Vaghela - Solanki Dynasty : Karnadev - 2 | વાધેલા – સોલંકી વંશ : કર્ણદેવ – 2જો (ઈ.સ. 1294 થી ઈ.સ 1304)


કર્ણદેવ – 2જો (ઈ.સ. 1294 થી ઈ.સ 1304)



→ કર્ણદેવ-2જો એ અણહિલવાડના ચૌલુકય વંશ / વાઘેલા વંશ અને ગુજરાતનો અંતિમ રાજા હતો.

→ ઉપનામ : કરણઘેલો

→ તે દુષ્ટ, રંગીન મિજાજી એન પ્રજા વિરોધી રાજા હતો.

→ તેણે પોતાની સેનાપતિ માધવની પત્ની (વાસંતી) પરબ નજર રાખી હતી.

→ અનશ્રુતિ અનુસાર માધવની પત્ની કે પુત્રીનું અથવા માધવના નાના ભાઈ કેશવની પત્નીનું કર્ણદેવે હરણ કર્યું હતું અને અત્યાચાર ગુજાર્યો હતો.

→ આ સમય દરમિયાન માધવને કોઈ કારણસર બહાર મોકલવામાં આવે છે. જ્યારે માધવ પાછો ફરે છે ત્યારે તેની બધી હકીકત ખબર પડે છે.

→ ત્યાર બાદ માધવે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીને ગુજરાતને જીતવા આમંત્રણ અને સહાયતાનું વચન પણ આપ્યું.

→ સુલતાન અલાઉદ્દીન ખીલજીએ પોતાના સરદાર ઉલૂઘખાન એન નુસરતખાનને ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા હતા.

→ માધવે કર્ણદેવ – 2જા ની શાન ઠેકાણે લાવવા માટે અને પોતાના કુટુંબ પર થયેલા અત્યાચારનું વેર લેવા માટે અલાઉદ્દીનને ગુજરાત પર ચડાઈ કરવા પ્રેર્યો હતો.










→ સુલતાનની ફોજને જાલોરના રાજા કાન્હડદેવે જવા દેવાની ના પાડી, પરંતુ મેવાડના અમરસી રાવળે રસ્તો આપ્યો.

→ ઈ.સ। 1299 માં યુદ્ધ દરમિયાન કર્ણદેવની રાણી /પત્ની કમલાદેવી ઉલૂઘખાન હાથે પકડાઈ ગયા તેમને દિલ્હી મોકલ્યા અને ત્યાં અલાઉદ્દીન ખીલજી સાથે તેમના લગ્ન થયા.

→ નંદશંકર તુળજાશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણઘેલો લખેલી.

→ સુલતાને અણહિલવાડમાં સરવરખાનને નાઝિમ તરીકે મોકલ્યો પણ થોડાક સમયમાં / વખતમાં કર્ણદેવ પાછો ફર્યો અને મુસ્લિમ હકૂમત ફગાવી દીધી.

→ સુલતાને બીજીવાર જાહિતમ અને પંચમની નામના સરદારોની આગેવાની હેતલ ગુજરાત પર ચડાઈ કરવા ફોજ મોકલી.

→ આ વકહેતે એટ્લે કે ઈ.સ. 1304 માં કર્ણદેવ કાયમ માટે રાજય ગુમાવી બેઠો.

→ કાન્હડડે પ્રબંધ પદ્મનામ દ્વારા લિખિત ગ્રંથ છે જેમાં કાન્હડે દેવાની શૂરવીરતાની ગુણગાન આલેખ્યા છે.

→ કર્ણદેવ અને તેની પુત્રી દેવલદેવી આસાવલ થઈ નાસીને દેવગીરીના યાદવ રાજા રામચંદ્રની રાજધાની દેવગીરીમાં શરણ લીધી.

→ રામચંદ્રના યુવરાજ સિંઘણદેવે, દેવળદેવી સાથે પરણવાની ઈચ્છા દર્શાવી, પરંતુ કર્ણદેવ તેનો અનાદર કરે છે.

→ સુલતાને, મલેક કાફૂરને દેવગીરી પર ચડાઈ કરવા મોકલ્યો.

→ દેવલદેવી અલપખાનના સૈનિકોનાં હાથમાં આવી ગઈ.

→ દેવલદેવી ને દિલ્હી મોકલવામાં આવી અને અલાઉદ્દીનનો પુત્ર ખીઝરખાન સાથે તેના લગ્ન કરવામાં આવ્યું.

→ અમીર ખુશરોના આશિકી ગ્રંથમાં દેવલદેવી અને ખીઝરખાનનો પ્રેમકથાનો ઉલ્લેખ છે.

→ કર્ણદેવ રઝળી- રખડીને તેલંગણ તરફ ગયો અને ત્યાં રાંકની જેમ મૃત્યુ થયો.

→ અલાઉદ્દીન ના સેનાપતિ અને પિતરાઇ ભાઈ ઉલૂઘખાન અને નુસરતખાન એ પાટણ લૂંટી લીધું , રુદ્ર મહાલય ભાંગી નાખ્યા અને સોમનાથ મંદિર પણ તોડ્યું , સુરત, ખંભાત લુટાયા.

→ ખંભાત માંથી 1000 ડિનરમાં ખરીદેલા ગુલામ મલેક કાફૂરને દિલ્હીમાં મોકલવામાં આવે છે અને યુદ્ધ કળાથી પ્રભાવીત થઈને મલેક કાફૂરને સેનાપતિ બનાવવામાં આવે છે.

→ ઈ.સ. 1244 માં અણહિલવાડપાટણમાં સત્તારૂઢથયેલો વાઘેલા સોલંકી વંશ સાઠ વર્ષના ટૂંકા ગાળામાં જ એટ્લે કે ઈ.સ . 1304 માં અસ્ત પામ્યો.

→ હવે ગુજરાત ના મુખ્ય પ્રદેહ પર દિલ્હી સલ્તનતની હકૂમત સ્થપાઈ અને પ્રથમ સૂબો અલપખાન .



  1. અર્ણોરાજ → Click Here / View

  2. લવણપ્રસાદ → Click Here / View

  3. વિરધવલ → Click Here / View

  4. વિસલદેવ → Click Here / View

  5. અર્જુનદેવ → Click Here / View

  6. રામદેવ → Click Here / View

  7. સારંગદેવ → Click Here / View



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments