધી ટકી રહી.
→ આ ચિત્રો તાડપત્રો અને કાગળની હસ્તપ્રતો કે પોથીઓ પર આલેખાયેલાં લઘુચિત્રો મુખ્યત્વે જૈન ધર્મ આધારિત છે. પરિણામે આ લઘુચિત્રોની શૈલી “જૈન શૈલી”ના નામે ઓળખાય છે.
→ કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, નેમિનાથ સૂત્ર, કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો આલેખાયેલા જોવા મળે છે.
→ આ શૈલીનાં ચિત્રો પણ પોથીના કાગળ ઉપર લખાણ સિવાયની નક્કી કરેલી જગ્યામાં જ કરવામાં આવતા હોય ચિત્રકારને મુક્ત અભિવ્યક્તિનો બિલકુલ અવકાશ નથી.
→ પાત્રોમાં અક્કડપણું, એક વિધતા, ટૂંકા પાત્રો, ગરુડની ચાંચની જેમ ગાલથીયે આગળ નીકળેલું અણીવાળું નાક, મોટી અને લાંબી આંખ (એક આંખ ચહેરાની બહાર નીકળેલી લાગે) આગળ નીકળેલી છાતી, પાતળું પેટ, અણીદાર આંગળીઓ અને આસન પર ટટ્ટાર રીતે લીધેલી બેઠક આ જૈન શૈલીના પાત્રોની લાક્ષણિકતા છે.
→ રંગોમાં મુખ્યત્વે લાલ, ભૂરો, લીલો અને સોનેરી તથા પીળો મુખ્ય છે.
→ મર્યાદિત ફલક ઉપર પણ ચિત્રોનું સુંદર આયોજન, સબળ રેખાંકન અને ભભકદાર સમતોલન રંગપૂરણી તે વખતના કલાકારની કલાસૂઝનો ખ્યાલ આપે છે.
→ જૈન શૈલીના નમૂના ગુજરાતમાં જ સૌથી વિશેષ મળ્યા હોય આ શૈલી ગુજરાતને ગૌરવ અપાવ્યું તેથી તેને “ગુજરાત શૈલી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ આ જૈન શૈલીએ અગાઉની અજંતાની કલા ને પછી રાજપૂત- મોગલ કલા વચ્ચેના સમયગાળામાં ભારતીય ચિત્રકલાનું અસ્તિત્વ અને પરંપરા ટકાવી રાખવામા મહત્વનો ફાળો આપ્યો છે.
→ જૈન હસ્તપ્રતોમાં લાહિયાઓએ જે લખાણની લઢણ ઊભી કરી તેને કેલિગ્રાફી ક્વોલિટી કહેવાય છે અને જે રેખા વાપરી છે તે બહુ જ ધારધાર છે.
→ સોનાના વરખ ચોંટાડીને તે પર પણ ચિત્રાંકન થયું અને વરખને ઓગાળી તેની શાહીથી પણ લખાણ થયું છે.
→ જૈનેતર ધારામાં અભિનવ નામમાલા અને ભાગવત દશમસ્કંધ બંને પોથીઓમાં ચિત્રણ આ શૈલીના છે.
0 Comments