Ad Code

Responsive Advertisement

પાઘડી | Paghaḍi | The Turban



પાઘડી







→ પાઘડી( હિંદી : पगड़ी, બંગાળી : পাগড়ি, પંજાબી : ਪੱਗ) ભારતીય ઉપખંડમાં એક પ્રકારનું માથે પહેરાંતું વસ્ત્ર (શિરસ્ત્રાણ) છે.

→ વૈદિક કાળમાં તેને ‘ઉષ્ણીષ’ કહેતા.

→ આ વસ્ત્ર પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે, જેને માથા ઉપર હાથે બાંધવો પડે છે. સાફો અને ફગરી (સિલહટી ભાષા) તેના અન્ય નામો છે.

→ પાઘડી એ સામાન્ય રીતે લાંબુ સીવ્યા વગરનું સીધું કાપડ હોય છે. કાપડની લંબાઈ પાઘડીના પ્રકાર અનુસાર બદલાઈ શકે છે. કાપડ એ પહેરનારના પ્રદેશ અને સમુદાયને દર્શાવે છે.

→ પાઘડીઓ રાજા મહારાજાઓ, નવાબો, બાદશાહો, બેગમો, રાજપૂતો, રબારી, ભરવાડો, ચૌધરી, દલિતો, આદિવાસીઓથી માંડીને અનેક જાતિઓ તેમજ પંથોની સંસ્કૃતિ અને શાનનું પ્રતિક છે.

→ પાઘડીના બે મુખ્ય પ્રકારો પ્રચલિત બન્યા.
  1. સમાજના ઉપલા વર્ગના લોકો વિશિષ્ટ ઘાટમાં સ્થાયી સ્વરૂપે બાંધેલું વસ્ત્ર પહેરતા થયા. તેને માટે ‘પાઘડી’ શબ્દ વપરાયો. તેમાં રેશમ, જરી, રત્ન, પીછાં, કલગી આદિ પ્રયોજાતાં.

  2. સાધારણ જનવર્ગમાં સાદા અથવા રંગીન, વળ ચડાવેલા, લાંબા કપડાના જાતજાતના વીંટા પાઘડી, ફેંટો, સાફો, ફાળિયું આદિ નામે પ્રચલિત બન્યા.

→ મોટાભાગની પાઘડીમાં લાલ રંગનું, 22થી 25 સેમી. પહોળું અને વીસેક મી. લાંબું કપડું વપરાતું થયું.

→ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશિષ્ટ પાઘડી ‘જિરેટોપ’ નામે જાણીતી થઈ

→ સૌરાષ્ટ્રની ગામેગામની તથા જ્ઞાતિવ્યવસાય પ્રમાણેની પાઘડીઓનું વર્ણન ‘સોરઠ સરવાણી’માં આપેલ છે.


→ લગ્ન પ્રસંગે વરરાજાને બાંધવામાં આવતી પાઘડીને “ગુલખારની પાઘડી” કહે છે.

→ ભરવાડ લોકો રાતા છેડાવાળા ભોજપરા બાંધે છે અને પાઘડી ઉપર ભરેલા પટ્ટા બાંધે છે.

→ કોળી કોમના લોકો ચણોઠી જેવી લાલ કે સફેદ પાઘડી બાંધે છે.

→ ઝાલાવાડ વિસ્તારમાં કાળી, ટપકીવાળી પાઘડી વધુ જોવા મળે છે.

→ ભાલપ્રદેશમાં રંગબેરંગી બંધણીઓની પાઘડી જાણીતી છે.

→ પાઘડી મધ્ય એશિયામાંથી સૌરાષ્ટ્રને મળેલી ભેટ છે.




→ કેટલાક પ્રદેશ / જાતિ અને તેઓ કેવા પ્રકારની પાઘડી પહેરે છે, તેના વિશેની માહિતી નીચે મુજબની છે.

પ્રદેશ /જાતિ કેવા પ્રકારની પાઘડી પહેરે?
ગીર કુંડાળા ઘાટની
ગોહિલવાડ લંબગોળ
ગોંડલ ચાંચવાળી
જામનગર (હાલારી) જામશાહી એટલે કે ઊભા મૂળા જેવી
જૂનાગઢ બાલીઓની બતી
નાનાભાઈ ભરવાડ અવળા આંટીવાળી
પરજિયા ચારણ જાડા ઘા ઝીલનારી
બરડા ખૂંપાવાળી
ભાલ, ઝાલાવાડ અને ઓખા આંટીવાળી
મેર પટાદાર અને કપાળે છાજલી રચતી
મોરબી ઈંઢોણી જેવી ચક્કર ઘાટની
રબારી અને મોટાભાઇ ભરવાડ ગોળ અને આંટીવાળી
સિપાઈઓ સાફો
સોરઠ સાદી




Post a Comment

0 Comments