18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તાપ્રાપ્તિ માટે સંઘર્ષ
18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તાપ્રાપ્તિ માટે સંઘર્ષ
→ 18મી સદીનું ભારત ભારતના ઈતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બની રહ્યું.
→ મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુઘલ શાસન પતન તરફ ધકેલાયું.
→ મુઘલ શાસનના પતનને પરિણામે ભારતમાં અનેક નાનાં-મોટાં સામ્રાજ્યો ઊભા થયા અને તે બધા પોતાની શક્તિ વધારવા માંહોમાંહેની લડાઈમાં વ્યસ્ત થયાં.
→ મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ જેવાં રાજ્યો આમાં મોખરે હતાં. તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો. આવે સમયે વિશ્વભરમાં મહત્ત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા આ રાજકીય શૂન્યાવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું.
→ શક્તિશાળી સેના અને કૂટનીતિજ્ઞ અધિકારીઓ ધરાવનાર "બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તા પર પ્રતિસ્પર્ધીના રૂપમાં પ્રવેશી.
→ ભારત માટે આ કપરો કાળ હતો ભારતીયો એક તરફ અંદરો-અંદર લડાઈઓમાં વ્યસ્ત હતા. એવે સમયે બ્રિટન તેનો લાભ લઈ ભારતમાં શાસન સ્થાપવા આતુર હતું.
→ વેરવિખેર અને નિર્બળ ભારતીયોને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે તેમ હતા. એટલે જ, મહાત્મા ગાંધીએ નોંધ્યું છે કે,
“ઈગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં (તાસકમાં) ભારત ઈંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું.”
એ સાચું જ છે.
→ ભારતનું મુઘલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વનાં સૌથી મોટાં સામ્રાજ્યો પૈકીનું એક હતું પરંતુ 18મી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ તે પતનોન્મુખ થયું.
→ ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસાવિગ્રહ ફાટી નીકળ્યો. છેવટે બહાદુરશાહ ગાદી પર આવ્યો. તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો. એટલું જ નહીં પણ ઔરંગઝેબથી વિરુદ્ધ તેણે હિન્દુઓ સાથે સમતાપૂર્ણ વ્યવહાર કયો. રાજપૂતો સાથે પણ તેકો સારા સંબંધો બાંધ્યા હતા.
→ રાજા જયસિંહ અને અજીતસિંહ સાથે તેમજ મરાઠા સરદારો સાથે તેની અવ્યવસ્થિત નીતિને કારણે તેમની સાથેના સંબંધો બગડયા.
→ તારાબાાઈ અને સાહુ વચ્ચે વારસાવિગ્રહના પ્રશ્ને તેણે યોગ્ય કાર્યવાહી ન કરતાં મરાઠાઓ પણ તેની વિરુદ્ધ ગયા.
→ મુઘલ બાદશાહ બહાદુરશાહે શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે પણ સુમેળભર્યા સંબંધો બાંધ્યા.
→ ગોવિંદસિંહના મૃત્યુ બાદ બંદાબહાદુરે શીખોનું નેતૃત્વ લઈ બહાદુરશાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો. એટલું જ નહિ પણ સતલજ અને યમુના નદી વચ્ચેનો સમગ્ર પ્રદેશ પણ તેમણે કબજે કર્યો.
→ બહાદુરશાહે બુંદેલા સરદાર છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી. જોકે, બહાદુરશાહની શાસનવ્યવસ્થા કથળી રહી હતી. તેનું મૃત્યુ (ઈ.સ. 1712) થતાં ફરીથી મુઘલ સામ્રાજ્ય અંધાધૂધીમાં ફસાયું.
→ પછીથી થયેલ ઉત્તરાધિકારના યુદ્ધમાં જહાંદારશાહની જીત થઈ. તેનો વજીર જુલ્ફીકાર મહત્ત્વાકાંક્ષી હતો. જોકે તેના સમયમાં રાજપૂતો સાથે પુનર્સબંધો બંધાયા.
→ જુલ્ફીકાર વિરુદ્ધ પડયંત્ર રચી ફરૂખશીયર ગાદી મેળવવામાં સફળ (ઈ.સ. 1713) થયો. સૈયદબંધુઓએ તેને મદદ કરી. ફરૂખશીયર પણ સક્ષમ ન હતો. તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું.
→ ઈ.સ. 1719 થી ઈ.સ. 1748 સુધીના લાંબા સમય સુધી ફરૂખશીયર બાદ મોહમ્મદશાહે શાસન કર્યું તે નિર્બળ હોવાને કારણે ખાસ કરીને મરાઠા સરદારો, અવધ, ભંગાળ અને પંજાબ પર પોતાનું આધિપત્ય જાળવી શક્યો નહીં. તેના સમયમાં નાદિરશાહના આક્રમણે વધારે કફોડી સ્થિતિ ઊભી કરી, હવે (ઈ.સ. 1759) શાહઆલમ દ્વિતીય ગાદી પર આવ્યો. તે હિંમતવાળો અને યોગ્ય શાસક હતો પરંતુ મુઘલ સામ્રાજ્યનો ઉદ્વાર કરવો તેના માટે સંભવ ન હતો.
→ અંગ્રેજોએ (ઈ.સ. 1757 અને 1764) ભંગાળ પર મહત્ત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો. તે ક્રમશઃ દિલ્લી તરફ આગળ વધી રહ્યા. અંતે (ઈ.સ. 1803) અંગ્રેજોએ દિલ્લી કબજે કર્યું. મુઘલ શાસનના આવા નિર્બળ ઉત્તરાધિકારીઓને કારણે ભારત બ્રિટિશસત્તાનું ભોગ બન્યું.
હૈદરાબાદ અને કર્ણાટક
→ હૈદરાબાદ રાજ્યની સ્થાપના (ઈ.સ. 1724) આશફજહાંએ કરી. તે પાછળથી નિઝામ-ઉલ-મુલ્ક તરીકે ઓળખાયો.
→ ઔરંગઝેબના મૃત્યુ ભાદ તેણે દક્ષિણમાં જઈ ક્રમશઃ હૈદરાબાદ રાજ્યનો પાયો નાંખ્યો. અં
→ મુઘલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખ્ખણમાં પણ તેણે વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો.
→ તેના દીવાન પુરણચંદે દખ્ખણમાં મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં તેને મદદ કરી. તેનું મૃત્યુ થતાં તેના રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ.
→ કર્ણાટકના નવાબ શાહાદતુલ્લાખાંએ પોતાના ભત્રીજા દોસ્તઅલીને પોતાનો ઉત્તરાધિકારી નીમ્યો. ત્યારબાદ (ઈ.સ. 1740) બંને રાજ્યો વચ્ચે વારંવાર સંઘર્ષ થવાથી બંને નિર્બળ બન્યાં અને યુરોપિયન કંપનીઓએ ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી.
બંગાળ
→ મુઘલ સામ્રાજય નિર્બળ થતાં (ઈ.સ. 1717) મુરશીદકુલીખાંએ બંગાળમાં સૂબેદારને બદલે સ્વતંત્રપણે શાસક બનવાનું નક્કી કર્યું. તેના સમયમાં બંગાળી જમીનદારોએ કરેલ વિગ્રહોને તેણે દબાવી દીધા. તેના મૃત્યુ બાદ તેનો જમાઈ શુઝાઉદ્દીન શાસન પર આવ્યો, જેણે (1739 સુધી) બંગાળ પર શાસન કર્યું, ત્યારબાદ તેનો પુત્ર સરફરાઝખાં ગાદી પર આવ્યો, પરંતુ એક જ વર્ષ બાદ તેને હટાવી અલીવર્દીખાં બંગાળનો નવાબ બન્યો.
→ બંગાળમાં આ ત્રણેય નવાબોના સમયગાળા દરમ્યાન શાંતિ અને વ્યવસ્થા સ્થાપાયેલાં રહ્યાં. તેમણે વેપાર અને વાણિજયનો વિકાસ કર્યો. તેણે નવી જ જમીન મહેસુલ પદ્ધતિ ઊભી કરી મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યાં. આ ત્રણેય નવાબોએ હિંદુઓ અને મુસલમાનો બંનેને સમાન તક આપી. તેમણે વેપાર વાણિજ્યનો (ખાસ કરીને વિદેશ વ્યાપારનો) વિકાસ કરવા નદીમાર્ગોની સુરક્ષા કરી. તેમણે અંગ્રેજો અને ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લેબંધી કરવાની મનાઈ કરમાવી.
→ બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્ણ કાર્ય કર્યું ન હતું, પરિણામે તેના ઉત્તરાધિકારી સિરાજ-ઉદ્-દૌલાના સમયમાં પ્લાસીના યુદ્ધમાં (1757) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નવાબના લશ્કરને હરાવી ભારત પર પોતાનું શાસન સ્થાપી દીધું.
અવધ
→ અવધના સૂબેદાર તરીકે નિમાયેલ (ઈ.સ. 1722) શહાદતમાં જે બુરહાન-ઉલ-મુલ્ક તરીકે ઓળખાતો હતો. તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી.
→ તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો.
→ તેણે નવી જ જમીન મહેસૂલ પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. તેણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સમાનતાપુર્ણ વ્યવહાર કર્યો.
→ તેનું મૃત્યુ થતાં સદરજંગે અલ્હાબાદ અને અવધનો વહીવટ પોતાના હાથમાં લીધો.
→ બંગેસ નવાબો સામે (1750-51) તેનું મહત્ત્વપૂર્ણ યુદ્ધ થયું.
→ સફદરજંગે શહાદતખાંની જેમ જ વ્યવસ્થિત નીતિ અપનાવી. તેણે લખનૌ અને અવધનો વિકાસ કર્યો. એટલું જ નહિ સાહિત્ય અને કલાનો તથા હસ્તશિલ્પનો તેના સમયમાં ખાસ્સોો વિકાસ થયો, નૈતિક રીતે પણ તે ચોખ્ખો હતો.
→ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ભાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસુર હૈદરઅલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. તેણે મૈસુરના રાજા કૃષ્ણરાજ વદીયારને નામમાત્રનો રાજા બનાવી વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લઈ લીધી.
→ કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવત હૈદરઅલીએ મૈસુરનો મહત્ત્વપૂર્ણ વિકાસ કર્યો.
→ ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિન્ડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના (ઈ.સ. 1755) કરી.
→ મૈસુરના વાસ્તવિક શાસક (ઈ.સ. 1761) બની એણે કન્નડ અને મલબાર સુધીનો વિસ્તાર પોતાના રાજ્યમાં ભેળવી દીધો.
→ તેણે મુઘલ શાસનપ્રણાલી જેવી જ વ્યવસ્થા ઊભી કરી.
→ મૈસુર સતત નિઝામ, મરાઠા અને અંગ્રેજો સામે સંઘર્ષમાં હેતું, તેણે (1779) અંગ્રેજોને હરાવી દીધા હતા પરંતુ બીજા એંગ્લો-મૈસુર યુદ્ધ (1782)માં તે મૃત્યુ પામ્યો અને તેની જગાએ ટીપુ સુલતાન ગાદી પર આવ્યો.
→ ચતુર્થ એંગ્લો-મૈસુર યુદ્ધમાં મૃત્યુ (ઈ.સ. 1799) પામતાં સુધી ટીપુ સુલતાન મૈસુરમાં શાસન કરવાવાળો શક્તિશાળી સુલતાન હતો.
→ ફ્રાંસની રાજ્યક્રાંતિથી ખૂબ જ પ્રોત્સાહિત થઈ. સમયની સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તનો કરનાર તે એક શક્તિશાળી સુલતાન હતો.
→ નવીન કેલેન્ડર, નવા જ સિક્કાઓ અને નવી પ્રણાલીથી તોલમાપ શરૂ કરનાર તેમજ આધુનિક પુસ્તકાલય તથા ધર્મ, ઈતિહાસ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રસરુચિ લેનાર કદાચ 18મી સદીનો તે એકમાત્ર સુલતાન હતો.
→ શ્રીરંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને તે 'જેકોબીન કલબ'નો સભ્ય બન્યો હતો.
→ લશ્કરી વ્યવસ્થામાં પણ આધુનિકીકરણ લાવી તેણે ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું.
