→ પૂર્વ ભારતમાં (ઈ.સ. ની 8 મી થી 13મી સદી) પાલ રાજાઓના આશ્રયે બંગાળ, બિહાર, નાલંદા ઉપરાંત નેપાળ અને તિબેટ સુધી વિકસી હતી. તેથી તેને પાલ શૈલી નામે ઓળખવામાં આવે છે.
→ અહીં થયેલા ચિત્રો અજંતાના ચિત્રો સાથે સામ્યતા ધરાવે છે. જેમાં ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો (જાતક કથાઓ આધારિત) અને બોદ્ધિસતવાના વિષયને અનુરૂપ ચિત્ર સર્જન થયેલું છે.
→ પાલ શૈલીના લધુચિત્રો મુખ્યત્વે મહાયાન બૌદ્ધ સંપ્રદાયની તાડપત્રોની પોથી ઉપર કરવામાં આવેલા જોવા મળે છે.
→ આ લધુચિત્રો બૌદ્ધ ધર્મની પ્રેરણા હેઠળ બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવેલ હોય એમાં મુખ્યત્વે બોધિસત્વ પ્રજ્ઞાપારમિતા અને જાતક કથાઓનાં ચિત્રો આલેખાયેલા છે.
→ આ શૈલીના ચિત્રોવાળી કેટલીક બ્રાહ્મણ (હિન્દુ) હસ્તપ્રતો પણ જોવા મળે છે.
→ પાલ શૈલીના ચિત્રો પાંડુ લિપિ સ્વરૂપે મળે છે.
→ પાંડુ લિપિને અંગ્રેજીમાં “મેનુસ્ક્રીપ્ટ” કહે છે.
→ “મેનુસ્ક્રીપ્ટ” એ લેટિન શબ્દ :મેનુ”પરથી આવેલો છે. જેનો મતલબ “હાથ” એવો થાય છે.
→ પાલ શૈલીની કેટલીક હસ્તપ્રતો અમદાવાદ, મુંબઇ, ઉપરાંત વિદેશોમાં ન્યુયોર્ક અને બોસ્ટનમાં સંગ્રહિત છે.
→ હસ્તપ્રતો મૂકવા માટે લાકડાની લાંબી પેટી રાખતા અને તેના પર પણ ચિત્રાંકન થયું છે.
→ આ પોથી ચિત્રોને સમગ્રપણે જોતાં તેનો હેતુ સુશોભનાત્મક હોય તેમ લાગે છે.
→ આ ચિત્રો પોથી ઉપરની મર્યાદિત જગ્યામાં થયેલાં હોઈ લધુચિત્રો તરીકે ઓળખાય છે.
→ આ શૈલીના ચિત્રો શાંતભાવ અને ચહેરા પર અક્કડતા જોવા મળે છે.
→ આ કલાના ઉત્તમ ચિત્રો રાજા મહિપાલદેવ (11મી સદીનો મધ્યકાલ), રામપાલ હરિવર્માદેવ, ગોપાલદેવ ત્રીજો અને નયપાલ વગેરે રાજાઓના સમયનાચે. ચિત્રો મહાયાન અને વજ્રયાન દેવતાઓ તેમજ દેવાલયોને લગતાં છે.
→ બૌદ્ધ ધર્મની વજ્રયાન શાખાએ પાલ શૈલીનો મહત્તમ ઉપયોગ કર્યો છે.
0 Comments