→ તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો (ઈ.સ. 1453). પરિણામે પૂર્વ અને પશ્ચિમના વેપારીક માર્ગો પર તુર્કીનું નિયંત્રણ સ્થપાયું.
→ યુરોપ અને એશિયાના વેપાર પર પેનીસ અને જીનીવાના વેપારીઓનો દબદબો હતો. તેઓ પશ્ચિમી યુરોપના સ્પેન અને પોર્ટુગલ જેવાં રાષ્ટ્રોને વેપારમાં ઘૂસવા દેવા માંગતા ન હતા. પરિણામે પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો ભારત અને ઈન્ડોએશિયાના મસાલાનાં કેન્દ્રો સુધી પહોંચવાના સમુદ્રમાર્ગો શોધવા તરફ વળ્યાં.
→ મસાલાના દ્વીપ તરીકે ઓળખાતા ઈન્ડોએશિયાની આસપાસના પ્રદેશો તે સમયે ઈસ્ટ ઈન્ડિઝ તરીકે ઓળખાતા હતા.
→ સ્પેનનો કોલંબસ અમેરિકાની શોધ (ઈ.સ. 1492) કરી.
→ પોર્ટુગીઝ વાસ્કો-ડી-ગામા યુરોપથી ભારત સુધીનો અત્યંત સુરક્ષિત અને નવો માર્ગ શોધી (ઈ.સ. 1498) શક્યો. તેણે આ સામુદ્રિક ભૂશિરને 'કેપ ઓફ ગુડ હોપ' નું નામ આપ્યું. (Text book : STD : 12)
→ પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે (ઝામોરિને) તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી.
→ બાર્થોલોમ્યુ ડાયઝે ‘કૅપ ઑફ ગુડ હૉપ’ ભૂશિરની શોધ કરી. (Text book : STD : 09)
→ ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ (ફિરંગી) પ્રજા આવી.
→ સૌ વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા.
→ પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ (વલદાઓ) અને ડેન્માર્કની (ડેનિશ) પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી.
→ ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈ.સ. 1600માં ઈંગ્લેન્ડના રાણી ઇલિઝાબેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનો આપતાં 1608માં કંપનીનું પ્રથમ વહાલ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું; પરંતુ તેમને હિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહિ. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતાં સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી (વેપારી મથક) સ્થાપી (1613).
→ શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યાં; પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતાં કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા જ્યાં તેમણે મછલીપટ્ટમ (ઑપ્રપ્રદેશ), સેન્ટ જ્યોર્જ (ચેન્નઈ) અને કોર્ટ વિલિયમ (કોલકાતા)માં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડુંમથક સ્થાપ્યું. (1687)
→ 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું માગમન થયું, જેણે સમય જતાં માટે, કરાઇકલ, પોંડીચેરી (પુડુચેરી), ચંદ્રનગર, મછલીપહમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી.
→ ભારતમાં (1746થી 1763 દરમિયાન) આ બંને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા ત્રણ કર્ણાટક વિગ્રહો થયા. જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો રાજ્યવિસ્તાર માર્ગ મોકળો થયો . આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા જ્યારે ફ્રેંચો પાસે ચંદ્ર્નગર, માહે કરાઈકલ, પોંડેચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી.
પોર્ટુગીઝો
→ ભારતમાં પોર્ટુગીઝોનું આગમન કાલિકટ રાજ્યમાં સામુદ્રિક (ઝામોરીન) નામના શાસકના સમયમાં થયું.
→ ત્યારબાદ તેમણે કોચીન, ગોવા, દીવ અને દમણમાં પોતાનાં વેપારીક કેન્દ્રો શરૂ કર્યો.
→ વેપારની સાથે સમુદ્રમાં રાજ કરવા તેમણે નૌકાશક્તિનો પ્રયોગ પણ કર્યો.
→ પોર્ટુગીઝોએ ગોવા પર કબજો જમાવ્યો.
→ પોર્ટુગીઝ સરકારે હિંદમાં તેના પ્રથમ ગવર્નર તરીકે આલ્મેડાની નિમણૂક કરી (ઈ.સ. 1507).
→ ત્યારભાદ આલ્ફાન્ઝો અલ્બુકર્કને ગવર્નર નીમવામાં આવ્યો. ગોવા જીતીને તેણે તેને પોર્ટુગીઝ રાજ્યની રાજધાની બનાવી (ઈ.સ. 1510) .
ડચ
→ 16મી સદીના ઉત્તરાર્ધમાં હોલેન્ડે પણ વેપારમાં ઝંપલાવ્યું, ભારતમાં પોર્ટુગલ વેપાર-વાણિજ્યને તોડવા માટે તેણે કાર્ય કર્યું.
→ હોલેન્ડની નાની નાની વેપારી કંપનીઓને જોડીને (ઈ.સ. 1602)માં એક નવી 'ડચ ઈસ્ટ ઇન્ડિયા' કંપનીની સ્થાપના થઈ.
→ ડચો મોટે ભાગે ઈન્ડોનેશિયાનાં જાવા, સુમાત્રા જેવાં મસાલાનાં સમૃદ્ધ કેન્દ્રો પર એકાધિકાર પ્રાપ્ત કરવા માંગતા હતા. તેમણે આ ક્ષેત્રોમાંથી પોર્ટુગીઝને હાંડી કાઢયા.
→ ભારતના ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત અને અમદાવાદ તથા ફેરળના કોચીન, મદ્રાસના નાગપટ્ટમ, આંધ્રના મસુલીપટ્ટમ, બંગાળના ચીનસુરા, બિહારના પટણા અને ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે વેપારી કોઠીઓની સ્થાપના કરી.
→ પોર્ટુગીઝ અને ડચ વેપારીઓની જેમ બ્રિટિશ વેપારીઓ ભારતના વેપારનું મહત્વ સમજતા હતા. આ બંને પ્રજાની સફળતાથી અને ભારત સાથેના વેપારમાં થતા અઢળક નફાથી પ્રેરાઈને બ્રિટિશરો પણ ભારતીય વેપારમાં આાવવા તલપાપડ બન્યા.
→ બ્રિટનના કેટલાક વેપારીઓએ મર્ચન્ટ એડવેન્ચર્સ (સાહસિકોની વ્યાપારી મંડળી) નામનું પૂર્વ સાથે વેપાર કરવાનું સંગઠન બનાવ્યું. જેને આગળ જતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે.
→ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથે એક રોયલ ચાર્ટર એક્ટ (31 ડિસેમ્બર 1600) દ્વારા આ કંપનીને ભારત સહિતના પૂર્વીય વિશ્વ સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો.
→ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતના સુરતમાં કોઠી નાંખવા નિશ્ચય કર્યો. કેપ્ટન હોકિન્સ આ વેપારી કોઠીની પરવાનગી લેવા માટે તત્કાલીન મુઘલ સમ્રાટ જહાંગીરને વિનંતી કરતો રહ્યો તેથી જહાંગીરે એક શાહી ફરમાન દ્વારા અંગ્રેજ કંપનીને આવી કોઠીઓ સ્થાપવા આજ્ઞા (ઈ.સ. 1612-13) આપી.
→ બ્રિટિશ કંપનીએ પોતાના દૂત થોમસ રો ને મુઘલ શહેનશાહ સમક્ષ મોકલ્યો (ઈ.સ. 1615).
→ રો ના પ્રયત્નોથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મુઘલ સામ્રાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠીઓ સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો.
→ બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાનાં લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયાં. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો. આ ટાપુ કંપનીએ સ્વહસ્તક કર્યો.
→ ગોવા, દીવ અને દમણ સિવાયના વિસ્તારોમાંથી આવી રીતે પોર્ટુગીઝો ફેંકાઈ ગયા.
→ અંગ્રેજો અને ડચ કંપનીઓ વચ્ચે પણ ઈન્ડોનેશિયાના મસાલાના વેપાર મામલે સતત સંઘર્ષ શરૂ થયો.
→ (ઈ.સ. 1654 થી ઈ.સ. 1667) ઍગ્લો-ડચ વૉર તરીકે ઓળખાતાં આ મહત્ત્વપૂર્ણ યુદ્ધો બાદ અંગ્રેજો અને ડચો વચ્ચે એક સંધિ થઈ. તે મુજબ અંગ્રેજોએ ઈન્ડોનેશિયામાં વેપારી કાર્યવાહી બંધ કરવાનું અને ડચોએ ભારતમાં અંગ્રેજી કોઠીઓ આવેલી હોઈ તે જગ્યાએ વેપાર ન કરવાનું ઠરાવ્યું. આ રીતે અંગ્રેજો ભારતમાં સૌથી શક્તિશાળી યુરોપીય સત્તા બની ગયા.
