→ તુર નૃત્ય આદિવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય નૃત્ય છે. શુભ અને અશુભ પસંગમાં નૃત્ય કરી શકાય છે. પરંતુ અશુભમાં નૃત્ય થતું નથી.તેના ગીત, તુર વગાડવાના નિયમ વગેરે બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. આદિવાસીઓમાં આજે પણ તેનું અનેરું મહત્વ છે.
→ નૃત્ય ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વસતા ધોડિયાઓ ઉપરાંત હળપતિ, નાયકા, કુકણા, ચૌધરી અને વારલી જાતિઓમાં પણ કરવામાં આવે છે. નૃત્ય દરમિયાન જે ગીતો ગવાય છે, તેમાં આદિવાસીઓના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો હોય છે. જેમ કે, આનંદ ઉલ્લાસ, પ્રેમ, મજાક અને સામાજિક ઉત્થાન વગેરે.
→ તુર નૃત્ય એ ધોડિયા જનજાતિનું પ્રચલિત નૃત્ય છે.
→ આ નૃત્ય ધોડિયા જનજાતિની ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ભાવના સાથે જોડાયેલું છે.
→ પ્રાચીન કાળમાં ખાસ તો તુર નૃત્ય સ્મશાન યાત્રા દરમિયાન થતું હતું, જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિના શબને સ્મશાન સુધી તુર એટલે કે 'નાનો ઢોલ' વગાડીને નાચતા નાચતા લઇ જવામાં આવતું અને ત્યારબાદ સ્મશાનેથી તુર વગાડીને પાછા ઘરે આવતા.
→ સ્મશાન યાત્રા દરમિયાન તુર નૃત્ય કરવા પાછળ ધોડિયા જનજાતિનો હેતુ એ છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સ્વર્ગની યાત્રાએ નીકળી રહ્યો છે, તો તે રાજીખુશીથી સ્વર્ગ તરફ પ્રયાણ કરે અને સંસારની માયાજાળમાંથી મુક્ત થાય.
→ ધોડિયા જનજાતિમાં તુર નૃત્ય સવિશેષ ભાઇઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે.
→ આ નૃત્યના પહેરવેશમાં તેઓ બંડી, ટોપી, મોટો રૂમાલ, બુટ, મોજા પહેરે છે.
→ તેની વિશિષ્ટતા એ છે કે તેમનો સંપૂર્ણ પહેરવેશ સફેદ રંગનો હોય છે. ભાઈઓ જ્યારે તુર નૃત્ય કરે ત્યારે તેઓ ગળામાં નાનો રૂમાલ ખાસ બાંધે છે. ગળા ઉપરાંત તેઓ હાથમાં અને કમરે પણ રૂમાલ રાખે છે અને આ રૂમાલ પણ સફેદ રંગનો જ હોય છે. આ નૃત્ય માત્ર ભાઈઓ કરતા હોવાથી તેઓ કોઈ ઘરેણા પહેરતા નથી.
→ સ્મશાન યાત્રા ઉપરાંત, ધોડિયા જનજાતિના લોકો માતાની વરસી, લગ્ન પ્રસંગ જેવા વિવિધ અવસરો તેમજ હોળી, દિવાળી, મકરસંક્રાંતિ વગેરે જેવા તહેવારો પર પણ તુર નૃત્ય કરીને ખુશી અને આનંદ વ્યક્ત કરે છે.
→ તુરનું વાઘ નાચતી વખતે વપરાય છે અને તુર વગાડનારને તુરિયો કહેવામાં આવે છે.
→ તુર નૃત્યમાં મુખ્યત્વે 60 ચાળાઓ એટલે કે 60 પ્રકારના નાચ હોય છે.
→ 60 ચાળાઓનું સંપૂર્ણ નૃત્ય કરવા માટે ઓછામાં ઓછો ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે.
→ જોકે સામાન્ય રીતે, ધોડિયા જનજાતિના લોકો તુર નૃત્યમાં 10 થી 15 ચાળાઓ જ કરે છે. દરેક ચાળામાં અલગ-અલગ ગરબા અને ભજન ગાવામાં આવે છે. આ ગરબા-ભજન ગાવા માટે તુર વગાડનાર સાથે બે કે ત્રણ સૈલ્યા એટલે કે ગરબા-ભજન ગાનારા હોય છે.
→ તૂર નૃત્ય સમયે કરતા નૃત્યના ચાળા આ રીતે ઓળખાય
→ ચાલતો ચાળો, નાહતો ચાળો, કુદાણ્યો ચાળો, બે ડગાલ્યો ચાળો, તિન ડગાલ્યો ચાળો, પાંચ ડગાલ્યો ચાળો, બઠો ચાળો, મોધળી ગુભો, ચિપટોભૂળ્યો, પટેલાયે આંગણે વાંકો તાડ, ધનજી ખંધાડ, અધ્ધો હંહલો, ઝુલાણ્યો, ભાવાડ્યો ચાળો, પટેલ જોવડો તોવડો રા, કોપોર કાચલી, ધીરી પગલી, ઘોડી ચાળો, મોર ચાળો, નંદી ખુંટી, કુટકી રોટલી ને પંદાર વાલ, ઘોઇ ચાળો, બાંધાણ્યો ચાળો, બાંડી હઢી પરાળ પૂંદે અને પટેલ દુરીયો ડેંક ડેંક વગેરે જેવા ચાળાના પ્રકાર છે.
→ તુરવાદન અને નૃત્ય દરેક શુભ પ્રસંગમાં કરી શકાય છે અને અશુભ પ્રસંગમાં માત્ર તુર-થાળી વગાડવામાં આવે છે., પરંતુ નૃત્ય થતું નથી. અહીં તુરવાદાન એટલે તુર અને થાળી.તુરને ‘નર’ અને થાળીને ‘નારી’ માનવામાં આવે છે. માટીના બનેલા નળાકાર ઉપર ચામડું ચઢાવીને તુર બનાવવામાં આવે છે. જેનો આકાર દોઢથી બે ફૂટ જેવો હોય છે. તે નળાકારને ‘કાંઠો’ કહે છે, જે એક બાજુ પહોળી અને બીજી બાજુ થોડી નાની હોય છે.
→ આ નૃત્ય એવું છે કે, સ્ત્રી અને પુરૂષ બંને જોડી બાંધીને તેમાં નૃત્ય કરી શકે છે.,તેને \“ઝાવડો બાંધીને નાચુનાં\” કહેવામાં આવે છે.
તુર નૃત્યમાં ઉપયોગમાં લેવાતા વાઘો
→ સંગીતના વાઘ તરીકે ઢોલ અને થાળી વગાડે છે.
→ આ ઢોલ બનાવવા માટે સેવન નામના વૃક્ષના લાકડાનો અને ગાય, ભેંસ કે મોટા બકરા જેવા પશુઓના ચામડાનો ઉપયોગ થાય છે.
→ ઢોલ બનાવવા માટે સેવનના લાકડા અને ચામડાને ચોંટાડવા માટે ડાંગરની લુગદી અને કાળી રાખોડી ઉપયોગમાં લેવાય છે.
→ નૃત્યમાં ઢોલ સાથે થાળી વગાડવામાં આવે છે, જે તાંબાની ધાતુની બનાવટ હોય છે.
→ આ નૃત્યમાં કેટલીક વખત કાંસાની થાળીનો ઉપયોગ પણ થાય છે.
0 Comments