Conjunctions/ Synthesis / Join the Sentence
→ બે શબ્દો કે સમાન કક્ષાના બે વાકયોનું સંયોજન કરતાં શબ્દોને Conjuction કહે છે.
→ Conjustion બે વસ્તુ કે વાક્યો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે.
→ જુદા જુદા પ્રકારના સંયોજકો વકયોને જુદી જુદી રીતે જોડવાનું કાર્ય કરે છે.
And – અને
→ ઉમેરો કરતું અથવા સમાન બાબતોને જોડતું સંયોજક માનવમાં આવે છે.
→ જે હંમેશા વાક્યની વચ્ચે અથવા તો બે નામની વચ્ચે આવે છે.
→ બે જુદી જુદી ક્રિયાને જોડવાનું કામ કરે છે.
Though / Although/ Even though / Even if - છતાં પણ / જો કે .... છતાં
→ આ સંયોજકો બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે.
→ વાક્યનોઈ શરૂઆતમાં કે અંતમાં આવે છે.
But / Yet / Still – પરંતુ / છતાં પણ
→ આ સંયોજકો બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે.
→ વાક્યની વચ્ચે જ આવે છે.
If – જો તો
→ શરતનું સૂચન કરે છે અને હકાર અર્થ દર્શાવે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
→ તેની સાથેનું વાક્ય સાદા વર્તમાનકાળનું અને પછીનું વાક્ય સદા ભવિષ્યકાળનું હોય છે.
Unless – જો નહીં ....... તો નહીં
→ શરતનું સૂચન કરે છે.
→ નકાર અર્થ દર્શાવે છે.
→ તેની સાથેનું વાક્ય સાદા વર્તમાનકાળનું અને પછીનું વાક્ય સદા ભવિષ્યકાળનું હોય છે.
Or/ Otherwise – નહીં તો
→ પસંદગી, ચેતવણી કે ધમકીનો ભાવ સૂચવે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
Because / As/ Since – કારણ કે
→ કારણ દર્શવાતા વાક્યની આગળ આવે. → હંમેશા બીજા વાક્યમાં કારણ સૂચવાયું હોય તો હોય તો Because નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.
→ Because વાક્યની વચ્ચે આવે છે.
→ Since અને As વાક્યની શરૂઆતમાં આવે છે.
So / Therefore – તેથી માટે
→ પરિણામ દર્શક સંયોજક તરીકે so અને Therefore નો ઉપયોગ થાય છે.
→ પરિણામ દર્શક વાક્યની આગળ આવે.
→ વાકયની વચ્ચે
→ કારણદર્શક વાક્ય + so/therefore + પરિણામ દર્શક વાક્ય
Either…. Or - બેમાંથી એક
→ વિકલ્પ કે બેમાંથી કોઈ એકની પસંદગી બતાવતા સયોજક તરીકે તેનો ઉપાયોગ કરવામાં આવે છે.
→ હકાર અર્થ સૂચવે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
Neither ……. Nor - બેમાંથી એક પણ નહીં
→ બે વાક્યો/ વિકલ્પને જોડે છે.
→ હકાર અર્થ દર્શાવે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
Till – જ્યાં સુધી........ ત્યાં સુધી
→ સમયનું સૂચન કરે છે.
→ હકાર અર્થ દર્શાવે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
Until - જ્યાં સુધી નહીં ........ત્યાં સુધી નહીં
→ સમયનું સૂચન કરે છે.
→ નકાર અર્થ દર્શાવે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
When – જ્યારે ત્યારે
→ કોઈ એક ઘટના બની એના અનુસંધાને બીજી કોઈ ઘટના બની છે તેવું સૂચવવા માટે When નો ઉપયોગ કરવામાં આવે છે.
→ સમયનું સૂચન કરે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
While / As - જ્યારે ... ત્યારે
→ સમયનું સૂચન કરે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
→ ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળના વાક્યમાં તેનો ઉપયોગ થાય છે.
→ While દ્વારા ક્રિયા લંબો સમય સૂચિ ચલલાઇ રહી છે તેમ દર્શવાય છે.
After – પછી
→ બે ક્રમિક ક્રિયાઓમાં પ્રથમ બનતી ક્રિયાને આગળ After વપરાય છે.
→ સમય અને સ્થાનનું સૂચન કરે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
→ ગતિ અથવા ક્રિયા દર્શક વાક્યમાં “પાછળ” ના અર્થમાં વપરાય છે.
. Before – પહેલાં, આગળ
→ બે ક્રમિક બનતી ક્રિયાને બીજી ક્રિયાની આગળ Before વપરાય છે.
→ સમય અને સ્થાનનું સૂચન કરે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
As soon as – જ્યારે.....ત્યારે
→ સમયનું સૂચન કરે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
Not only ……. But also – માત્ર આ નહીં, પેલું પણ
→ બે વિકલ્પોને જોડવાનું કામ કરે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
Both…..and – બંને
→ બે વિકલ્પોને જોડવાનું કાર્ય કરે છે.
→ જો Both વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ અને તેની ઓળખાણ બંને બહુવચનમાં મુકાય છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચેન આવે.
Or – અથવા
→ પસંદગી અથવા વિકલ્પ દર્શાવે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
Since – જ્યારથી
→ સમય સૂચન કરે છે.
→ ચોક્કસ સમય દર્શાવતા શબ્દોની આગળ આવે.
→ વાક્યની શરૂઆતમાં કે અંતમાં આવે છે.
→ પૂર્ણ વર્તમાનકાળ (have/has + ભૂતકૃદંત) ના વાક્યમાં આવે છે.
For – જ્યારથી
→ સમયનું સૂચન કરે છે.
→ અચોક્કસ સમય અથવા સમયગાળો દર્શાવતા શબ્દોની આગળ આવે છે.
→ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે.
→ પૂર્ણ વર્તમાનકાળ (have/has + ભૂતકૃદંત) ના વાક્યમાં આવે છે.
So …. That – એટ્લે કે / કે જેથી કરીને
→ હેતુ કે ઇરાદો દર્શાવતા વાકયની આગળ આવે.
→ So દ્વારા કારણની તીવ્રતા દર્શાવવામાં આવે છે.
→ So પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે.
→ તેના પછી કર્તા અને સહાયકારક ક્રિયાપદ જેમ કે can, may, could, might આવે
Who – કે જે
→ Who કર્તા વિભક્તિ તરીકે વપરાય છે.
→ સંબંધ સૂચવતું સંયોજક માનવામાં આવે છે.
→ ખાલીજગ્યા પહેલા માનવનું નામ અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય તો ખાલી જગ્યામાં Who મૂકવું.
Whom - કે જેને
→ Whom નો કર્મ વિભક્તિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
→ ખાલી જગ્યા પેહલા માનવનું નામ હોય અને ખાલી જગ્યા પછી સર્વનામ કે માનવનું નામ હોય તો ખાલી જગ્યામાં Whom નો ઉપયોગ કરવામાં આવે છે.
Which – કે જે
→ નિર્જીવ કે નાન્યેત્તર જાતિ તરીકે ઉપયોગ કરી શકાય છે.
→ જો ખાલી જગ્યા પહેલા નિર્જીવ કે નાન્યેત્તર જાતિ આપેલ હોય તો ખાલી જગ્યામાં which મૂકવું.
Whose - કે જેનું
→ Whose નો સંબંધક વિભક્તિ તરીકે ઉપયોગ થાય છે.
→ ખાલી જગ્યા પહેલા માનવનું નામ આપેલ હોય અને ખાલી જગ્યા પછી તરત જ માલિકી તરીકે વસ્તુ આપેલ હોય તો ખાલી જગ્યામાં Whose નો ઉપયોગ કરી શકાય છે.
