રીંગણ (Brinjal)

રીંગણ (Brinjal)
રીંગણ (Brinjal)

→ વૈજ્ઞાનિક નામ : Solanam Melongena

→ ઉત્પત્તિસ્થાન : ભારત

→ સંશોધન કેન્દ્ર : આણંદ (મુખ્ય સંશોધન કેન્દ્ર) (સૌરાષ્ટ્ર ઝોનમાં જુનાગઢ)

→ વિશેષતા : રીંગણમાં વિટામીન એ.બી.સી. તેમજ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ તત્ત્વો રહેલા છે.

→ રીંગણ આયુર્વેદની દૃષ્ટિએ મધુર, તીક્ષ્ણ અને ગરમ છે. અગ્નિને પ્રદીપ્ત કરનારા, વીર્યને વધારનારા છે.

→ જમીનની અનુકૂળતા : સારી નિતારશક્તિવાળી, ગોરાડુથી મધ્યમ કાળી, ભાઠાની જમીન અનુકૂળ આવે છે.

→ આબોહવાકીય પરિસ્થિતિ : વૃદ્ધિકાળ દરમિયાન ગરમ અને ફૂલ-ફળ આવવાના સમયે ઠંડું તેમજ સૂકું હવામાન માફક આવે છે.

→ બીજ દર : 400 ગ્રામ/હેકટર (15-18 હજાર છોડ)

→ વાવણી : ધરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે.

→ ફેરરોપણી અંતર : 90×60 સે.મી.

→ ખાતર વ્યવસ્થાપન : જમીન તૈયાર કરતી વખતે હેકટરે 20 ટન છાણીયું ખાતર, 50કિગ્રા નાઈટ્રોજન 81 કિ.ગ્રા. ડી.એ.પી./ નાઈટ્રોજન - ફોસ્ફરસ – પોટેશિયમ : 100-50-50 કિ.ગ્રા. પ્રતિ હેકટરના દર મુજબ આપવું.

→ પિયત : શિયાળામાં 8થી 10 દિવસે ઉનાળામાં 5થી 6 દિવસે

→ ઉત્પાદન : 40-45 ટન/હેક્ટર

→ પ્રથમ વીણી : ૬૦ થી ૭૦ દિવસ

→ પાકવાના દિવસો : ૧૬૦ -૧૮૦ દિવસ

→ ઉત્પાદન : ૩૦ થી ૩૫ ટન પ્રતિ હેકટર


વાવેતરનું અંતર અને બીજનો દર

→ બે હાર વચ્ચેતનું અંતર સે.મી.:- ૭૫ થી ૯૦

→ બે છોડ વચ્ચેતનું અંતર સે.મી.:- ૪પ થી ૬૦

→ બીજનો દર :- ૩૦૦-૪૦૦ ગ્રામ પ્રતિ હેકટર, ૧૮૦૦૦ થી ૨૨૦૦૦ છોડ /હે

→ વાવેતર ૫ઘ્ધ તિ :- ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી.


રીંગણની સુધારેલી જાતો

→ જુનાગઢ લોગ : અર્ધ ફેલાતી અને કાંટા વગરના છોડ ફળ, લાંબા, રંગ, ગુલાબીથી જાંબલી, પાંતળા અને 17થી 20 સેમી લાંબા હોય છે.

→ જુનાગઢ ઓબલોગ : કાંટા વગરની ફળ લંબગોળ 5 સેમી જાડા 15 સેમી લાંબા છોડનાં પાન લીલા, ફળ જાંબલી કે ઘેરા ગુલાબી રંગનાં હોય છે.

→ જુનાગઢ રવૈયા : કાંટા વગરની ફુલ જાંબલી ફળ કાળાશ પડતા જાંબલી કદમાં મધ્યમથી મોટા વહેલી પાકતી જાત.

→ પુસા-પર્પલ લોંગ : વહેલી પાકતી અને ઉત્પાદન આપતી આ જાતનાં ફળ લાંબા, પહોળા અને રંગે જાંબલી હોય છે. ફળની લંબાઈ 20થી 25 સેમી હોય છે.

→ પુસા-પર્પલ - રાઉન્ડ : ફુલ જાંબલી રંગનાં ફળ જાંબલી રંગના મોટા અને ગોળ હોય છે.

