સિંધુ અથવા હડપ્પીય સભ્યતા
સિંધુ અથવા હડપ્પીય સભ્યતા (ગુજરાતના સંદર્ભે)
- હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ કયું નગર શોધાયું હતું?
- → રંગપુર (સુરેન્દ્રનગર) (ઈ.સ. 1931)
- પ્રાચીન રંગપુર કઈ નદી કિનારે વસેલું હતું?
- → ભાદર નદી
- ભાદર નદીના કાંઠે કયા બે પ્રાચીન નગરો વસેલા હતા?
- → રંગપુર, રોજડી(શ્રીનાથગઢ)
- સિંધુ સભ્યતા કયા યુગની છે ?
- → કાંસ્ય યુગ (તામ્ર પાષાણ)
- સિંધુ સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- → હડપ્પીય સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતા
- લોથલ કોણે શોધ્યું? કયારે?
- → ડૉ. એસ. આર. રાવે, ઈ.સ. 1954માં
- એસ.આર.રાવે કયા સ્થળને 'લઘુ હડપ્પા' કે 'લઘુ મોહેં-જો- દડો' કહ્યું છે?
- → લોથલ
- લોથલ ક્યાં આવેલું છે?
- → અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે
- લોથલ કઈ નદીના કિનારે આવેલ છે?
- → લીંમડી ભોગાવો
- 'લોથલ' નો અર્થ શું થાય છે?
- → મરેલાનો ટેકરો
- વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ(ગોદીવાડા) કયાં આવેલું છે?
- → લોથલ
- હડપ્પા સભ્યતાનું સૌથી મહત્વનું બંદર કયું હતું?
- → લોથલ
- સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને 'ભરતી' વિશેનું જ્ઞાન હતું. એના પુરાવા કયા સ્થળે મળી આવ્યા છે?
- → લોથલ
- પુરાતત્વીય પુરાવા અનુસાર કયું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે?
- → લોથલ
- સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા છે?
- → 95
- યુગ્મ કંકાલ કયાંથી મળી આવ્યું છે ?
- → લોથલ
- લોથલમાં પથ્થરનો કયો અવશેષ મળી આવે છે ?
- → અનાજ દળવાની ઘંટી
- ધોળાવીરાની શોધ કોણે કરી ?
- → ઈ.સ.1967-68 માં પ્રથમ જે.પી.જોશી ત્યારબાદ આર. એસ. બીસ્ટ (1990)
- ધોળાવીરા કયાં આવેલું છે?
- → કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં
- ધોળાવીરા નગરના ત્રણ મુખ્ય વિભાગો કયા ?
- → (1) ગઢ (2) મધ્યનગર (3) નીચલું નગર
- કયા સિંધુ સભ્યતાના નગરને ચાર સ્તર, ચાર દિશામાં ચાર દરવાજા છે ?
- → ધોળાવીરા
- ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
- → કોટડા
- વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યાં છે?
- → ધોળાવીરા
- સૈન્ધ્વ્ય(સિંધુ) સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે ?
- → દેશલપર
- દેસલપર નગર કોણે શોધ્યું?
- → કે. વી. સુંદર રાજન
- હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ દેસલપર કચ્છના નખત્રાણા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલું છે?
- → મોરાઈ
- ધોળાવીરાની જેમ સિંધુ સભ્યતાનાં કયા નગરમાં ત્રણ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે?
- → ખીરસરા
- ઘોડાની પગદંડી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી હતી?
- → સુરકોટડા
- રોજડી (શ્રીનાથગઢ) નગર કયા સમયગાળા દરમિયાન વસ્યું? અને કયારે તેનો અંત આવ્યો?
- → ઈ.સ.પૂર્વે 1900 - ઈ.સ.પૂર્વે 1600
- હાથીના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે?
- → રોજડી (શ્રીનાથગઢ)
- જામનગરમાં આવેલા પુરાતત્વીય સ્થળ લાખાબાવળ ની શોધ કોના દ્વારા થઈ હતી?
- → એમ.એસ. યુનિવર્સિટી
- પુરાતત્વીય સ્થળ કુંતાસી કઈ નદીના કિનારે આવેલું છે?
- → ફુલકી
- ગુજરાતમાં પ્રાચીન લોહયુગનો પ્રારંભ કયારથી થયો?
- → આશરે ઈ.સ.પૂર્વે 2000
- અવશેષોનો કાળક્રમ નક્કી કરવા કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
- → કાર્બન ડેટીંગ પદ્ધતિ (C-14)
- પુરાતાત્વિક સ્થળ લાંઘણજની શોધ કયા ભારતીય પુરાતત્વ શાસ્ત્રીએ આગળ ધપાવી ?
- → ડૉ. હસમુખ સાંકળીયા
- કોટ, પેઢામલી અને લાંઘણજ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્થળો કર્યા આવેલા છે ?
- → મહેસાણા
- આમરા અને લાખા બાવળ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્થળો કયાં આવેલા છે ?
- → જામનગર
- ગુજરાતનું કર્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ હડપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?
- → લાંઘણજ
- સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળી આવ્યા હતા ?
- → ડાંગરના ફોતરાં
- હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે ?
- → રાવી
- પ્રાચીન હડપ્પા નગર કયાં આવેલું છે ?
- → હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં
- પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન કોણે કર્યું ? કયારે?
- → ઈ.સ. 1921માં દયારામ સાહનીએ
- પુરાતાત્વિક સ્થળ લાંઘણજની શોધ સૌપ્રથમ કોણે કરી ?
- → રોબર્ટ બ્રુશફુટ
0 Comments
Any suggestions, Please comment Below 👇