→ 'હિંદના દાદા' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ માં નવસારીમાં થયો હતો.
→ જન્મ :. 4 સપ્ટેમ્બર 1825, મુંબઈ
→ અવસાન : 30 જૂન 1917
→ ભારતના વડીલ નેતા, સમાજસુધારક, તથા ઉચ્ચ કોટીના દેશભક્ત.
→ એક ગરીબ પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન 11 વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં.
→ વિદ્યાભ્યાસ બાદ દાદાભાઈ નવરોજીએ પ્રથમ ઍલ્ફિન્સ્ટન શાળામાં શિક્ષક તરીકે (1845) અને પછીથી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપક તરીકે (1850) સેવાઓ આપી. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાકૃતિક તત્વજ્ઞાન તથા ગણિતશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા. અધ્યાપક તરીકે આ કૉલેજમાં નિયુક્ત થનાર તેઓ પ્રથમ હિંદી હતા.
→ અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સુધારણા માટે ઈ.સ. ૧૮૫૧માં 'રહનુમા-ઇ-મઝદયરન સભા' ની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ નવેમ્બર, 1851માં ‘રાસ્ત ગોફતાર’ નામે પાક્ષિક (પછીથી સાપ્તાહિક) શરૂ કર્યું. આ સામયિકે વિશેષત: પારસી તથા સામાન્યત: હિન્દુ ધર્મ અને સમાજની સુધારણામાં નોંધપાત્ર ફાળો આપ્યો. દાદાભાઈના પ્રયાસોથી મુંબઈમાં 1852માં ‘બૉમ્બે ઍસોસિયેશન’ નામે પ્રથમ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ,
→ માર્ચ, 1856થી 1865–66 દરમિયાન તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું.
→ તેમણે લંડનમાં પ્રથમ ‘લંડન ઇન્ડિયન સોસાયટી’ સ્થાપી (1865), જેને એક વર્ષ બાદ ‘ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશન’ નામ આપ્યું.
→ વડોદરાના મહારાજાએ તેમની પોતાના રાજ્યના દીવાન તરીકે નિમણૂક કરી (1874)
→
→ 1875માં મુંબઈની નગરપાલિકાને થોડા સમય માટે પોતાની સેવાઓ આપી. તેમણે 1882માં હન્ટર કમિશન સમક્ષ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણનો વ્યાપ વધારવા માટે રજૂઆત કરી. 1883માં તેમણે ‘વૉઇસ ઑવ્ ઇન્ડિયા’ નામનું અખબાર શરૂ કર્યું.
→ જાન્યુઆરી, 1885માં સ્થપાયેલ બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશનના તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા અને 1886માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા.
→ દાદાભાઈ ઇંગ્લૅન્ડના ઉદારમતવાદીઓના ટેકાથી બ્રિટિશ સંસદના પ્રથમ હિન્દી સભ્ય તરીકે ચૂંટાયા (1892).
→ 1901માં ‘પૉવર્ટી ઍન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’ નામે લખેલ ગ્રંથમાં તેમણે આધારભૂત આંકડાઓ સાથે સાબિત કર્યું કે બ્રિટિશ શાસન તથા તેની આર્થિક નીતિથી એક વખતનું સમૃદ્ધ ભારત આર્થિક રીતે પાયમાલ થયું હતું. આને દાદાભાઈએ દ્રવ્યાપહરણ (drain theory) તરીકે ઓળખાવેલ છે. આ પુસ્તકમાં દાદાભાઈની દેશવાસીઓ પ્રત્યેની સહાનુભૂતિ તથા રાષ્ટ્રભક્તિ પ્રગટ થાય છે.
→ દાદાભાઈએ 1906માં ઇંગ્લૅન્ડ છોડીને પોતાના દેશમાં વસવાટ કર્યો અને જીવનના અંત સુધી (1917) રાષ્ટ્રસેવાનું કાર્ય ચાલુ રાખ્યું.
0 Comments