→ યુરોપિયન શૈલી પ્રકારે બંદુકો અને આધુનિક હથિયારોથી તેણે લશ્કરનું નવીનીકરણ કર્યું. એટલું જ નહીં પણ તેણે નૌકાસેના ઊભી કરી (1776) જહાજો પણ બનાવ્યાં તે પોતે પણ પ્રતિભાવત સેનાપતિ હતો. તે કહેતો "ઘેટાંની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે.”
→ ચતુર્થ ઍગ્લો-મૈસુર યુદ્ધમાં અંગ્રેજોએ તેને હરાવ્યો. અહીં લડતાં-લડતાં તે વીરગતિને પામ્યો.
→ ટીપુ સુલતાન 18મી સદીના રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ હતો. અંગ્રેજોના રૂપમાં ઊભા થનાર ખતરાની જાણ તેને હતી અને એટલે જ અંગ્રેજો તેમને પોતાનો સૌથી ખતરનાક દુશ્મન સમજતા હતા.
દિલ્લીની આસપાસના પ્રદેશો
→ મુઘલ સામ્રાજ્યના પતન બાદ દિલ્લી આસપાસનાં રાજપૂત રાજ્યોએ પોતાના રાજ્યોને સ્વતંત્ર કરવાનો પ્રયત્ન કર્યો.
→ સૌથી મહત્ત્વપૂર્ણ રાજપૂત શાસકમાં આમેરનો સવાઈ જયસિંહ હતો. તે કુશળ રાજનીતિજ્ઞ, સુધારક, કાયદાવિદ્ અને ખાસ તો વિજ્ઞાન અને ખગોળનો વિદ્વાન હતો.
→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે શૂન્યાવકાશ વ્યાપી રહ્યો હતો ત્યારે તેણે જયપુરમાં વિજ્ઞાન અને કલાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ઊભું કર્યું. તેણે દિલ્લી, જયપુર, ઉજજૈન અને મથુરામાં આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો સમાવેશ કરતી વેધશાળાઓ બનાવી. તેના સમયમા ગણિતનાં તત્ત્વો અને ત્રિકોામિતીત્તરોએ ખાસું કામ થયેલું. તેમણે રાજપૂતોમાં વ્યાપક એવાં કેટલાંક દૂષણો વિરુદ્ધ સમાજસુધારો કર્યો. જેમાં બાળકીને દૂધપીતી કરવાની ચાલનો સમાવેશ થાય છે.
બંગેસ પઠાણો અને રોહિલ્લાઓ
→ અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશોમાં મોહમ્મદખાં બંગેસે (કરૂકાબાદ આસપાસ) એક નાનું પરંતુ શક્તિશાળી રાજય સ્થાપ્યું.
→ હિમાલયના દક્ષિણ ભાગમાં અને ગંગા નદીના ઉત્તરમાં કુમાઉ સુધી ઠેલાયેલા રાજ્યની રાજધાની બરેલીના આંવલા અને ત્યારબાદ રામપુરમાં બનાવી. તે અયોધ્યા, દિલ્લી અને જાટ પ્રજા સાથે સતત સંઘર્ષમાં રહેતો.
શીખસત્તા
→ 17મી સદીની શરૂઆતના શીખગુરુ હરગોંવિદે શીખોને લડાયક બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો જે 10મા ગુરુ ગોવિંદસિંહના સમયમાં અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા. સ્થાપ્યું.
→ પંજાબના કેટલાક વિસ્તારોમાં ક્રમશ: તેમનું શાસન શક્તિશાળી બનતું ગયું.
→ ભારત પર ઈરાની આક્રમણો થવાને પરિણામે શીખસત્તાનો વિકાસ થયો સ્થાપ્યું.
→ 18મી સદીના અંતમાં શીખોની સુકરચક્યા જાતિમાંથી આવેલા રણજિતસિંહે શીખસામ્રાજ્યનો વિકાસ કર્યો.
→ તેમણે લાહોર અને અમૃતસર જીતીને સતલુજ નદીના પશ્ચિમ વિસ્તાર પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલું જ નહીં, તેમણે મુલતાન, કાશ્મીર, પેશાવર જીતી લઈને શીખરાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે યુરોપિયન ઢબે શક્તિશાળી લશ્કર ઊભું કર્યું હતું, યુરોપિયનો તેમના લશ્કરમાં અધિકારી તરીકે કાર્યો કરતા. ધાાર્મિક રીતે પણ તે સહિષ્ણુ હતો. અંગ્રેજોએ તેમની સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા પરંતુ તેમના મૃત્યુ બાદ (1839) ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખરાજ્યનો બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કરી દીધો.
→ મુઘલ સામ્રાજ્યને સૌથી વધારે શક્તિશાળી મુકાબલો આપનાર મરાઠા હતા. એક સામાન્ય યોદ્ધાના પુત્ર તરીકે જન્મેલા (15.સ. 1627) શિવાજીએ સ્વબળે મહાન મુઘલસત્તા તેમજ દક્ષિણમાં બ્રહ્મની રાજ્યો સાથે ભારે સંઘર્ષ કરી મરાઠાસત્તાનો પાયો નાંખ્યો.
→ શિવાજીએ મરાઠી રાજ અને મરાઠા સામ્રાજ્યવાદનો ભારે વિકાસ કર્યો. તેણે (1680 સુધીમાં) મરાઠી સત્તાને સૌથી શક્તિશાળી સત્તા બનાવી મુઘલ સામ્રાજ્યની બરાબરી કરતી કરી દિઘી.
→ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો (1689). જોકે ઔરંગઝેબના મૃત્યુ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. આ ઘટના બાદ શાહુ અને કોલ્હાપુરમાં રહેતાં તેમનાં કાકી તારાબાઈ વચ્ચે વારસાવિગ્રહ શરૂ થયો.
→ તારાબાઈએ પોતાના પુત્ર શિવાજી દ્વિતીયના નામે (ઈ.સ. 1700 સુધી) મુઘલ સત્તા વિરુદ્ધ સંઘર્ષ કર્યો.
→ શાહુ અને કોલ્હાપુર વચ્ચેના ઝઘડાને પરિણામે મરાઠી સરકારમાં પેશ્વાપ્રથા નામની એક નવી જ વ્યવસ્થાની જન્મ થયો અને પેશ્વા હવે મરાઠી સતાના કેન્દ્રમાં આવ્યા.
→ પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા. જેમણે શાહુનો પક્ષ લઈ તેમના દુશ્મનોને દૂર કરી મરાઠા શક્તિનો વિસ્તાર કર્યો : એટલું જ નહિ પેશ્વાએ શાહુની સત્તા પણ પોતાના હાથમાં લઈ લીધી. તેમણે મુઘલોને પણ અંકુશમાં રાખ્યા. તેમનું મૃત્યુ થતાં તેમના પુત્ર બાજીરાવ પ્રથમ પેશ્વા બન્યા. તે અત્યંત પ્રતિભાવંત સેનાપતિ હતા.
→ શિવાજી પછીના ગેરીલાયુદ્ધના સૌથી શક્તિશાળી પ્રતીક તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
→ મુઘલ સત્તા વિરુદ્ધ તેમને ખાસી સફળતા મળી, તેમના સમયમાં મરાઠા મહારાષ્ટ્રથી લઈને માળવા, ગુજરાત અને બુંદેલખંડ પર અધિકાર ધરાવતા થયા.
→ તેમણે જંજીરા જીત્યું અને પોર્ટુગીઝોને પણ પોતાના અંકુશમાં લીધા.
→ મરાઠી સામ્રાજ્યવાદનો ખૂબ મોટી વિસ્તાર કરનાર બાજીરાવ મૃત્યુ પામ્યા (1740).
→ તેમના બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ જે નાનાસાહેબ તરીકે પ્રખ્યાત થયા. તેમણે શાસન સંભાળ્યું અને પોતાના પિતાનાં અધૂરાં સ્વપ્ન પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો.
→ એહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ (1761ની 14મી જાન્યુઆરી) થયું, આ યુદ્ધમાં સદાશીવ રાવે મહત્ત્વનો ભાગ ભજવ્યો. જેમાં મરાઠાપક્ષે 28,000 સૈનિકો મૃત્યુ પામ્યા આ ઘટનાના આઘાતથી જૂન-1761માં પેશ્વાનું મૃત્યુ થયું.
0 Comments