→ બંધારણના ભાગ 12માં અનચ્છેદ 280 હેઠળ નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે.
→ સામાન્ય રીતે દર 5 વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા નાણાં પંચની નિમણૂક કરવામાં આવે છે.
→ નાણાં પંચમાં 1 અધ્યક્ષ અને 4 અન્ય સભ્યો મળીને કુલ 5 સભ્યો હોય છે.
અધ્યક્ષ અને સભ્યોની લાયકાત
→ બંધારણના અનુચ્છેદ 280(2) અનુસાર નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત નક્કી કરવાની સત્તા સંસદને છે.
→ સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલી નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત આ પ્રમાણે છે :
નાણાં પંચના અધ્યક્ષ બનવા માટે વ્યક્તિ પાસે સાર્વજનિક કાર્યોને અનુભવ હોવો જોઈએ તથા સભ્યો પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:
તેઓ કોઈ હાઈકોર્ટના ન્યાયાધીશ હોય અથવા રહી ચૂકયા હોય અથવા બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
તેમને સરકારના ખાતા (Account) અને નાણાકીય બાબતો વિશેનું જ્ઞાન હોવું જોઈએ.
તેઓ આર્થિક બાબતોમાં તજજ્ઞ હોવા જોઈએ.
તેમને આર્થિક બાબતો અંગેનો અનુભવ હોવો જોઈએ
અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
→ નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ કરે છે.
અધ્યક્ષ અને સભ્યોના વેતન અને ભથ્થાં
→ નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોના વેતન અને ભથ્થાં સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ નક્કી કરે છે.
નાણાં પંચના કાર્યો અને સત્તાઓ : [અનુચ્છેદ 280(3)]
ભારતમાં કેન્દ્રીય નાણાં પંચના મુખ્ય કાર્યો અને સત્તાઓ આ પ્રમાણે છે
→ ભારતની સંચિત નિધિમાંથી રાજ્યોને અનુદાન આપવા માટે નિયમો નક્કી કરે છે.
→ અનુચ્છેદ 280(3)(A) મુજબ કર (TAX) દ્વારા પ્રાપ્ત થતી કુલ આવકનું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિતરણ કરવું.
→ અનુચ્છેદ 280(3)(B) મુજબ ભારતની સંચિત નિધિમાંથી રાજ્યોને સહાયક અનુદાન આપવા કયા સિદ્ધાંત પાળવા તેની ભલામણ કરવી.
→ અનુચ્છેદ 280(3)(B)(b) અંતર્ગત રાજ્ય નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે રાજ્યોમાં પંચાયતોના સાધનોની પૂરતી કરવા રાજ્યની સંચિત નિધિ અથવા તો એકત્રિત ફંડ કે એકીકૃત ભંડોળ (Consolidated Fund)માં વૃદ્ધિ કરવા જરૂરી પગલાં લેવા.
→ અનુચ્છેદ 280(3)(C) અંતર્ગત રાજ્ય નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે રાજ્યોમાં નગરપાલિકાઓના સાધનોની પૂરતી કરવા રાજ્યની સંચિત નિધિ અથવા તો એકત્રિત ફંડ કે એકીકૃત ભંડોળ (Consolidated Fund)માં વૃદ્ધિ કરવા જરૂરી પગલાં લેવા.
→ રાષ્ટ્રપતિ દ્વારા નાણાકીય હિતમાં આપવામાં આવેલી અન્ય કોઈપણ બાબતો.
→ નાણાં પંચ પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને આપે છે અને રાષ્ટ્રપતિ આ અહેવાલને સંસદના બંને ગૃહો સમક્ષ મૂકાવે છે. અહીં એ ખાસ નોંધવું જરૂરી છે કે, નાણાં પંચનો અહેવાલ સલાહકારની ભૂમિકા ભજવે છે. તેની જોગવાઈઓને માનવા સરકાર બંધાયેલી નથી, પરંતુ સામાન્ય રીતે સરકાર આ અહેવાલની ભલામણોને માને છે.
→ નાગરિક કાર્યવાહી સંહિતા, 1908 અનુસાર નાણાં પંચ પાસે દીવાની અદાલતની બધી સત્તાઓ છે. તેઓ સાક્ષીઓને બોલાવી શકે છે, તથા સાર્વજનિક દસ્તાવેજની નકલ માંગી શકે છે. આવી સત્તાને લીધે તેને એક અર્ધન્યાયિક સંસ્થા પણ કહી શકાય.
ભારતમાં અત્યાર સુધીના નાણાં પંચ
→ ભારતમાં ઈ.સ. 1951માં પ્રથમ નાણાં પંચની રચના કરવામાં આવી હતી. જેણે પોતાનો અહેવાલ ઈ.સ. 1952માં રજૂ કર્યો હતો. જે કે.સી. નિયોગી હતા. જે 1952થી 1957 સુધી અમલમાં હતો.
→ ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ શ્રી કે.સી. નિયોગી હતા.
→ ભારતમાં અત્યાર સુધી પંદર નાણાં પંચની રચના કરવામાં આવી છે. પંદરમા નાણાં પંચના અધ્યક્ષ શ્રી એન. કે. સિંઘ હતા.
→ 15મા નાણાં પંચે કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો 41% રાખવાની ભલામણ કરી હતી. જેનો સરકારે સ્વીકાર કર્યો હતો.
ભારતમાં અત્યાર સુધી રચાયેલા નાણાં પંચ
નાણાં પંચ
અધ્યક્ષ
નિયુક્તિ વર્ષ
રિપોર્ટ જમા કરવાનું વર્ષ
રિપોર્ટના અમલનું વર્ષ
પ્રથમ
કે.સી. નિયોગી
1951
1952
1952-1957
બીજું
કે. સંથાનમ
1956
1957
1957-1962
ત્રીજું
એ. કે. ચંદા
1960
1961
1962-1966
ચોથું
ડો. પી. વી. રાજમન્નાર
1964
1965
1966-1969
પાંચમું
મહાવીર ત્યાગી
1968
1969
1969-1974
છઠ્ઠું
બ્રહ્માનંદ રેડ્ડી
1972
1973
1974-1979
સાતમું
જે. એમ. શેલટ
1977
1978
1979-1984
આઠમુ
વાય. વી. ચૌહાણ
1982
1984
1984-1989
નવમું
એન. કે. પી. સાલ્વે
1987
1989
1989-1995
દસમું
કે. સી. પંત
1992
1994
1995-2000
અગિયારમું
એ.એમ. ખુસરો
1998
2000
2000-2005
બારમું
ડો. સી. રંગરાજન
2002
2004
2005-2010
તેરમું
ડો. વિજય કેલકર
2007
2009
2010-2015
ચૌદમું
ડો. વાય. વી. રેડી
2013
2014
2015-2020
પંદરમું
એન.કે.સિંહ
2017
2020
2021-2026
→ ભારતમાં વર્ષ 2020થી 2025 સુધીના સમયગાળા માટે ભલામણ કરવા માટે પંદરમા નાણાં પંચની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ આ સમયગાળી વધારીને વર્ષ 20021થી 2026 કરવામાં આવ્યો હતો.
રાજ્ય નાણાં પંચના કાર્યો
→ રાજ્ય અને સ્થાનિક સરકારો (પંચાયતો તેમજ નગરપાલિકાઓ) વચ્ચે કરની ચોખ્ખી આવકના નાણાંઓની વહેંચણી કરવી.
→ રાજ્યની સંચિત નિધિ અથવા તો એકત્રિત ફંડ કે એકિકૃત ભંડોળ (Consolidated Fund)માંથી પંચાયતોને અને નગરપાલિકાઓને જરૂરિયાત મુજબનું અનુદાન આપવા અંગેના નિયમો નિર્ધારિત કરવા.
→ પંચાયતો અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિ સુધારવા અંગેના સૂચનો આપવા.
→ રાજ્ય નાણાં પંચ પોતાના કાર્યો અંગેનો અહેવાલ રાજ્યપાલને સોંપે છે અને રાજ્યપાલ આ અહેવાલ રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકાવે છે.
→ ગુજરાતમાં પ્રથમ નાણાં પંચની સ્થાપના સપ્ટેમ્બર, 1994માં કરવામાં આવી હતી.
→ ગુજરાતમાં રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ શ્રી જશવંત મહેતા હતા.
0 Comments