પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી / શબ્દાર્થ - ભાગ - 7
- મૂળ – પ્રાચીન, અસલ
- મક્ષિકા – માખી
- નૂતન – નવું
- પ્રાચીન – જૂનું
- યથાશક્તિ – શક્તિ પ્રમાણે
- વિભૂષિત – શણગારેલું
- અડવું – શણગાર વિનાનું, શોભારહિત
- આંગળાં – આંગળીએથી લીંપણમાં કરાતી ભાત
- પરશ – સ્પર્શ કરવો
- ટોડલો (ટોલ્લો) – બારસાખન ઉપલા લાકડા આગળ રહેતો છેડો
- છત્તર – છત્ર
- ઉજળવું – ઊજળું કરવું, શોભાવવું
- વજર્ય – ત્યજવા યોગ્ય
- ક્ષીણ – ઘસાયેલું નબળું
- અકરાંતિયું - ધરાય નહિ તેવું, વધારે પડતું ખાનારું
- સાવધ – જાગ્રત, સજાગ
- નિષ્કર્ષ – સાર
- અદ્વિતીય – અજોડ
- અસ્ખલિત – સતત, એકધારું
- શાશ્વત – નિત્ય
- ચવડ – મુશ્કેલથી તૂટે, ફાટે કે ચવાય તેવું
- સંપદા – સંપત્તિ
- ગહવર – બખોલ, ગુફા
- અટંક – ટેકીલું
- મરજીવિયા – જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર
- પ્રદીપ્ત – સળગેલું
- અથાગ – પાર વિનાનું
- સજલનેત્ર – આંસુ ભરેલી આંખો
- અફાટ – અપાર, ખૂબ વિશાળ
- રત્નાકર – સમુદ્ર, દરિયો, રત્નનો સમૂહ
0 Comments