Ad Code

Responsive Advertisement

Chandragupta Maurya | ચંદ્રગુપ્ત મૌર્ય



ચંદ્રગુપ્ત મૌર્ય







→ પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે.

→ ચંદ્રગુપ્ત નેપાળમાં આવેલા પીપલીવનના મોરિય કુળના રાજાનો પુત્ર હતો.

→ ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો.

→ જૈનગ્રંથ અનુસાર નંદવંશના અંતિમ રાજા ધનાનંદની ઉપરાણી મુરાનો પુત્ર હતો. કારણ કે , મુરા નામ પરથી મૌર્યવંશ નામ પડ્યું એવું વિદ્વાનો માને છે.



→ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના : ઈ.સ. પૂર્વે 321 માં કરી

→ શિક્ષણ : ચાણક્ય (કૌટિલ્ય)એ રાજકારણનું શિક્ષણ આપ્યું.

→ અન્ય નામ : ચંદ્રગુપ્તના યુનાની ગ્રંથોમાં સેંડ્રોકોટસ કહેવાતા હતા.

→ ચાણક્ય (કૌટિલ્ય)ની મદદથી ચંદ્રગુપ્તમોર્યે નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદ હરાવીને નંદ વંશનો નાશ કર્યો.

→ પાટલિપુત્રમાં મગધના રાજા તરીકે ઈ. સ. પૂ. 322માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને મૌર્ય વંશની સ્થાપના થઈ.






→ શાસનકાળ : ઈ.સ. પૂર્વ 322 થી 298

→ ભદ્રબાહુ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યને જૈન ધર્મની દિક્ષા આપવામાં આવી હતી.

→ ચંદ્ર્ગુપ્ત મૌર્ય એ જૈન ધર્મની પ્રથમ સંગતિનું આયોજન ઈ.સ. પૂર્વે 298 માં પાટલિપુત્રમાં કર્યું હતું. જેના અધ્યક્ષ સ્થૂલિબાહુ હતા. આ સંગતિમાં જૈન ધર્મના 12 અંગો લખાયાં હતાં.

→ મેગેસ્થેનિસ : ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક રાજદૂત તરીકે ભારતમાં આવ્યો હતો, તે સેલ્યુક્સનો રાજદૂત હતો.


→ મેગેસ્થેનિસે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો.તેમાં
 
  • મૌર્યનગરના વહીવટીતંત્રની સપૂર્ણ માહિતી

  • પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબેહૂબ ચિતાર

  • મેગેસ્થેનિસે વર્ણવ્યવસ્થા સાત જાતિઓ અંગે ઉલ્લેખ કર્યો છે.



  • → મૃત્યુ : જૈન મુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારતમાં જય ચંદ્ર ટેકરીઓ (શ્રવણ બેલગોડા)માં તેમનું મૃત્યુ ઈ.સ. પૂર્વ 298માં થયું.





    ચંદ્રગુપ્તના સમયમાં મૌર્ય સામ્રાજ્યના પ્રાંત




    ગણરાજ્ય રાજધાની
    અવંતિરાષ્ટ્ર ઉજજયિની
    ઉત્તરાપથ તક્ષશિલા
    દક્ષિણાપથ સુવર્ણગિરિ
    મધ્ય દેશ પાટલી પુત્ર


    ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયમાં ગુજરાત




    → ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વિજય મેળવ્યો હતો.

    → સૌરાષ્ટ્ર અથવા સુરાષ્ટ્ર પરદેશમાં વૈશ્ય પુષ્યગુપ્ત ચંદ્રગુપ્તના રાજ્યપાલ (સુબા) તરીકે કામ કરતો હતો.

    → પુષ્યગુપ્ત વૈશ્યએ ગિરનારમાંથી નીકળતી સુવર્ણસિકતા(સોનરેખા) નદી પર બંધ / સેતુ બાંધ્યો હતો.

    → આ બંધ બાંધતા જે સરોવર રચાયું તે "સુદર્શન તળાવ" તરીકે ઓળખાય છે.



    પ્રશ્નો અને જવાબો




    1. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયાં થયો હતો ?

    2. → પિપળીવન (નેપાળની તળેટીમાં)


    3. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો ?

    4. → ઈ.સ.પૂ.345


    5. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો ?

    6. → મોરિય નામની જાતિના નાયકને ત્યાં


    7. ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી ?

    8. → ધનાનંદને


    9. ચાણક્ય કોના પુત્ર હતા ?

    10. → ચણક ઋષિના


    11. ચાણક્યનું મૂળ નામ શું હતું ?

    12. → વિષ્ણુ ગુપ્ત


    13. સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું ?

    14. → હેલન (કોર્નલિયા)


    15. ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા ?

    16. → 500


    17. ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું ?

    18. → ઈ.પૂ.298માં





    Post a Comment

    0 Comments