→ લોથલ એ “લોથ” શબ્દ પરથી આવ્યો છે જેનો મતલબ લાશ થાય છે.
→ લોથલ એ અમદાવાદથી દક્ષિણ – પશ્વિમે લગભગ 85 કિલોમીટર દૂર આવેલું છે.
→ સૌપ્રથમ ઈ.સ. 1954માં એસ.આર. રાવ દ્વારા શોધવામાં આવ્યું હતું.
→ લોથલ હાલમાં સમુદ્રથી 18 કિલોમીટર દૂર છે, પરંતુ આદ્ય (પ્રાચીન) ઐતિહાસિક કાળમાં એ માત્ર 5 કિલોમીટર દૂર આવેલું હતું.
→ તેના સમય ઈ.સ. પૂર્વે 2450 થી 1900 સુધીનો મનાય છે.
→ પ્રથમ ગ્રામીણ વસાહત ઈ.સ. પૂર્વે 2350માં પુરના કારણે નાશ પામ્યું તેવું મનાય છે.
→ ત્યારબાદ લોથલ નગરનું બીજા તબક્કામાં ઔદ્યોગિક નાગર તરીકે અને બંદર તરીકે પદ્ધતિસરનું આયોજન કરાયું.
નગરરચના
→ અહીં મળી આવતા અવશેષો અને સાધનસામગ્રીના અભ્યાસ પરથી કહી શકાય કે નગર રચના ઉત્કૃષ્ટ હતી.
→ મકાનો કાચી માટીના તેમજ પાકી ઈંટના એમ બંને પ્રકારે મળી આવે છે.
→ વિશાળ મકાનો, મકાનોમાં સ્નાનાગૃહ – તેમાંથી પાણી જવાની મોરીઓ, રસ્તા પર ગટરો , કારખાના, વ્કહારો, બજારો, રસ્તાઓ વગેરે વ્યવસ્થિત રીતે બંધાયેલા હતા.
→ નગર બે ભાગમાં વહેંચાયેલું હતું. શાસનમાં અધિષ્ઠોને બાકીના નગરથી જુદું પાડવામાં આવ્યું.
→ અહીં, અધિષ્ઠાન – દુર્ગ વિભાગમાં પશ્વિમમાં ઊંચી પીઠિકા પર 126*30 મીટર આકરનું ઍક વિશાળ ભવન મળી આવ્યું હતું.
→ લોથલ એક બંદર નગર હોવાના કારણે વહાણને લાંગરવા માટે કૃત્રિમ ધક્કો તેમજ વિશાળ જહાજોની ગોદી (Dock yard) પણ મળી આવ્યું હતું.
→ આ ડોક – યાર્ડ ની લંબાઇ 214 મીટર અને પહોળાઈ 36 મીટર છે અને તે 12 મીટર પહોળું પ્રવેશદ્વાર ધરાવે છે.
→ આ વિશ્વનું સૌથી પ્રાચીન ડોક- યાર્ડ છે.
→ લોથલની આ વિશિષ્ટતા મોહેંજોદડો કે હડપ્પામાં પણ જોવા મળતી નથી.
→ આ ડોક – યાર્ડમાં 65 ટન વજનનાં વહાણો આવી શકતા તે ઉત્તરથી પ્રવેશ કરતા અને દક્ષિણ બાજુથી સમુદ્રમાં નીકળી જતાં. આ ડોક – યાર્ડ દર્શાવે છે કે લોથલ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિથી ધમધમતું ભારતનું એક સમૃદ્ધ બંદર હશે.
લોકોનું જીવન અને સંસ્કૃતિ
→ અહીંના લોકો કસબી – કલાકારો હોવા જોઈએ.
→ લોથલમાંથી મળી આવેલાં વાસણો એ માટી, પત્થર અને કાંસાના બનેલા હતા અને તેના ઉપર સુંદર નકશીકામ કરેલું જોવા મળે છે.
→ ક્યાંક માનવ- આકૃતિઓનું તો ક્યાંક પાશી અને મનુષ્યની મિશ્ર આકૃતિઓ જોવા મળે છે.
→ અહીંના લોકો આભૂષણોના શોખીન હોય તેવું પણ મનાઈ શકાય.
→ સોનીઓ ઘરેણાં બનાવવા ગોળ ભઠ્ઠીનો ઉપયોગ કરતા હતા.
→ લોથલના કારીગરો માપન માટે વપરાતા હશે તેવી હાથીદાંતની પટ્ટી પણ મળી આવી છે.
→ શતરંજને મળતી આવે એવી રમત પણ મળી આવી છે.
સ્મશાન
→ લોથલનું સ્મશાન નગરની વાયવ્ય દિશામાં આવેલું છે.
→ ઉત્ખનન દ્વારા એકવીસ માનવ હાડપિંજર પ્રાપ્ત થયા છે.
→ એક સ્થળેથી જોડિયા હાડપિંજરો પણ મળી આવ્યા છે.
→ સ્ત્રી – પુરુષના સાથે દટાયેલાં શબને કારણે ભારતમાં સૌપ્રથમ “સતીપ્રથા” હોવાનો પુરાવો અહીં મળે છે.
→ દફનક્રિયામાં શબનું માથું ઉત્તર દિશામાં રહે તેવી રીતે રાખવામાં આવ્યું છે. વળી, શબની સાથે કેટલીક અન્ય ચીજોને પણ દફનાવવામાં આવતી હતી.
→ શબોમાંના એક શબમાં ખોપડીના છેદન કરેલું જોવા મળે છે જે શસ્ત્રક્રિયાનું સૂચક છે.
→ અહીં મળે મુદ્રાઓ અને મૃતપાતરો પરનાં લખાણો સિંધુ લિપિનું વિકસિત સ્વરૂપ જણાવે છે.
→ મળેલા 95 ચિન્હોમાંથી મૂળ ચિન્હો અઠ્ઠાવીસ જ છે, પરંતુ તે ઉકેલી શકાયા નથી.
લોથલથી મળી આવેલાં અવશેષો
→ ડોકયાર્ડ તેમાં વહાણ લંગારવા માટે તળાવ જેવો મોટો ધક્કો બનાવાયો હતો.
0 Comments