→ પૂરું નામ : શમશેરજી હોરમુસજી ફ્રામજી જમશેદજી માણેકશા
→ ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશ
→ તેમના પરિવારનું મૂળ વતન વલસાડ, ગુજરાત હતું. પરંતુ તેઓ પંજાબમાં સ્થાયી થયા હતા.
→ તેઓ દહેરાદુનમાં આવેલ ઇન્ડિયન મિલિટ્રી એકેડમીના પ્રથમ બેચના 40 વિધાર્થીઓમાંના એક હતા.
લશ્કરી કારકિર્દી
→ તેઓ વર્ષ 1934માં ભારતીય સેનામાં 12મી ફ્રન્ટીયર ફોર્સ રેજિમેન્ટમાં જોડાયા હતા.
→ તેઓ બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન બ્રિટિશ ભારતીય સૈન્યમાં કેપ્ટન તરીકે 17મી ઈન્ફન્ટ્રી રેજિમેન્ટ તરફથી લડયા હતાં. આ યુદ્ધમાં બહાદુરી બદલ તેમને મિલિટ્રી ક્રોસથી નવાજવામાં આવ્યાં હતાં.
→ 22 ઓક્ટોબર , 1947ના રોજ જનરલ માણેકશાની નિમણૂંક જમ્મુ-કશ્મીરની 3જી બટાલિયન અને 5મિ ગોરખા રાઈફલના કમાન્ડર ઓફિસર તરીકે થઈ હતી. તેઓ પોતાનો હોદ્દો સંભાળે તે પહેલા પાકિસ્તાન સૈન્યએ મુઝફરબાદ કબ્જે કરી જમ્મુ-કશ્મીર તરફ આગળ વધી હતી.
→ આ પરિસ્થિતિમાં હરિસિંહે પોતાના રક્ષણ માટે ભારત પાસેથી મદદ માંગી, જેથી 25 ઓક્ટોબરના રોજ રાજ્ય વિભાગના સેક્રેટરી વી.પી.મેનન અને જનરલ માણેકશા એ શ્રીનગરની મુલાકાત લીધી હતી.
→ આથી 26 ઓકટોબર, 1947ના રોજ પંડિત જવાહરલાલ નેહરૂ અને હરિસિંહ દ્વારા ભારત સાથે જોડાવા માટેના વિલિયપત્ર (Instrument of Accession) પર હસ્તાક્ષાર કરવામાં આવ્યા હતાં અને પાકિસ્તાની સૈન્યને જમ્મુ-કાશ્મીરમાં આગળ આવતાં અટકાવવામાં આવ્યું હતું. ત્યારથી જમ્મુ - કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે.
→ ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળનાર જનરલ માણેકશા પ્રથમ ભારતીય અધિકારી હતાં.
→ ભારત-પાકિસ્તાન યુદ્ધ (1947-48) અને હૈદરાબાદના સૈન્ય અભિયાન (ઓપરેશન પોલો, 1948)નું નેતૃત્વ જનરલ માણેકશાએ કર્યુ હતું. આ સમય દરમિયાન યોજનાકીય ભૂમિકા ભજવવા બદલ તેમને બ્રિગેડિયર તરીકે બઢતી આપવામાં આવી હતી.
→ તેઓ વર્ષ 1952-54 સુધી 167 ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડર રહ્યા હતા. ત્યારબાદ આર્મી હેડકવાર્ટરમાં લશ્કરી તાલીમ નિયામકની જવાબદારી સંભાળી હતી.
→ તેમણે વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
→ 8 જૂન, 1969ના રોજ તેમને 8માં ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.
ભારત-પાકિસ્તાન યુદ્ધ (1971)
→ વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાને (વર્તમાન બાંગ્લાદેશ) સ્વાયત્ત રાજયની માંગ કરી તે સમયે ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યનું નેતૃત્વ તેમણે કર્યુ હતું. તેમના નેતૃત્વમાં 16 ડિસેમ્બર, 1971ના રોજ યુદ્ધમાં પાકિસ્તાને 90,000થી વધુ સૈનિકો સાથે શરણાગતિ સ્વીકારી અને ભારત વિજયી બન્યું તથા અલગ બાંગ્લાદેશની સ્થાપના થઈ.
→ આ વિજયની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
→ આ યુદ્ધ પછી વર્ષ 1973માં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને ફિલ્ડ માર્શલની ઉપાધિ આપી હતી. ફિલ્ડ માર્શલની ઉપાધિ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય હતાં.
→ તેઓ શરણાર્થીઓ સાથે ઉદાર વર્તન માટે જાણીતા હતાં.
→ તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 1968માં પદ્મભૂષણ અને વર્ષ 1972માં પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ આ ઉપરાંત તેમને સામાન્ય સેવા પદક (1947), સંગ્રામ મેડલ, બર્મા સ્ટાર, પૂર્વી સ્ટાર, સૈન્ય સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, રક્ષા મેડલ, ભારતીય સ્વતંત્રતા પદક, ભારતીય સેવા મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા.
→ નવૃત્તિ બાદ તેમણે ઘણી કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
→ તેમની સ્મૃતિમાં 16 ડિસેમ્બર, 2008ના રોજ માર્શલ ગણવેશમાં દર્શાવતો પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યો હતો .
→ વર્ષ 2023માં સામ માણેકશાના જીવન પર આધારીત સામ બહાદુર (દિગ્દર્શક-મેઘના ગુલઝાર, અભિનેતા- વિકી કૌશલ ) રિલીઝ થઈ હતી.
0 Comments