→ આ ઉપરાંત ગુજરાત રીંગણ-4, ડોલી-5, ગોપી-1, ગુજરાત, જુનાગઢ રીંગણ-2 અને 3, ગુજરાત લાંબા રીંગણ-1, ગુજરાત લંબગોળ રીંગણ-1 પુસા સદાબહાર, કે.એસ. 331, ગુજરાત રીંગણ લીલા ગોળ-1, કાશી કોમલ, પંત સમ્રાટ, જૂનાગઢ લોંગ, જૂનાગઢ ઓબલોંગ, જૂનાગઢ રવૈયા, પુસા-પર્પલ લોંગ, પુસા-પર્પલ રાઉન્ડ

→ હાઈબ્રીડ જાતો: ગુજરાત શંકર રીંગણ-2, ગુજરાત શંકર રીંગણ-2, પુસા હાઈબ્રીડ-5,પુસા હાઈબ્રિડ - 9, પુસા હાઈબ્રીડ-6



જીવાત - કિટક

→ જીવાત/કીટકોના નામ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ, સફેદ માખી, તડતડિયા, મોલો, પાનકથીરી, લેઈસવિંગ બગ, એપિલેકના બીટલ

ડંખ અને ફળની ઈયળ:
→ આ ઈયળ ડંખોમાં ભરાઈને નુકસાન કરે છે. પરિણામે ડંખો સુકાઈ જાય છે અને ફળો બેસે ત્યારે ફળમાં પેસીને ફળને નુકસાન કરે છે.

→ ઉપાય : ઉપદ્રવથી નુકસાન પામેલી ડંખો-ફળો વીણી નાશ કરવો, એન્ડોસલ્ફાન યોગ્ય માત્રામાં છંટકાવ કરવો.

પાન વાળનાર ઈયળ:
→ ઈયળો પાનને વાળી ધારોને સાથે ચોટાડી દે છે તેમાં ભરાઈ રહી અંદરનો લીલો ભાગ ખાઈ જાય છે. વળેલા પાન ચીમળાઈ જઈ સુકાઈ જાય છે.

→ ઉપાય : વળેલા પાનનો નાશ કરવો, ક્વિનાલફોસ પાણીમાં મેળવી છંટકાવ કરવો.

થડનો મેઢઃ
→ ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે. પીળો છોડ ચીમળાઈ જઈને સુકાઈ જાય છે.

→ ઉપાય : એન્ડોસલ્ફાન દવાનો છંટકાવ.

લેઈસબગ :
→ આ કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે કરે છે છોડ નબળો પડી જાય છે છેવટે સુકાઈ જાય છે.

→ ઉપાયઃ ડાયમિથોએટનું 0.03% પ્રવાહી મિશ્રણ છાંટવું.

મીલીબગ/ચીકટો :
→ પાન અને ડાળીમાંથી રસ ચુસે છે જેને લીધે છોડ નબળા પડી જઈ સુકાઈ જાય છે.

→ ઉપાય : પેરાથીન 0.04%નું પ્રવાહી છંટકાવ કરવો.


રોગ

→ રોગોના નામ : ધરૂનો કોહવારો (પીથીયમ જમીનજન્ય ફુગના કારવો), નાનાપર્ણ, ફળનો કોહવારો (ફોમોપ્સીસ, ગંઠવા કૃમિ), સ્કલેરોશિયમ, પંચરંગિયો કોકડવા

ધરુનો કોહવારો:
→ આ રોગ ફુગથી થાય છે. છોડ સુકાઈ જાય છે.

→ ઉપાય : બીજને થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું.

સુકારો :
→ આ રોગ પણ ફુગથી થાય છે. નાના છોડ સુકાઈ જાય છે. થડ ઉપર કથ્થાઈ ડાઘા પડે છે.

→ ઉપાય : રોગ પ્રતિકાર જાત વાવણી પટ આપીને વાવેતર કરવું, ઝાયનેબ દવાનો છંટકાવ કરવો.

પંચરંગિયો :
→ પાન પર ઝાંખા, ઘાટા લીલા રંગનાં ડાઘા જણાય છે. ડાળી ઉપર લીલા પીળા રંગની ટુંકી દાંડીવાળા પાન ઝુમખામાં જોવા મળે ફુલ બેસતા નથી.

→ ઉપાય : રોગપ્રતિકારક જાતનું વાવેતર કરવું.

કોકડવા :
→ આ વાઈરસથી રોગ થાય છે. પાન વિકૃત બની જાય. કદ નાનું રહે કોકડાઈ જાય છે.

→ ઉપાય : મોલોમાસી જેવા નાના કિટકો આ રોગનો ફેલાવો કરે છે. પેરાથીઓનકે ફોસ્ફામિડોનનો છંટકાવ કરવો

મુળના કૃમિ
→ કૃમિના કારણે મૂળ પર ગાંઠો થાય છે . છોડ ઠીંગડાઈ જાય છે. પાન રંગવિહીન બને છે.

→ ઉપાય :કૃમિ સામે ટકે તડવી જાતોનું વાવેતર કરવું. પાકની ફેરબદલી કરવી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments