Vaghela - Solanki Dynasty : Virdhaval | વાધેલા – સોલંકી વંશ : વિરધવલ (ઈ.સ. 126 થી ઈ.સ. 1238)
વિરધવલ (ઈ.સ. 126 થી ઈ.સ. 1238)
→ પિતા : લવણપ્રસાદ
→ માતા : મદનરાજ્ઞી
→ પત્ની : જ્યતલદેવી
→ સંતાન : પ્રતાપમલ્લ અને વિસલદેવ
→ મહામાત્ય : વસ્તુપાળ
→ મંત્રી : તેજપાળ
→ શાસન : ઈ.સ. 126 થી ઈ.સ. 1238
→ તે ધોળકાનો રાણો બન્યો હતો.
→ વિરધવલ ભીમદેવ 2-જા નો સામંત હતો.
→ તેણે વસ્તુપાળ અને તેજપાલની મદદથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
→ ઈ.સ. 1250 – 51 માં વિરધવલે અચાનક છાપો મારીને ખંભાત જીતી લીધું અને વસ્તુપાળને ત્યાનો સૂબો બનાવ્યો.
→ ખંભાત છીનવાઇ જતાં લાટ્નો રાજા શંખ ગુસ્સે ભરાયો અને વસ્તુપાળને લાલલચ આપીને ફોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ વસ્તુપાળે વફાદારીપૂર્વક લડીને રાજા શંખને ભગાડયો અને લાટ પ્રદેશ જીતી લીધું.
→ ગોધરાના ધાંધલ નામના માંડલિકને સેનાપતિ તેજપાળે હરાવ્યો.
→ દક્ષિણના દેવગીરીના યાદવ રાજા સિંઘણે ગુજરાત પર ચડાઈ કરી, ત્યારે લાગ જોઈને મારવાડના ચાર રાજાઓએ પણ ગુજરાત પર ચડાઈ કરી.
→ આથી વિરધવાલે આ ચાર રાજાઑ જોડે સંધિ કરી : ઉદયસિંહ, મરણસિંહ, ધાંધલદેવ અને મરણસિંહ
→ વિરધવલના સમયમાં ગુજરાત પર સિંઘના મુસ્લીમ સરદાર ખાસ ખાને ચઢાઈ કરી લૂંટ ચલાવેલી, પરંતુ પાછા ફરતી વખતે મેવાડના રાજા જૈત્રસિંહે ખાસ ખાનને હરાવ્યો.
→ વીરધવલનું અવસાન થતાં તેના ઉત્તરાધિકારી તરીકે તેનો પુત્ર વિસલદેવ બન્યો.
0 Comments