શૂન્ય પાલનપુરી | અલીખાન ઉસ્માનખાન બલોચ |Shunya Palanpuri | Ali Khan Usman Khan Baloch |

શૂન્ય પાલનપુરી
શૂન્ય પાલનપુરી

→ મૂળ નામ : અલીખાન ઉસ્માનખાન બલોચ (ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર)

→ જન્મ : 19, ડીસેમ્બર -1922; લીલાપુર, અમદાવાદ

→ અવસાન : 17, માર્ચ – 1987; પાલનપુર

→ પિતા : ઉસ્માનખાન

→ માતા : નનીબીબી

→ તખલ્લુસ : ‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’, ‘રમ્ઝ’

→ તેમણે ઉર્દૂમાં ‘અઝલ’ની સાથે ‘પાલનપુરી’ જોડી ‘અઝલ પાલનપુરી’ – એ નામે ઉર્દૂમાં ગઝલો લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ ‘શૂન્ય’ની સાથે ‘પાલનપુરી’ જોડીને ‘શૂન્ય પાલનપુરી’ના નામે ગુજરાતીમાં ગઝલો લખવાનું શરૂ કર્યું.



વ્યવસાય

→ જૂનાગઢ પાસેના પાજોદ ગામના દરબાર ‘રુસ્વા મઝલૂમી’ અંગત મંત્રી – 1940

→ અમીરબાઇ મિડલસ્કૂલ, પાલનપુરમાં શિક્ષક, 1945-1954

→ નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ, 1957-1960

→ પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન

→ મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી – 1962


→ 1945–46માં ‘ઇન્સાન’, ‘બે ઘડી મોજ’, ‘કારવાં’, ‘વતન’ વગેરે સામયિકોમાં શૂન્ય પાલનપુરીના નામે ગઝલો પ્રગટ થવા માંડી; પરંતુ તેમનો પ્રથમ ગુજરાતી મુશાયરો 1947માં સૂરતમાં થયો હતો.



ગઝલસંગ્રહો

→ ‘શૂન્યનું સર્જન’ (1952)

→ ‘શૂન્યનું વિસર્જન’ (1956)

→ ‘શૂન્યના અવશેષ’ (1964)

→ ‘શૂન્યનું સ્મારક’ (1972)

→ દાસ્તાને ઝિંદગી

→ ‘શૂન્યની સ્મૃતિ’ (1983)

→ તેમની ચૂંટેલી ગઝલોના સંગ્રહનું નામ ‘દરબાર શૂન્યનો’ (2006) છે.




→ તેમના અવસાન પછી ‘શૂન્યનો વૈભવ’ (1992) અને ‘શૂન્યની સૃષ્ટિ’ જેવા તેમના સમગ્ર ગઝલોના સંચયો પણ પ્રકાશિત થયા છે.

→ ઉર્દૂ અને અંગ્રેજીના પણ તેઓ જાણકાર હતા.

→ ફારસીના પિંગળશાસ્ત્રના તેઓ જ્ઞાતા હતા.

→ તેમણે ઉંમર ખય્યામ(ખૈયામ)ની રુબાઈઓનો ગુજરાતીમાં અનુવાદ 1973માં આપ્યો છે. આ અનુવાદ ઉત્તમ કક્ષાનો છે. બચુભાઈ રાવતે તેને ‘હૃદ્ય, ચોટદાર અને પ્રસાદ ગુણવાળો’ કહ્યો છે. ‘ખૈયામ’ એ નામે એ અનુવાદ-સંગ્રહ પ્રસિદ્ધ થયો છે

→ ‘અરૂઝ’(1968)માં ગઝલના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે.

→ ઉર્દૂ છંદશાસ્ત્રનો એમનો અભ્યાસ ‘અરૂઝ’માં પ્રગટ થયો છે.

→ પ્રથમ વાર જૂનાગઢમાં શૂન્ય પાલનપુરીને રજૂ કરનાર રુસ્વા મઝલૂમી હતા.

→ અલીખાનને ‘શૂન્ય’ તખલ્લુસ રાખવાનું સૂચન અમૃત ઘાયલે કર્યું હતું.



Post a Comment

0 Comments