- ભણકારા વાગવા → કોઈના આગમનનો સંકેત મળવો
- સમદરપેટ રાખવું → ઉદારતા દાખવવી
- ફાંકો રાખવો → તોર કે અભિમાનમાં હોવું
- ધૂન માંડવી → મધુર અવાજનું રટણ કરવું
- હલકું કરવું → માર મારવો
- લાજ રાખવી : મદદ કરીને આબરૂ જાળવવી.
- પથરો નાખવો : વિઘ્ન નાખવું
- રફુક્કચર થવું : ભાગી જવું
- સાતે આકાશ તૂટી પડવા : ભારે મોટી આફત આવી પડવી
- પેટે પાટા બાંધવા : જીવન જરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું
- સોગઠી મારવી : કામ સાધી લેવું
- વંઠી જવું : ચીલો ચાતરી જવું, બગડી જવું
- લાંઠી કરવી : મજાક કરવી
- પેટ ભરવું : ગુજરાન મેળવવું
- ઝબકાર થયો : ખ્યાલ આવ્યો
- હોળી કરવી → બાળવું
- ઘર ચાલવું → ઘરનો વ્યવહાર નભવો
- ઓશિયાળા મઢે → શરમિંદા મોઢે
- કડદો કરવો → છૂટ મૂકીને ઓછામાં આપી દેવું
- મોઢું કાળું કરવું → અપયશ કે કલંક લાગે એવું કામ કરવું
- વાંસજાળ પાણી → વાંસ જેટલાં ઊંડાં
- રોદણાં રોવાં → હતાશ થઈ દુઃખની વાત કહ્યા કરવી
- હૂંફ આપવી→ આશ્વાસન કે દિલાસો આપવો
- ગમ ખાવો → ખામોશી રાખવી
- કટક કોરું ન જવું → લશ્કર હેમખેમ પાછું ન ફરવું
- અમી ચુસાઈ જવું → રસકસ સૂકાઈ જવા
- મન રાખવું → ઈચ્છા પૂરી કરવી
- પગ ભાંગવા → નિરાશ થવું
- ધરતી સાથે જડી દેવું → મારી નાખવું
- ફટકો પડવો → નુકસાન થવું
0 Comments
Any suggestions, Please comment Below 👇