→ ખાનવાનું યુદ્ધ બાબર અને મેવાડના રાણા સાંગા વચ્ચે 16 માર્ચ, 1527ના રોજ 'ખાનવા' નામના સ્થળે થયું હતું.
→ 16 માર્ચ, 1527ના રોજ આગ્રાથી પશ્ચિમે 37 કિમી.ના અંતરે ખાનવા મુકામે મુઘલો તથા રાજપૂતોનાં સૈન્યો વચ્ચે ભીષણ લડાઈ થઈ.
→ જયારે બાબરે અફઘાન બળવાખોરોને કચડી નાખવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા અફઘાન સરદારો રાણા સાંગાના આશ્રયસ્થાનમાં આવ્યાં હતા.
→ રાણા સંગના નેતૃત્વ હેઠળ મારવાડ, અંબર, ગ્વાલિયર, અજમેર, ચંદેરી, કોટા, બુંદી, રામપુર, આબુ, ઝાલોર વગેરે રાજ્યોના રાજપૂત રાજાઓ જોડાયા.
→ આ યુદ્ધમાં રાણા સાંગાની સાથે હસનખાન મેવાતી, મહમંદ લોદી, આલમખાન લોદી તથા મેદનીરાયે ભાગ લીધો હતો.
→ રાણો સંગ તીરથી ઘવાયો, તેને બેભાન સ્થિતિમાં દૂર લઈ જવામાં આવ્યો. તેમને યુદ્ધસ્થળથી બહાર પાલખીમાં લઇ જવાથી સેનામાં નિરાશા વ્યાપી ગઇ. સાથે જ કેટલાક સૈનિકોએ પક્ષબદલો કરીને બાબરની સાથે ભળી ગયા.
→ રાજપૂતો બહાદુરીથી લડ્યા; પરંતુ કટોકટીની પળે સિલહદ નામનો રાજપૂત સરદાર વિશ્વાસઘાત કરી દુશ્મનો સાથે ભળી ગયો. તેથી રાજપૂતો હાર્યા.
→ ભારતના ઇતિહાસમાં ખાનવાનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ ગણાય છે.
→ રાણા સાંગાએ 1509 થી 1528 સુધી મેવાડ પર શાસન કર્યું હતું. તેમણે વિદેશી આક્રમણો સામે તમામ રાજપૂતોને એક કર્યા હતા અને વિદેશી આક્રમણનો સામનો કર્યો હતો.
રાજપૂત સંઘનો નેતા રાણો સંગ યુદ્ધમાં ઘાયલ થયો અને એકાદ વર્ષમાં માત્ર 46 વર્ષની વયે મરણ પામ્યો.
→ બાબરે ખાનવાના યુદ્ધમાં વિજય મેળવી 'ગાજી'નું બિરૂદ ધારણ કર્યું હતું.
0 Comments