Ad Code

Qutubuddin Aibak (1206 -1210) | કુતુબુદ્દીન ઐબક (1206 -1210)


કુતુબુદ્દીન ઐબક (1206 -1210)



→ સ્થાપક : ભારતમાં તુર્કી રાજ્યનો સંસ્થાપક માનવમાં આવે છે.

→ ભારતમાં ગુલામ વંશ કે મામુલક વંશ ની સ્થાપના કરી.

→ ઐબક નો અર્થ : ચંદ્રનો દેવતા

→ રાજ્યાભિષેક : જૂન , 1206 ( લાહોર ખાતે)

→ રાજધાની : લાહોર અને દિલ્હી

→ ઉપાધિ : 1208 માં ઘોરીના ભત્રીજા ગ્યાસુદ્દીન મહમુદે ઐબકને દાસમુક્તિ પત્ર પ્રદાન કરીને તેને સુલતાનની ઉપાધિ પ્રદાન કરી હતી. તે લાખોમાં દાન કરતો હોવાથી "લાખબક્ષ" કહેવાયો.

→ હાથીઓનું દાન આપવાને કારણે તેને "પીલબક્ષ" કહેવાયો.

→ દરબારી રત્ન : હસનનિઝામી અને ફખ્રેમુદીર


→ મૃત્યુ: 1210 માં ચૌગાન (પોલો) રમતી વખતે લાહોરમા ઘોડા પરથી પડી જવાથી







સ્થાપત્યો



→ ઐબક એ સૂફી સંત ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીના નામે દિલ્હીમાં કુતુબમિનારનું નિર્માણ કરાવ્યુ હતું , જેનું નિર્માણકાર્ય ઇલ્તુત્મિશ ધ્વારા પૃર્ણ કરવામાં આવ્યું.

→ દિલ્હીમાં કુવ્વત-ઉલ-ઇસ્લામ (જામા મસ્જિદ) નું નિર્માણ કરાવ્યુ.

→ સલ્તનતકાળના સુલતાનો દ્વારા તૈયાર કરાવાયેલી મસ્જિદોમાં સૌપ્રથમ કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ હતી.

→ વિગ્રહરાજ વિશળદેવ ચૌહાણ ધ્વારા બનવેલ અજમેરની સંસ્કૃત મહાવિધયાલય ને તોડીને તેના સ્થાને કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોંપડાનું નિર્માણ કરાવ્યુ. (અઢી દિવસમાં કામ પૂરું થયું હતું.)



→ પ્રાચીન નાલંદા વિશ્વવિધયાલયનો નાશ કરનાર ઐબકનો સહાયક સેનાનાયક બખ્તિયાર ખીલજી હતો.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments