Gujarati Vyakaran: Nipaat | ગુજરાતી વ્યાકરણ : નિપાત
નિપાત
→ નિપાત એટલે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ કે ક્રિયાવિશેષણ સાથે આવતા ભાર, આગ્રહ, મર્યાદા, વિનંતી, સૂચવતાં પદો.
→ નિપાતના પ્રકાર :
- ભારવાચક નિપાત
- સીમાવાચક નિપાત
- વિનયવાચક નિપાત
- પ્રકિર્ણ કે લટકણીયાંરૂપ નિપાત
ભારવાચક નિપાત
→ જ, તો, ય, પણ, સુદ્ધાં વગેરે જેવા શબ્દો વાકયમાં ભાર દર્શવનાર અર્થમાં પ્રયોજાય છે. આથી તેને “ભારવાચક નિપાત” કહે છે.
→ ઉદાહરણ
- તમે જ આ લખી શકશો.
- અમે તો ઘરેણાં સાચવી રાખ્યાં છે.
- નર્મદા તો બસ નર્મદા જ છે.
- રમેશ તો આવશે જ.
- સ્વર્ગમાં આંસુ હોતા જ નથી
- મીતા’ય રમશે
- તમેય આવજો, મજા આવશે.
- વિજય પણ ગાશે
- મેં કહ્યું પણ તમે ન સાંભળ્યું.
- સમજદાર સુદ્ધાં ભૂલ કરતાં હોય છે.
- ભણેલાં – ગણેલાં સુદ્ધાં આવી ભૂલ કરે છે.
સીમાવાચક નિપાત
→ જે પદ દ્વારા વાક્યમાં સીમા અથવા મર્યાદાનો અર્થ અભિવ્યક્તિ થતો હોય ત્યારે સીમાવાચક નિપાત કહેવાય છે.
→ સીમામર્યાદાનો અર્થ અભિવ્યક્તિ કરતો હોવાથી સીમાવાચક નિપાત કહેવાય છે.
→ ફક્ત, તદ્દન, માત્ર, કેવળ, સાવ, છેક વગેરે જેવા શબ્દો સીમાનો અર્થ સૂચવે છે.
→ ઉદાહરણ
- મહેશને તૈયાર થતાં ફક્ત પાંચ મિનિટ લાગે છે.
- આવું ટી.વી. ગામમાં ફક્ત બે જણને ત્યાં છે.
- ફક્ત 5 મિનિટ મને આપો.
- છેક આવું થશે એવી મારી ધારણા નહોતી.
- તે સાવ નકામો છે.
- સમારંભમાં તે સાવ એકલો પડી ગયો હતો.
- તદ્દન સામાન્ય બાબત છે.
- તદ્દન વ્યાજબી ભાવમાં લીધું.
- કેવળ નિરાશ થવાની વાત છે.
- કેવળ તમારા માન ખાતર હું આવીશ.
વિનયવાચક નિપાત
→ વિવેક,આદર, માન, દરજ્જો, મોભો. વિનય વગેરેનો અર્થ દર્શાવવા માટે “જી” જેવા વિનયવાચક નિપાત નો ઉપયોગ થાય છે.
→ ઉદાહરણ
- બાપુજી પહેલાથી રૂઢિચુસ્ત હતાં.
- લાલાજી મને થોડા પૈસા આપો.
- વ્હાલાજીના મગળ ગાઈએ.
- ગુરૂજીના દર્શન કર્યા?
- સરજી તમે જમી લો, હું પછી જમીશ.
- ગુરૂજીને મારા પ્રણામ
- સરજી, તમે કહ્યું એટલે અમે ત્યાં ગયાં.
પ્રકિર્ણ કે લટકણીયાંરૂપ નિપાત
→ વાક્યના અંતે વિનંતી, આગ્રહ, અથવા અનુમતિ/પરવાનગીના અર્થમાં તો ક્યારેક લટકણીયાંરૂપે પ્રયોજાયા ત્યારે તેને લટકણીયાંરૂપ નિપાત તરીકે ઓળખવામાં આવે છે.
→ કે, તો, શું, ને, કે, એમ , ખરાં, ખરુંને અથવા ખરું વગેરે લટકણીયાંરૂપ નિપાત છે.
→ લટકણીયાંરૂપ નિપાતનો ઉપયોગ મોટે ભાગે વાકયના અંતે થતો હોય છે.
→ ઉદાહરણ
- મને એનું ઘર બતાવ તો.
- મને તમારા ચશ્મા આપશો કે?
- થોડીક ચા લેશો કે ?
- નરેન્દ્ર તો મારૂ વાત માનશે ને?
- મને એમ કે તમે નહીં આવી શકો?
- લક્ષ્મીબેન તેમ પાવાગઢ જય આવ્યા, ખરું ને?
- હું ત્યાં ના જાઉં એમાં તમારું શું?
- તમે બસમાં આવશો કે ?
- તે જમશે ખરો?
- થોડી કોફી લેશો કે ?
- તમે મારાં સાથે આવશો ને?
0 Comments