→ તે ભારતીય સાહિત્યમાં શાકલ (પંજાબ)ના બૌદ્ધ ધર્માનુરાગી યવન રાજા મિલિન્દ તરીકે જાણીતો થયો.
→ તેના સિક્કા પરના ગ્રીક લખાણોમાં એને “મેનેન્દર” તથા પ્રાકૃત લખાણોમાં “મેનન્દ્ર” કહ્યો છે.
→ એ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો અને બૌદ્ધ ભિક્ષુઓને આશ્રય આપતો.
→ એના સિક્કા કાબુલ, સિંધ, પાંચાલ અને ગુજરાતમાં મળે છે.
→ મિનેન્દર (મિલિન્દ)નાં ચાંદીનાં ગોળ સિક્કા સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાત (બારીગાજા, ભરૂચ)માં મળ્યા છે.
→ પેરિપ્લસ ઓફ ધ એરિથીયન સી ની પુસ્તક પ્રમાણે ભારતીય યવન રાજાઓના સિક્કા ગ્રીક ભાષામાં “દ્વમ્મ” કહેવાતા.
→ મિનેન્દર (મિલિન્દ)ના અગ્રભાગ પર વચ્ચે રાજાનું દક્ષિણાભિમુખ કે વામાભિમુખ કિરીટધારી ઉત્તરાંગ અને તેની આસપાસ રાજા ત્રાતા મેનન્દ્રનો એવું ગ્રીક લખાણ હોય છે.
→ પૃષ્ઠભાગ પર ગ્રીક દેવી એથેની પ્રોમેકોસની દક્ષિણાભિમુખ કે વામાભિમુખ આકૃતિ અને તેની ફરતે ખરોષ્ઠિ લિપિમાં મહારાજા ત્રાતા એવું પ્રાકૃત ભાષામાં લખાણ હોય છે. ઉપરાંત એમાં એક એકાક્ષર (Monogram) પણ હોય છે.
→ મિનિન્ડર (મિલિન્દ) એ નાગસેન (નાગાર્જુન)થી બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી.
→ પાલીભાષામાં લખાયેલું “મિલિન્દ પન્હા” (મિલિન્દ પન્હો)એ બુદ્ધ ધર્મનું એક અગત્યનું પુસ્તક છે. તેનો અર્થ મિલિન્દના પ્રશ્નો એવો થાય છે.
→ તેમાં મિનિન્ડર (મિલિન્દ) અને બુદ્ધ સંત નાગસેન વચ્ચેની ચર્ચાનો સમાવેશ કરાયો છે.
0 Comments