→ દર વર્ષે 23 એપ્રિલના રોજ અંગ્રેજી ભાષા દિવસ ઉજવવામાં આવે છે.
શરૂઆત
→ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સંસ્થા યુનેસ્કો (UNESCO) અને ડીપાર્ટમેન્ટ ઓફ ગ્લોબલ કોમ્યુનિકેશન દ્વારા વર્ષ 2010માં અંગ્રેજી ભાષાના વિશ્વ પ્રસિદ્ધ લેખક અને નાટ્યકાર વિલિયમ શેક્સપીયરની જન્મજયંતી અને પુણ્યતિથિ 23 એપ્રિલના રોજ અંગ્રેજી ભાષા દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.
ઉદ્દેશ્ય
→ આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વમાં સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાનો છે.
→ અંગ્રેજી ભાષા માનવ સંસ્કૃતિની વિવિધતાનો આધાર સ્તંભ છે જે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાં એક છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘની માન્ય છ ભાષાઓમાં અંગ્રેજી ભાષાનો સમાવેશ થયો છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘ (UN)ની સત્તાવાર ભાષા (Official Language) અંગ્રેજી,ફ્રેન્ચ, ચીની, અરબી, સ્પેનીશ અને રશિયન છે. પરંતુ કાર્યકારી ભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ છે.
0 Comments