CISF | Central Industrial Security Force

CISF
CISF (Central Industrial Security Force)

→ દર વર્ષે 10 માર્ચના રોજ કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ ઉદ્દેશ્ય : શાંતિ અને સલામતી જાળવવા CISFને સહકાર આપવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.

→ CISFની સ્થાપના કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ 10 માર્ચ, 1969 1969ના રોજ થઈ હતી.

→ તેનું વડુમથક નવી દિલ્હી ખાતે આવેલું છે.

→ તેનું ધ્યેય વાક્ય 'સંરક્ષણ અને સુરક્ષા' છે.

→ આ દિવસે CISF અધિકારીઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવે છે, વિશિષ્ટ અને ગુણવત્તાવાળી સેવાઓ માટે સર્વિસ મેડલનું વિતરણ કરવામાં આવે છે.

→ CISFનું પૂરું નામ “સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ'(Central Industrial Security Force) છે.

→ CISF એ ગૃહ મંત્રાલય હેઠળની વિશેષ ભારતીય સંઘીય પોલીસ સંસ્થા છે.

→ તેની સ્થાપના વર્ષ 1969માં કરવામાં આવી હતી.

→ તે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે જે મુખ્ય રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરે છે.

→ CISF સમગ્ર ભારતમાં 356 થી વધુ ઔદ્યોગિક એકમો અને સાઈટ્સને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

→ તેમાં પરમાણ પાવર પ્લાન્ટ્સ, અવકાશ સંસ્થાઓ, એરપોર્ટ, પાવર પ્લાન્ટ્સ, સંવેદનશીલ સરકારી ઈમારતો અને હેરિટેજ સ્મારકોનો પણ સમાવેશ થાય છે.

→ દિલ્હી મેટ્રો અને એરપોર્ટ ઉપરાંત ભારતના 13 મોટા બંદરો પણ CISFની સુરક્ષા છત્ર હેઠળ છે.

→ આ ઉપરાંત તે ઔદ્યોગિક કંપનીઓ, સંસ્થાઓ અને VIPને પણ સુરક્ષા પૂરી પાડે છે.

→ CISFના પ્રથમ મહિલા વડા : સુશ્રી નીના સિંધ

→ Website : https://www.cisf.gov.in/


CISF (Central Industrial Security Force) :વર્ષ 2025 ની ઉજવણી

→ આ વર્ષે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળો (CISF)ના 56મા સ્થાપના દિવસ (રાઇઝિંગ ડે)ની ઉજવણી 10 માર્ચ, 2025ના રોજ ત્રીજી વખત તમિલનાડુ ખાતે કરવામાં આવશે.

→ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ તમિલનાડુના ઠક્કોલમમાં કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગન અને CISF ના મહાનિર્દેશક શ્રી રાજવિંદર સિંહ ભટ્ટી પણ હાજર રહ્યા હતા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments