- કોલસાની દલાલીમાં હાથ કાળા → ખરાબ કામમાં ખરાબી જ મળે.
- કોટમાં માળા અને હૈયે લાળા → બહારનું અને અંદરનું વર્તન જદું હોવું.
- કોઈની ટોપી કોઈના માથે → જવાબદારી બીજાને સોંપવી.
- કાંકરે કાંકરે પાળ બંધાય → નાના નાના કામથી મોટું કામ થાય.
- કર્યું કામ ને વીંધ્યું તે મોતી → કામ કરવામાં વિલંબ ન કરવો.
- કૂકડો હોય ત્યાં જ વહાણું વાય ? → કોઈના વિના કોઈ કામ અટકી નથી રહેતું.
- કુમળું ઝાડ વાળીએ તેમ વળે → નાનપણમાં સારી ટેવો પડાય.
- કૂતરાંની પૂંછડી વાંકી તે વાંકી → પ્રાણ અને પ્રકૃતિ બદલાય નહીં.
- કૂવામાંનો તૈયડો → સંચિત ષ્ટિવાળો
- સો ઉંદર મારી બિલ્લી બાઈ પાટે બેઠા → ઘણા દુષ્કૃત્યો કરીને ધાર્મિક વાતો કરવી
0 Comments