રંગપુર | Rangpur


રંગપુર



→ ગુજરાતમાં શોધાયેલું સૌપ્રથમ હડપ્પીય સ્થળ.

→ રંગપુર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભાદર નદીના કિનારે આવેલું છે.

→ ભારતીય પુરાતત્વ અધિકારી દ્વારા ઈ.સ. 1931માં “માધોસ્વરૂપ વત્સ” અને ઈ.સ. 1954માં “એસ.આર.રાવ”ના માર્ગદર્શન હેઠળ અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું.

લોથલ ની ઉત્તર – પશ્વિમમાં આવેલા આ સ્થળના ઉત્ખનમાં વસ્તીના ત્રણ સ્તર પ્રાપ્ત થયા છે.

  1. કાલ સ્તર - 1
  2. કાલ સ્તર - 2
  3. કાલ સ્તર - 3
→ કાલ સ્તર-1 એ ઉત્તર પાષાણ યુગની સંસ્કૃતિનો છે. આ યુગમાં માનવી માછીમારી અને શિકાર પર પોતાનું જીવન ગુજારતો હતો.

→ કાલ સ્તર - 2 માં અબરખિયાં લાલ મૃતપાત્ર વાપરતા લોકોએ આવીને વસવાટ કર્યો.

→ આ કાલ સ્તરના ત્રણ પેટા વિભાગો પડે છે.

→ કાલ સ્તર-2અ માં મીણ પાયેલાં મૃતપાત્ર વાપરતા લોકો લગભગ ઈ.સ. પૂર્વે 2000માં લોથલમાંથી આવેલા હડપ્પીયન સાથે ભળ્યા હતા.

→ આ સ્તરમાં વિચિત્ર મૃતપાત્રો, ચર્ટતી પટરીઓ, મણકા, તાંબાની બંગડીઓ, વીંટીઓ અને પથ્થરના ઘનાકાર તોલા મળ્યા છે.

→ તેઓ કાચી ઈંટોના મકાનોમાં રહેતા હતા.

→ આ નાના ગામમાંય જાહેર અને ખાનગી ગટરોની સગવડ હતી. દરેક મકાનમાં ઈંટોની ફરસબંધીવાળો સ્નાનખંડ પણ હતો.

→ કાલ સ્તર-2આ માં હડપ્પીયન સંસ્કૃતિની પડતી નજરે પડે છે.

→ ઈ.સ. પૂર્વે 1900માં આવેલા મોટા પૂરને લીધે અહીં આરૂઢ હડપ્પીય વસાહતોનો નાશ થયો.

→ તાંબાની અછત હતી અને લોથલમાંથી મેળવેલ પદાર્થ વધારે હતા.

→ મૃતપાત્રોનું ઊતરતી કક્ષાનું ઘડતર સાંસ્કૃતિક અવનતિ દર્શાવે છે.

→ આ સંસ્કૃતિનો સમય ઈ.સ. પૂર્વે 2600 સુધીનો અંકાયો છે.

→ કાલ સ્તર-ઈ માં પતન પાએમલી હડપ્પીયન સંસ્કૃતિનો પુન:ઉદય થયો અને નવાં પાષાણ – ઓજારો તથા મૃતપાત્રોનો વિકાસ થયો.

→ તાંબાનો ઉપયોગ ફરી શરૂ થયો.

→ ચળકતા લાલ મૃતપાત્ર નવી સંસ્કૃતિનો ઉદય સૂચવે છે.

→ કાલ સ્તર-3 દરમિયાન માટીની પકવેલી બંગડીઓને બદલે છીપની બંગડીઓ પ્રચલિત થઈ, જોકે તેની શરૂઆત કાલ –ઈ થી થઈ હતી.

→ છીપના ઝીણા મણકા વપરાવાના ચાલુ રહ્યા.

→ હવે, ચળકતા લાલ મૃતપાત્રોની સાથે કાળા અને લાલ મૃતપાત્ર પણ વપરાવા લાગ્યાં.

→ આઝાદી પછી ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા છે.










રંગપુરમાં મળેલાં અવશેષો



→ રંગપુરમાં કોઈ મુદ્રા કે મુર્તિ મળી આવી નથી.

→ માટીના વાસણો મળી આવ્યા છે.

→ મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે.

→ કાંચી ઈંટોના બનેલ કિલ્લો મળી આવેલ છે.

→ પ્રત્યેક મકાનને ઈંટોની ફરસ બંધવાળો સ્નાનખંડ હતો.

→ સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનબદ્ધ જણાય છે.

→ ચોખાના ફોતરાં મળી આવ્યા છે.

→ હાથીદાંતની વસ્તુઓ મળી આવી છે.

→ ટીંબાના ઉત્ખનમાં વસ્તીના ત્રણ પ્રકાર પ્રાપ્ત થયા છે.

→ માટીની પકવેલી બંગડીઓ તથા છીપ (શીપ)ની બંગડીઓ મળી આવેલ છે.

→ રંગપુરમાં ઓજારો અને કુંભારી પ્રકારોનો વિકાસ થયો હતો.

→ કુંભારી પ્રકારોમાં કાંગરીવાળા વાડકા, લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ, ટૂંકી કે મણકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળીઓ તેમજ હાંસવાળી જાડી કોથળીઓ મળી આવેલ છે.










Post a Comment

0 Comments