Ad Code

ખલજી વંશ (ખીલજી વંશ) | Khalji Dynasty (Khilji Dynasty)



ખલજી વંશ (ખીલજી વંશ)





જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશની સ્થાપના થઈ.

→ તેણે કિલોખરી નામના સ્થળે કૈકોબાદસામે પોતાની જાતને સુલતાન ઘોષિત કરી, રાજધાની સ્થાપિત કરી.

→ ત્યારબાદ તેણે ક્રાંતિ કરી દિલ્હીમાં પ્રવેશ કર્યો.

→ આ ઘટનાને ખલજી ક્રાંતિ કહેવામાં આવે છે.

→ ઇ.સ. 1304 માં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની હકૂમત સ્થપાઈ. આ સલ્તનતની સતા ઇ.સ. 1320 સુધી ટકી.

અલાઉદ્દીન ખિલજી એ પોતાનો બનેવી “અલપખાન” ને ગુજરાતનો ગવર્નર બનાવ્યો.

→ આમ, અલપખાન એ ગુજરાતમાં મુસ્લિમ સત્તાનો ખરો સ્થાપક કહી શકાય.

→ તે અલાઉદ્દીન ખિલજીના વિશ્વાસુ સરદારો પૈકીનો એક હતો એન ઇમારતો બંધવાનો શોખીન હતો.

→ તેણે પાટણમાં અદીના મસ્જિદ બંધાવી.

→ તેણે જૈન વેપારીને શૈત્રુંજ્ય મંદિરોનો જીર્ણોદ્વાર કરવાની પરવાનગી આપી.





→ મલિક કાફૂર દ્વારા કાન ભંભેરણી કરવામાં આવતા અલાઉદ્દીન ખીલજીએ અલપખાનને દિલ્હી બોલાવી તેની હત્યા કરી.

→ અલપખાનની હત્યા બાદ નવાબ કમાલુદ્દીન ગુર્ગ ઇ.સ. 1316 માં ગુજરાતનો સૂબો બન્યો.

→ પરંતુ તે ગુજરાતનો વહીવટ વ્યવસ્થિત રીતે સંભાળી શક્યો નહીં તેમના બળવાખોરોએ હત્યા કરી.

→ આ જ સમયમાં અલાઉદ્દીનનું ખીલજીનું અવસાન થયું.


ઇ.સ. 1316 થી 1320 દરમિયાન ગુજરાતના સુબાઓ (ગવર્નર)





સૂબો વર્ષ
આઇનમુલ્ક સુલતાની 1316 – 1317
માલિક દિનાર “ઝફરખાન” 1317
મલિક હુસામુદ્દીન 1317 – 1318
વહીદુદ્દીન કુરેશી 1318
ખુશરોખાન 1320







→ પરંતુ આમાનો કોઈ વ્યક્તિ ગુજરાતનો કોઈ વહીવટ યોગ્ય રીતે સંભાળી શક્યો નહીં.

→ ખુશરો ખાન દિલ્હી પાછો ફર્યો એન ત્યાંનાં સુલતાનનું ખૂન કરીને પોતે બાદશાહ બની બેઠો. પરંતુ તે લંબો સમય સુધી સત્તા ભોગવી શક્યો નહી.

→ થોડા સમયમાં ગ્યાસુદ્દીન તુઘલક અને ખુશરો ખાન વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું. જેમાં ગ્યાસુદ્દીન તુઘલકની જીત થઈ અને દિલ્હીમાં તુઘલક વંશની સ્થાપના થઈ.







ખલજી વંશ (ખીલજી વંશ) ના શાસકો





  1. જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (ઇ.સ. 1290 - ઇ.સ. 1296)


  2. અલાઉદ્દીન ખીલજી (ઇ.સ. 1296 - ઇ.સ. 1316)


  3. શહાબુદ્દીન ઉમર


  4. કુતુબુદ્દીન મુબારકશાહ


  5. નાસીરુદ્દીન ખુશરોશાહ



Post a Comment

0 Comments