Ad Code

ગુજરાતી વ્યાકરણ: ​​અલંકાર: વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર | Varnanupras or Varnasagai Alankar


વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર



એકનો એક વર્ણ વાક્યમાં કે પંક્તિમાં જ્યારે બે કે તેથી વધુ વખત પુનરાવર્તિત થાય  ત્યારે "વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર" બને છે.

→ જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્યપદાવલીમાં સૌંદર્ય અનુભવાય, ધ્વનિસૌંદર્ય નીપજે, કર્ણમાધુર્ય અનુભવાય ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે.







ઉદાહરણ



  1. કામિની કોકિલા કેલિ કુંજનરે.

  2. નટવર નિરખ્યા નેન.

  3. ભજ રે ભજ તું ભૂતળમાં.

  4. મહા મહેનતે માર્કસ મેળવ્યા.

  5. કાક કરીને સાદ કીધો, નવ સાંભળે બોલ.

  6. ગીલો ગામમાં ગયો.



  7. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ.

  8. રમેશે રઘુ ને રમત રમવા બોલાવ્યો.

  9. લેશ ન લીધો લલિત ઉરનો લ્હાવો જો.

  10. પંડની પેટીમાં પારસ છે પડ્યો.





  11. પીગળે પીગળે પડછાયાના પહાડ

  12. કાળું એનું કામ,કાળાં કરમનો કાળો મોહન

  13. ગોતી, ભૂલી ભૂલી હું તને ભાળી હો વાલમા. ગોતીને થાઉં ગૂમ

  14. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો

  15. બે પાંપણ પરે, પરોઢે પોઢીને પલભર


Post a Comment

0 Comments