ફ્રેંચ
→ 'ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની' ની સ્થાપના પૅરિસ-ફ્રાન્સ (ઈ.સ. 1664) ખાતે થઈ.
→ ભારતમાં પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પુંડચેરી અને માહે પર પોતાનો અધિકાર જમાવ્યો.
→ મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ ઉપર પણ તેનો અધિકાર હતો.
ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તાસંઘર્ષ
→ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ (ઈ.સ. 1742) થતાં ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહો શરૂ થયા.
→ ભારતમાં રહેલો ફ્રાન્સનો ગવર્નર જનરલ ડુપ્લે ખૂબ શક્તિશાળી હતો. તેણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢતા ભારતના સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી.
→ હૈદરાબાદમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપની સફળ રહી. ક્રમશ: રાજમુંદ્રિ, મુસાફાનગર અને એલોર તથા ચિકાકોલ જેવા ક્ષેત્રો પર તેમનો અધિકાર સ્થપાયો.
→ ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને બંને વચ્ચે યુદ્ધ હાટી નીકળ્યું (ઈ.સ. 1750).
→ (ઈ.સ. 1754) બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછો બોલાવવામાં આવ્યો.
→ કર્ણાટક યુદ્ધ ( ઈ.સ. 1756) થયું, અંને અંગ્રેજોએ (ઈ.સ. 1760 સુધીમાં) ફ્રેંચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી, પેરિસની સંધિ (ઈ.સ. 1763) પ્રમાણે ફ્રેંચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી અને હવે તે કોઈપણ પ્રકારનું આવું રાજકીય કાર્ય નહીં કરે તેવું સ્વીકાર્યું.
ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ
→ મુસલીપકનમ્ તેમણે કોઠી સ્થાપી અને પગ-પેસારો શરૂ કર્યો. અહીંયા સ્થાનિક રાજાની પરવાનગી લઈ વર્તમાન ચેન્નાઈ ખાતે એક કિલ્લો પણ બનાવ્યો જે ફૉર્ટ સેન્ટ જ્યોર્જ (ઈ.સ. 1639) તરીકે ઓળખાયો.
→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ લઈને તેની કિલ્લેબંધી કરી (ઈ.સ. 1668) અને હવે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડીને મુંબઈ લઈ આવ્યા.
→ ઓરિસ્સા (ઈ.સ. 1633) અને બંગાળ (ઈ.સ. 1651) વેપાર કરવાના પરવાના મળ્યા. પરિણામે પટણા, બાલાશોર અને ઢાકામાં કોઠીઓની સ્થાપના થઈ. ભારતની ડામાડોળ રાજકીય પરિસ્થિતિ જોઈને બંગાળમાં તેમણે સત્તા પ્રાપ્ત કરવાનો મનસુબી પડ્યો.
→ અંગ્રેજોએ હુગલી પર આક્રમણ કરી મુઘલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું.
→ ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકતને કચડી નાંખી એટલું જ નહીં પણ સુરત, મસુલીપટ્ટમ અને વિશાખાપટ્ટનમની કોઠીઓ ઉપર પણ મુઘલ સત્તાએ પોતાનો અધિકાર સ્થાપી દીધો.
→ કંપનીએ સુતનતી, કાલિયાટ અને ગોવિંદપુર જેવાં ગામોની જમીનદારી (ઈ.સ. 1698) પ્રાપ્ત કરી. તેની આસપાસ કિલ્લો બનાવ્યો જે ફૉર્ટ વિલિયમ તરીકે ઓળખાતો, તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. આ સંદર્ભે મુઘલ બાદશાહ ફરૂર્ખશિયરે તેમને વિશેષ અધિકારો આપતું ફરમાન બહાર પાડયું, જે (ઈ.સ. 1651માં) ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ પડવું. આ સમય દરમ્યાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપારમાંથી ખૂબ નફો મળ્યો. (ઈ.સ. 1708માં કંપનીની નિકાસ 5 લાખ પાઉન્ડની હતી તે ઈ.સ. 1740 સુધીમાં 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી.)
→ ઈ.સ. 1744 શ્રી. ઈ.સ. 1763 ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભયાનક યુદ્ધો થયાં જેનું પરિણામ કર્ણાટક વિગ્રહમાં આવ્યું. આ કર્ણાટક વિગ્રહોમાં છેવટે (ઈ.સ. 1763) અંગ્રેજોનો વિજય થયો અને ભારત પર તેમની પકડ વધારે મજબૂત થઈ.
→ બંગાળ ભારતનો મહત્ત્વપૂર્ણ અને વિકસિત પ્રાંત હતો.
→ અંગ્રેજોને અહીંયાં વેપાર કરવાનો અધિકાર (ઈ.સ. 1717થી) પ્રાપ્ત થયો હતો. અંગ્રેજોને અહીંયા વેપાર કરવાનો અધિકાર (ઈ.સ. 1717થી) પાપ્ત થયો. અંગ્રેજો અને નવાબો વચ્ચે યુદ્ધનું કારણ આ ફરમાન જ હતું.
→ બંગાળના મુર્સીદકુલી ખાં અને અલીવર્દી ખાં સુધીના નવાબોએ કંપનીની કાર્યપદ્ધતિનો વિરોધ કર્યો હતો.
→ નવાબ સિરાઝ-ઉદ્-દૌલા (અલીવર્દીખાનો દત્તકપુત્ર) એ અંગ્રેજોને પોતાની શરતો પર વેપાર કરવાનું જણાવ્યું.
→ અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતાં રોષે ભરાયેલા નવાબે કાસીમ બજારની ફેક્ટરીનો કબજો કરી (20 જૂન 1756) કોલકાતા પર અધિકાર પ્રાપ્ત કરી લીધો. તેથી સિરાઝ-ઉદ-દૌલાને બદનામ કરવા કાળકોટડીનો કિસ્સો ઉપજાવી કાઢીને અંગ્રેજોએ સમુદ્રીનારે આવેલ ફુલ્ટા ખાતે શરણાગતિ સ્વીકારી.
→ સાથે સાથે તેમણે મદ્રાસના અધિકારીને જાણ કરી સહાયતા માંગી. આ ઉપરાંત નવાબના દરબારના અગ્રણી લોકો સાથે મળીને નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. નવાબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ મીરજાફર તથા મોટા ગજાના વેપારીઓ માણેકચંદ્ર, અમીચંદ, જગત શેઠ અને ખાદીમખાંને ખરીદી થઈ નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચાયું.
→ મદ્રાસથી એડમિટર વૉટ્સન અને કર્નલ ક્લાઈવ નૌકાસૈન્ય લઈને આવી પહોંચ્યા. તેમણે નવાબને હરાવી કલકત્તા જીતી લઈ નવાબને સંધિ (ઈ.સ. 1757) કરવા મજબૂર કર્યા.
→ તેમણે મીરજાફરને બંગાળની ગાદી પર બેસાડવાનું વચન આપ્યું.
→ મુસીંદાબાદથી 20 માઈલ દૂર પ્લાસીના મેદાનમાં થયેલું આ પ્રસિદ્ધ યુદ્ધ (23 જૂન 1757) ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના સાથે સંકળાયેલું છે.
→ મીરજાફર અને રાયદુર્લભ જેવા ગદારોને કારણે નવાબ હાર્યો. છેવટે તેની હત્યા કરવામાં આવી.
→ અંગ્રેજોએ મીરજાફરને નવાબ બનાવ્યો અને પોતાની માંગણીઓ મનાવી.
→ પ્લાસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે, કારણ કે તેણે બંગાળ અને તેના પછી સમગ્ર ભારત પર અંગ્રેજોનો અધિકાર લાદી દીધો. એટલું જ નહીં પણ હવે એક અંગ્રેજી વેપારી કંપનીએ ભારતના સાંમ્રાજ્યની સત્તા માટે દાવેદારી કરવા લાગી. બંગાળમાંથી મોટી માત્રામાં મહેસુલ મળવાને કારણે તેમની આર્થિક સ્થિતિ સુધરી, ફ્રેંચોને પણ તેઓ હરાવી ચૂક્યા. બંગાળ, બિહાર અને રૉબર્ટ ફ્લાઈવ ઓરિસ્સામાં મુક્ત વેપાર કરી શક્યા. બંગાળની પ્રજાને લૂંટી પુષ્કળ ધન-દોલત બ્રિટન ભેગાં કર્યાં.
→ મીરજાફરે છેવટે (ઈ.સ. 1760) પોતાના જમાઈ મીરકાસીમને ગાદી આપી દીધી. તે એક યોગ્ય અને શક્તિશાળી શાસક હતો. તેણે આધુનિક સેનાની સ્થાપના કરવાનો અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયત્ન કર્યો; એટલું જ નહીં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લેવાનો પ્રયત્ન કર્યો.
→ અંગ્રેજોએ મોટા પ્રમાણમાં સત્તાનો દુરૂપયોગ કરી પન પ્રાપ્ત કર્યું. મીરકાસીમ તેનાથી ખૂબ કોધિિત હતો. છેવટે બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું, એક મહત્ત્વપૂર્ણ લડાઈ (ઈ.સ. 1763)માં મીરકાસીમ હાર્યો અને તે અવધ ભાગી ગયો.
→ અવધના તત્કાલીન નવાબ સુજા-ઉદ- દીલા અને મુવલ બાદશાહ શાહઆલમ બીજા સાથે તેણે એક સંપિ કરી. છેવટે ત્રણેષની સંયુક્ત સેનાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું.
ભારતના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું બક્સરનું યુદ્ધ (22 ઓક્ટોબર 1764) થયું, જેમાં આ ત્રણેય સત્તાઓને હરાવીને અંગ્રેજો સાચા અર્થમાં ભારતના સૌથી શક્તિશાળી સાભિત થયા. આ યુદ્ધ અંગ્રેજોના પક્ષે નિર્ણાયક પુરવાર થયું, કારણ કે તે અંગ્રેજી સેનાની શ્રેષ્ઠતાનું વોતક હતું. આ યુદ્ધને પરિણામે અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસક બન્યા. ક્લાઈવ બંગાળનો ગવર્નર બન્યો. ત્યારબાદ (ઈ.સ. 1763) અંગ્રેજોએ મીરજાફરને ફરીથી નવાબ બનાવ્યો. પછી નિઝબુદ દૌલાને નવાબ બનાવ્યો. અંતે (ઈ.સ. 1765) નવાબે પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી અને આમ અંગ્રેજો બંગાળના વાસ્તવિક શાસક બની ગયા.
→ બ્રિટિશ કંપની બંગાળમાં વાસ્તવિક શાસક (ઈ.સ. 1765) બની ચૂકી હતી.
→ તેના હાથમાં રાજકીય અને સૈનિક નિયંત્રણ આવી ચુક્યું હતું.
→ નવાબ હવે કંપની પર આધારિત હતો.
→ કંપનીએ દીવાની અધિકાર પ્રાપ્ત કરી મહેસૂલ ઉપરાવવું શરૂ કર્યું. તેણે ઉપસૂબેદારની નિમણૂક કરવાનો અધિકાર મેળવી ન્યાય, પોલીસ બંને ઉપર નિયંત્રણ સ્થાપ્યું.
→ ઈતિહાસકારો બંગાળની આ વ્યવસ્થાને દ્વિમુખી વહીવટી તંત્ર તરીકે ઓળખાવે છે. કારણ કે, સત્તાનું નિયંત્રણ કંપની પાસે હતું પરંતુ પ્રશાસનની જવાબદારી નવાબ પાસે હતી.
હેસ્ટિંગ્સ (ઈ.સ. 1813-ઈ.સ. 1822)ના સમયમાં બ્રિટિશ કંપનીની સર્વોપરિતાની સ્થાપના
→ વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલીસ અને વેલેસ્લીના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા, મૈસુરના ટીપુ અને મુઘલ શાસકોને હરાવીને પોતાના વર્ચસ્વનો વિસ્તાર કર્યો હતો.
→ ટીપુની સત્તા (ઈ.સ. 1799માં) સમાપ્ત કરવામાં આવી.
→ દિલ્હી પણ કબજે કરવામાં આવ્યું. મરાઠાઓને પણ હાર સ્વીકારવી પડી.
→ મરાઠાઓએ હેસ્ટિંગ્સના સમય (ઈ.સ. 1817) માં પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કર્યો. આ સમયે મરાઠાઓ ચાર ભાગમાં વહેંચાઈ ચૂક્યા હતા, તેમણે સંયુક્ત મોરચો બનાવી બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ આદર્યું.
→ પૂનાના પેશ્વાએ, નાગપુરમાં અપ્પાસાહેબે અને માધવરાવ હોલ્કરે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું.
→ હેસ્ટિંગ્સએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી પેશ્વા, ભોંસલે અને હોલ્કરની સેનાઓને હરાવી દીધી.
→ પેશ્વાને ગાદી પરથી ઉતારી કાનપુર પાસે આવેલ બિઠ્ઠરની જાગીરમાં મોકલી દીધા અને મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરી. હોલ્કર અને ભોંસલેએ પણ શરણાગતિ સ્વીકારી સંધિ કરી. આ રીતે (ઈ.સ. 1818 સુધીમાં) પંજાબ અને સિંધને બાદ કરતાં મોટાભાગનું ભારત અંગ્રેજોના નિયંત્રણમાં આવી ચુક્યું અને તેમની સર્વોપરિતાની સ્થાપના થઈ.
→ અંગ્રેજ ઇતિહાસકાર પી. ઈ. રોબટ્સ અહીંથી જ ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ થયો હોવાનું નોંધે છે.
→ અંગ્રેજોએ ભારત જીતવાનું પોતાનું કાર્ય (ઈ.સ. 1818 શ્રી ઈ.સ. 1857 સુધીમાં) સુપેરે કર્યું જેમાં સિંધનો વિજય મહત્ત્વપૂર્ણ છે.
→ રશિયાના ભયને કારણે તેમણે સિંઘનો વિજય કરવાનું નક્કી કર્યું.
→ અફધાનિસ્તાન અને સિંધના રસ્તે રશિયા ભારતમાં પોતાનું વર્ચસ્વ ન વધારે તે માટે આમ કરવું તેમને માટે અનિવાર્ય હતું. સિંધુ નદી વેપાર માટે પણ બહુ ઉપયોગી હતી.
→ એક સંધિ (ઈ.સ. 1832) દ્વારા સિંધના અમીરોએ સિંધના વેપારી માર્ગો બ્રિટિશરો માટે ખોલી દીધા હતા. ત્યારબાદ (ઈ.સ. 1839) એક બીજી સંધિ પણ થઈ પરંતુ છેવટે ચાર્લ્સ નેપીયરે સિંઘ પર આક્રમણ કરી સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું (ઈ.સ. 1843).
ડેલહાઉસી અને ખાલસા નીતિ
→ ભારતના ગવર્નર જનરલ તરીકે આવેલા (ઈ.સ. 1848) ડેલહાઉસીએ શરૂઆતથી જ સમગ્ર ભારત ઉપર અંગ્રેજી શાસન લાદવા પ્રયાસ કર્યો.
→ તેણે કહ્યું હતું કે
"ભારતના દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે.”
→ સામ્રાજ્યવાદી ડેલહાઉસીએ ભારત જીતવા માટે એક વિચિત્ર સિદ્ધાંત - 'ખાલસા નીતિ' દ્વારા ભારતનાં રાજ્યો હડપ કરવાનું શરૂ કર્યું.
→ ખાલસા નીતિ પ્રમાણે કોઈપણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું.
→ ખાલસા નીતિ પ્રમાણે તેણે સતારા (1848), નાગપુર (1854), ઝાંસી (1854) જેવાં રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં.
→ તેણે ભારતના ભૂતપૂર્વ રાજાઓને માન્યતા આપવાનો અને પેનન્શન આપવાનો ઈન્કાર કર્યો.
→ આ સિદ્ધાંત પ્રમાણે કર્ણાટક, સુરત અને તાંજોરના રાજાની ઉપાધિઓ છીનવી લીધી.
→ અવધને ગેરવ્યવસ્થાના બહાને (ઈ.સ. 1856) બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને એ રીતે ભારતના મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી રાજની સ્થાપના પૂર્ણ કરવામાં આવી.
0 Comments