→ ઈ.સ. 1956માં કરાંચી અને લાહોર વચ્ચે રેલવે નાંખતી વખતે ખોદકામ દરમિયાન સૌપ્રથમ જનરલ કનિંગહામે હડપ્પાની શોધ કરી હતી.
→ ત્યારબાદ ઈ.સ. 1920માં પુરાતત્ત્વશાખાના વડા સર જોન માર્શલ હતા, ત્યારે રખલદાસ બેનર્જીના પ્રસ્તાવ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપ હડપ્પીય સભ્યતા / સિંધુ ખીણ ની સભ્યતા અસ્તિત્વમાં આવી.
→ આ સભ્યતા 12, 99, 600 ચો. કિમી.માં ત્રિકોણાકારે ફેલાયેલી છે.
→ જેમકે આ સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ જમ્મુ – કાશ્મીરનું માંદા (અખનપૂર) છે તો સૂયાથી દક્ષિણમાં આવેલ સ્થળ મહારાષ્ટ્રમાં આવેલ દાયમાબાદ છે. જ્યારે સૌથી પશ્વિમમાં આવેલ બલૂચિસ્તાન સુકતાગેંડોર છે. તો પૂર્વમાં આવેલ ઉત્તર પ્રદેશનું આલમગીરપુર છે.
→ આ સભ્યતાનો પ્રથમ અવશેષ ઈંટ મળી આવેલ છે.
અન્ય માહિતી
→ આ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા મળી આવેલ છે. જેથી તે હડપ્પીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ પંજાબના મોંટગોમરી જીલ્લામાં આવેલ હતું. હાલમાં તે સ્થળ પાકિસ્તાનમાં આવેલ છે.
→ “હડપ્પા” એ સિંધી શબ્દ છે. જેનો અર્થ “ શિવનું ભોજન” એવો થાય છે. તે રવિ નદીના કિનારે આવેલું છે. તેનું ઉત્ખનન કાર્ય દયારામ સાહનીએ કરેલ છે.
→ મોહેં-જો-દડો એ આ સભ્યતાનું સૌથી મોટી નાગર છે. જે સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં આવેલ છે. જેના ઉત્ખનન કર્તા રખાલદાસ બેનરજી છે. ત્યાંથી પશુપતિનાથની મુર્તિ મળી આવેલ છે.
→ સુકતાગેંડોર બલૂચિસ્તાન પ્રાંતમાં દસ્ક નદીના કિનારે આવેલ છે. જ્યાંથી માનવ અસ્થિથી ભરેલું પાત્ર મળી આવેલ છે.જેનો ઉત્ખનન કર્તા ઓરલ સ્ટાઈન છે.
→ કાલીબંગાન રાજસ્થાનના ગંગાનાગર જિલ્લામાં આવેલ છે. જે ઘગ્ધર નદીના કિનારે આવેલુ છે. ત્યાંથી ખેડાયેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થયા છે. જેના ઉત્ખનન કર્તા અમલાનંદ ઘોષ છે.
→ બનવાલી હરિયાણા હિસ્સાર જિલ્લામાં આવેલું છે. જે પ્રાચીન સરસ્વતી નદીના કિનારે આવેલ હતું. ત્યાંથી હળ આકારનું રમકડું મળી આવેલ છે. તેનું ઉત્ખનન કાર્ય ઈ.સ. 1973-74 માં રવિન્દ્રબિષ્ટ દ્વારા કરવામાં આવ્યું.
→ ઈ.સ. 1931માં તત્કાલીન લીંબડી રાજય દ્વારા અને હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયેલા હતા.
→ આમ, હાલના સુરેન્દ્રનગર જિલ્લાના “રંગપુર” ગામ પાસે આવેલા ટીંબામાં હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા અને ઉત્ખનન કરતાં એક ગણનાપાત્ર વસાહત મળી આવી.
→ ઈ.સ. 1954માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાના ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે “સરગવાલા” ગામ પાસે આવેલા “લોથલ” પાસેથી પણ હડપ્પીય સભ્યતાની વસાહતો મળી.
→ ઈ.સ. 1967માં કચ્છમાં આવેલું “ધોળાવીરા” પણ હડપ્પીયન સંસ્કૃતિનું જે એક વિસ્તરણ છે એવો સૌપ્રથમ ખ્યાલ આવ્યો હતો પરંતુ પદ્ધતિસરનું ઉત્ખનન ઈ.સ. 1990 માં શરૂ થયું.
ગુજરાતના મહત્ત્વનાં પુરાતત્ત્વિય સ્થળો
વર્ષ
જિલ્લો
પુરાતત્ત્વિય સ્થળ
શોધક
1931
સુરેન્દ્રનગર
રંગપુર
માધોસ્વરૂપ વત્સ
1954
અમદાવાદ
લોથલ
એસ. આર. રાવ
1955-56
ગીર – સોમનાથ
પ્રભાસ – પાટણ
ડેક્કન કોલેજ, બોમ્બે
1955-56
જામનગર
આમરા, લાખાબાવળ
M.S.U.
1963-64
કચ્છ
દેશલપર
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા
1964
કચ્છ
સુરકોટડા
જે.પી.જોશી
1967-68
કચ્છ
ધોળાવીરા
જે.પી.જોશી
1985
રાજકોટ
રોજડી (શ્રીનાથગઢ)
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા
1987-88
કચ્છ
શિકારપુર
ગુજરાત સ્ટેટ આર્કિયોલોજી
1988
મોરબી
કુંતાસી
પી.પી. પંડ્યા
ગુજરાતમાં આવેલી હડપ્પીય સંસ્કૃતિની વસાહતો ઉપર જણાવેલાં અનેક સ્થળોએ જોવા મળી છે. તેમાંની મહત્ત્વની વસાહતોનો પરિચય મેળવવા તેમના નામ પર ક્લિક કરો.
0 Comments