→ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રાતિએ જૈન ધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
→ ચંદ્રગુપ્તના શાસનકાળના અંતભાગમાં મગધમાં દુષ્કાળ પડતાં ગણધર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણમાં ગયાં.
→ મગધમાં રહેલા અનુયાયીઓએ ગણધર સ્થૂલીભદ્રની નેતાગીરી નીચે મહાવીર સ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ પુન:રચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભા બોલાવી.
→ આ સમયે દક્ષિણ ભારત ગયેલા અનુયાયીઓમાં મગધ પાછા ફરતાં, બંને તરફની કેટલીક સૈદ્ધાંતિક બાબતો વિશે મતભેદ ઊભા થતાં શ્વેતાંબર અને દિગંબર એમ બે જૈન સંપ્રદાય ઊભા થયા.
0 Comments