Vaghela - Solanki Dynasty : Vastupal & Tejpal | વાધેલા – સોલંકી વંશ : વસ્તુપાળ એન તેજપાળ


વસ્તુપાળ એન તેજપાળ



→ પિતા : અશ્વરાજ (અશરાજ)

→ માતા : કુમારદેવી

→જન્મસ્થળ – અણહિલવાડ – પાટણ

→ જ્ઞાતિ : પોરવાડ વાણિયા (વણિક)

→ વસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈઓ હતા.

→ વસ્તુપાળની પત્ની : લલિતાદેવી (જેઠાણી)

→ તેજપાળની પત્ની : અનુપમાદેવી (દેરાણી)




→ વિરધવલ અને લવણપ્રસાદે વસ્તુપાળ અને તેજપાળને અનુક્રમે મહાઅમાત્ય અને મંત્રી બનાવ્યા હતા. તેઓએ વિરધવલ અને લવણપ્રસાદ ને અનેક યુદ્વોમાં સાથૅ આપીને શત્રુઓને હરાવ્યા હતા.

→ વસ્તુપાળ એક વિદ્વાન કવિ હતો.

→ વસ્તુપાળે “આદિનાથ સ્ત્રોત” અને “નરનારાયણનંદ” જેવાં મહાકાવ્યો લખ્યાં હતાં.

→ વસ્તુપાળને કવિ તરીકે “વસંતપાળ” ના નામે ઓળખાતા.

→ વસ્તુપાળને પ્રાપ્ત થયેલ બિરૂદો: કવિકૂજર, મહાકવિ, સરસ્વતી કંઠાભરણ, લઘુભોજરાજ, કવિ ચક્રવર્તી, કુર્ચાલ સરસ્વતી અર્થાત દાઢીવાળી સરસ્વતી


વસ્તુપાળ અને તેજપાળના બાંધકામો



→ શેત્રુંજ્ય પર્વત પર ઇન્દ્રમંડપ

→ ધોળકામાં આદિનાથ મંદિર તેમજનેમિનાથ મંદિર

→ પાટણમાં અશ્વરાજ વિહાર

→ પ્રભાસ- પાટણમાં અષ્ટપદ પ્રાસાદ

→ આબુ (રાજસ્થાન)માં દેલવાડાના મંદિરો (દેલવાડાના દેરા)

→ દેરાણી – જેઠાણીના ગોખલાં (અનુપમા દેવી – લલિતા દેવી)

→ નાનાભાઈ લૂણની યાદમાં આબુ પર “લૂણવસહી” નામનું આરસ મંદિર બંધાવ્યું કે જે શોભનદેવ નામના શિલ્પીએ બાંધેલું.

→ આ ઉપરાંત, આબુ, ગિરનાર અને શેંત્રુજ્ય પર્વતો ઉપર તેમજ પાટણ, ભરૂચ, ખંભાત, ડભોઇ, પાલિતાણા, ધોળકા, તળાજા, મહુવા, સોમનાથ વગેરે સ્થળોએ દેવાલય બંધાવેલા.

→ આ ઉપરાંત અનેક જળાશયો પણ બંધાવેલા.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments