અલાઉદ્દીન ખીલજી (ઇ.સ. 1296 - ઇ.સ. 1316) | Alauddin Khilji (1296 AD - 1316 AD)



અલાઉદ્દીન ખીલજી (ઇ.સ. 1296 - ઇ.સ. 1316)





→ જલાલુદ્દીનની હત્યા કરીને તે ગાદી પર આવ્યો.

→ બાળપણનું નામ : અલી યા ગુરશ્પ

→ તેના પિતાનું મૃત્યુ થતાં તેના કાકા જલાલુદ્દીને તેને પુત્રની જેમ ઉછેર્યો અને પોતાની દીકરીના લગ્ન પણ તેની સાથે કરાવ્યા.

→ પદવી: યાસ્મીન-ઉલ-ખલિફાત નાસિરી-ઉલ-મોમીનીન

→ હોદ્દા: જલાલુદ્દીન ખલજીએ તેને કડા- માણેકપૂરનો સૂબો બનાવ્યો.

→ શિક્ષણ : તદ્દન નિરક્ષર, પરંતુ સુધારક , મહત્વાકાંક્ષી અને પ્રતિભાવંત હતો.


અલાઉદ્દીન ખીલજી કાર્





→ મુસ્લિમ અમીરોનો વિરોધ અટકાવવા અને હત્યારા સુલતાનની ટીકાથી બચવા સિફ્તપૂર્વક તેણે ઈસ્લામના વડા ખલીફાની સત્તાને માનીતા આપી દિધી હતી.

→ અલાઉદ્દીન દિલ્હીનો પહેલો એવો સુલતાન હતો ,જેણે ધર્મ પર રાજયનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું.

→ અલાઉદ્દીને કેન્દ્રમાં એક સ્થાયી અને મોટી સેના રાખી હતી અને રોકડ પગાર આપ્યો હતો. આમ કરનારો તે દિલ્હીનો પહેલો શાસક બન્યો હતો.

→ ઇક્તેદારોને કે જાગીરદારોને રોકડમાં પગાર ચૂકવવાનું શરૂ કર્યું.

→ મુહતાશીબની: અલાઉદ્દીને અમીર ઉમરાવ ઉપર નજરરાખવા “બરીદ” તથા ભ્રષ્ટાચાર નાથવા ‘મુહતાશીબ “ નામના પદની શરૂઆત કરી હતી.


યુદ્ધ






મલિક કાફૂર





→ અલાઉદ્દીનનો દક્ષિણ ભારત પર વિજયનો પ્રમુખ શ્રેય તેના નાયમ માલિક કાફૂરનેજાય છે.

→ તેને 1000 સોનાનાદીનારમાં ખરીદવામાં આવ્યો હતો.

→ તેથી તેને હજારી દીનાર પણ કહેવાય છે.

→ ઉપાધિ : તાજ- ઉલ- મુલ્ક- કાફૂરી

→ ઈ.સ. 1290 માં તેને આમિર – એ – તુજુક પદ પ્રદાન કરાયું હતું.


મલિક કાફૂરના આક્રમણો





→ પ્રથમ આક્રમણ : ઈ.સ. 1307 માં સર્વપ્રથમ દેવગિરી પર હુમલો કાર્યો હતો અને ત્યના શાસક રામચંદ્રદેવને પરાજિત કર્યા હતા.


તેલંગાણા પર આક્રમણો





→ કાકતીયવંશન રાજવી પ્રતાપ રુદ્રદેવને હરાવી મલેકકાફૂરેદુનિયાનો સર્વશ્રેષ્ઠ કોહિનૂર હીરો પ્રાપ્ત કાર્યો હતો. જે તને અલાઉદ્દીનને સોંપ્યો હતો.


અલાઉદ્દીનનું પ્રધાન મંડળ





→ વજીર (મુખ્યમંત્રી ) - દીવાને વર્જારાત

→ શાહી આદેશનું પાલન - ઈવાને ઇંશા

→ સૈન્ય મંત્રી - દીવાને આરીજ

→ વિદેશ વિભાગ - દીવાને રસાલ




અલાઉદ્દીન ખલજીના વહીવટી સુધારા






સૈન્ય સુધારા





→ ઈકતેદારોની સેના પર નિર્ભર રહેવાને બદલે તેણે દિલ્હીમાં સ્થાયી (કાયમી) સેનાની સ્થાપના કરી.

→ સાથે – સાથે ઇક્તેદારોની પાસે રહેલ સેનાના ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે એક વિશિષ્ટ ઓળખપદ્ધતિ – ડગ અને હુલિયા (ચહેરા) પદ્ધતિ દાખલ કરી.

→ સૈનિકોની વ્યવસ્થિત ભરતી કરવામાં આવતી હતી.

→ ઘોડેસવાર સૈનિકોને વેતન તરીકે 19.5% માસિક આપવામાં આવતા. (વાર્ષિક 238%)

→ તેણે સૈનિકોને જાગીર સ્વરૂપે અપાતા વેટનો નાબીડ કરી સામ્રાજ્યમાં આધુનિક વહીવટીતંત્રનો પાયો નાખ્યો.


અલાઉદ્દીનના બજાર નિયંત્રણ અધિકારીા





→ બજાર નિયંત્રક -- દીવાન – એ – રિયાસત

→ બજાર અધિક્ષક -- શહના – એ – મંડી

→ ન્યાય અધિકારી -- સરાય અદ્દલ

→ બજાર નિરીક્ષક -- બરીદ – એ – મંડી

→ જાસૂસ કે ગુપ્તચર મન્હેયાન









કૃષિ ક્ષેત્રે સુધારા





→ જમીનની વૈજ્ઞાનિક રીતે માપણી કરાવી.

→ ખેડૂતોની વાસ્તવિક આવક પર મહેસૂલ નક્કી કરવાનું કરી કર્યું.

→ આ પ્રકારનો તે પ્રથમ ભારતીય શાસક ગણી શકાય.


મહેસૂલ (કર) અને લગાન વ્યવસ્થા





→ અલાઉદ્દીને લગાન (ખરાજ) પાકની કુલ ઊપજનો ½ નક્કી કર્યો હતો. તે પહેલો સુલતાન હતો, જેણે જમીનને માપીને કર વસૂલવો શરૂ કર્યો હતો, તેના માટે બિસ્વાને એક એકમ મનાયો હતો.

→ અલાઉદ્દીને બે નવા કર લાગુ કર્યા હતા. મકાન કર (ઘરઈ) અને ચરાઈ કર (ચરઈ)

→ મહેસૂલ એકત્રિત કરવા માટે તેણે દીવાન – એ – મુસ્ત ખરાજ નામક અધિકારીને નિયુક્ત કર્યા હતા.

→ અલાઉદ્દીન જમીન મહેસૂલ સૂયાથી વધુ એટ્લે કે 50% ઉઘરાવતો.

→ અલાઉદ્દીને કુતુબમિનારની નજીક અલાઈ દરવાજા (કુશ્ક – એ- સીરી), સીરી નામક શહેર, હૌઝ –એ- અલાઈ તળાવ આબે હજાર ખંભા મહેલનું નિર્માણ કરાવ્યુ હતું.

→ અલાઉદ્દીને ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી.

→ અલાઉદ્દીને ખમ્સ (યુદ્ધમાં લૂંટનો ભાગ ) ના 4/5 ભાગ પર રાજ્યનું નિયંત્રણ આને 1/5 ભાગ પર સૈનિકોનું નિયંત્રણ કરી દીધું.

→ અલાઉદ્દીન ખીલજીએ “દીવાન-એ- રસાલત”ની સ્થાપના કરી આ વિભાગ દિલ્હીમાં વેપાર માટે આવેલા વેપારીઓને સગવડ મળે તેવા પ્રયત્નો કરતા હતાં.

→ અલાઉદ્દીનનું મોત જાન્યુઆરી, 1316 માં થયું હતું અને તેને દિલ્હીની જામા મસ્જિદ બહાર તેના મકબરામાં દફનાવાયો હતો.

→ અલાઉદ્દીન ખલજીએ મંગોલોનો મુકાબલો કરવા માટે બલ્બનની હથિયાર અને રકતની નીતિ અપનાવી હતી.

→ અલાઉદ્દીન ખલજીએ પોતાના સેનાપતિ ગાઝિ મલિકને ઉત્તર – પશ્વિમ સરહદે નિયુક્ત કર્યો હતો અને તેને સિકંદર – એ – શાનીની ઉપાધિ પ્રદાન કરી હતી.

→ અલાઉદ્દીન ખલજીને દ્વિતીય સિકંદર પણ કહેવાય છે.

→ અલાઉદ્દીન ખલજીના દરબારમાં આમિર ખુશરો અને હસન દહલવી જેવા પ્રસિદ્ધ કવિઓ હતાં.

→ અમીર ખુશરોએ સિતારની શોધ કરી હતી અને તેમજ વીણામાં સંશોધન કર્યું હતું.

→ અલાઉદ્દીન ખલજી એ બજાર અર્થતંત્ર ઊભું કરનાર પ્રથમ સુલતાન હતો.





Post a Comment

0 Comments