What – કે જે
→ નિર્જીવ કે ન્યાન્યેત્તર જાતિના સંબંધ તરીકે What નો ઉપયોગ કરવામાં આવે છે.
→ જ્યારે ખાલી જગ્યા માં ખાલી જગ્યા પહેલા ક્રિયાપદ અને ખાલી જગ્યા પછી કર્મ વિભક્તિનું નામ કે સર્વનામ આપેલ હોય ત્યારે What મુકાય છે.
When – ક્યારે
→ સમયનું સૂચન કરે છે.
→ વાક્યની વચ્ચે આવે છે.
→ સમય દર્શક શબ્દો the day, the year વગેરે પછી પણ આવે છે.
Where – ક્યાં
→ સ્થળનું સૂચન કરે છે.
→ વાક્યનું સૂચન કરે છે.
→ સ્થળ દર્શક શબ્દો the place, the school વગેરે પછી પણ આવે છે.
Why – શા માટે
→ કારણ જાણવા માટે વપરાય છે. → વાકયની વચ્ચે આવે છે.
→ The reason પછી પણ આવે છે.
How – કેવી રીતે
→ કોઈ પણ કાર્ય કેવી રીતે થયું તે જાણવા માટે how નો ઉપયોગ કરવામાં આવે છે.
→ વાકયની વચ્ચે આવે છે.
That – કે તે
→ That નો ઉપાયોગ સજીવ કે નિર્જીવ એમ બંને માટે થાય છે.
→ સંયોજક તરીકે That નો ઉપયોગ કરવામાં આવે છે.
→ Superlative degree ના વિશેષણ પછી પણ that વપરાય છે.
→ All, The same, any, none, nothing, everything પછી That કર્તા તરીકે આવે છે.
→ It is/ Is it, It was/ Was it થી શરૂ થતી રચનામાં that આવી શકે છે.
So ….. that – એટ્લે કે
→ પરિણામદર્શક વાક્યની આગળ આવે છે.
→ So પછી વિશેષણ આવે છે જેમ કે beautiful, strong, long, fine વગેરે
→ વિશેષણ પછી That આવે.
→ વાક્યની વચ્ચે આવે છે.
If / whether – કાં તો / કેમ કે
→ Indirect speech ના પ્રશ્નાર્થ વાકયમાં વપરાય.
→ વાક્યની વચ્ચે આવે.
→ Asked , inquired વગેરે પછી આવે.
As …. As - ના જેવું, ના જેટલું
→ Positive degree ના હકારમાં વાક્યમાં વપરાય છે.
→ એક કર્તા બીજા કર્તા જેવો અથવા જેટલો છે તેવો અર્થ દર્શાવે
→ વાક્યની વચ્ચે આવે છે.
So ….. as - ના જેવુ નહીં, ના જેટલું નહીં
→ Positive degree ના નકારમાં વાક્યમાં વપરાય છે.
→ એક કર્તા બીજા કર્તા જેવો અથવા જેટલો નથી તેવો અર્થ દર્શાવે
→ વાક્યની વચ્ચે આવે છે.
Than – ના કરતાં વધુ
→ Comparative Degree અન હકાર અને નકાર વાક્યમાં વાપરાય છે.
→એક કર્તા બીજા કર્તાથી વધુ ચડિયાતો છે અથવા તો વધુ ઉતરતી કક્ષાનો છે તેવો અર્થ દર્શાવે છે.
→ More, bigger, better વગેરે જેવા Comparative Degree ના વિશેષણો પછી આવે.
By using a participle
By using an Infinitive
By using a noun or noun phrase
By using a preposition with a noun or a gerund
By using an adverb or an adverb phrase
Join Telegram Channel | Click Here |
Like us on Fcebook Page | Click Here |
Join WhatsApp Group | Click Here |
0 Comments
Any suggestions, Please comment Below 👇