→ આ વંશનું શાસન પંચાસરમાં હતું અને તેનો રાજા જયશિખરી હતો.
→ ભુવડ નામના રાજાએ પંચાસર ઉપર આક્રમણ કર્યું અને જયશિખરીને મારી નાંખી રાજય પડાવી લીધું.
→ તે સમય દરમિયાન રાજા જયશિખરીની રાણી રૂપસુંદરી સગર્ભા હોવાથી જયશિખરીનો સાળો સુરપાલસિંહ રાણી રૂપસુંદરીને જંગલમાં સલામત સ્થળે લઈ ગયો. જ્યાં જંગલમાં રાણીએ વનરાજને જન્મ આપ્યો.
→ વનરાજનો ઉછેર જૈન અનુશ્રુતિ મુજબ શીલગુણસૂરી નામે જૈન આચાર્ય અને ધર્મારણ્ય માહાત્મયના ત્રિવિધ બ્રાહ્મણોની નિશ્રામાં થયો.
→ વનરાજે પોતાના પિતાએ ગુમાવેલ રાજય પંચાસર એ 50 વર્ષનો થયો ત્યારે પાછું મેળવ્યું અને ચાવડા વંશની સ્થાપના કરી, જેનો સમય લગભગ ઈ.સ. 746નો માનવમાં આવે છે.
→ ચાવડા વંશની સ્થાપનાની સાથે તેણે નવી રાજધાની “અણહિલપુર પાટણ” ને બનાવી હતી.
→ વનરાજે રાજયાભિષેક વખતે કાકર ગામની વણિક શ્રીદેવી પાસે તિલક કરાવ્યુ હતું.
→ વનરાજ ચાવડા પછી પુત્ર યોગરાજ રાજા બન્યો, જે ન્યાયપ્રિય હતો અને તેના પછી યોગરાજનો પુત્ર ક્ષેમરાજ રાજા બન્યો જે લૂંટની વૃત્તિ કરતો હતો જેના કારણે તેમના પિતા યોગરાજથી તે સહન ન થતાં તેમણે દેહત્યાગ કર્યો.
→ રાષ્ટ્રકૂટાદિ સમકાલીન રાજયોના અભિલેખો પરથી મળતી માહિત મુજબ ચાવડાઓ (ચાપોત્કટો)ની સત્તા હાલના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા જેટલા વિસ્તારમાં સીમિત હોવાનું માલૂમ પડે છે.
→ ચાવડા(ચાપોત્કટો) વંશના કોઈ અભલેખ અને સિક્કા ઉપલબ્ધ નથી.
0 Comments